સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે યહોવાહના સાક્ષીઓ તમને વારંવાર મળવા આવે છે?

શા માટે યહોવાહના સાક્ષીઓ તમને વારંવાર મળવા આવે છે?

શા માટે યહોવાહના સાક્ષીઓ તમને વારંવાર મળવા આવે છે?

આખા જગતમાં યહોવાહના સેવકો પ્રચાર કામ માટે જાણીતા છે. અમુક લોકો વિચારે છે, બધા લોકો તેઓના સંદેશામાં રસ નથી બતાવતા. તોપણ, તેઓ શા માટે વારંવાર આવે છે? રશિયામાંથી મળેલા બે પત્રો આપણને સમજાવે છે.

રશિયાના ખાબારફ્‌સ્ક નામના શહેરમાંથી ૧૯ વર્ષની માશા લખે છે: “યહોવાહના સાક્ષીઓ આવે ત્યારે હું તેઓથી સો ગાઉં દૂર ભાગી જતી.” તેમ છતાં, માશાએ યહોવાહના સાક્ષીઓએ આપેલા અમુક મૅગેઝિનો વાંચ્યા. પછી તેના વિચારો બદલાયા. તે કહે છે: ‘મને તમારા મૅગેઝિનો વાંચીને ઘણું શીખવા મળ્યું. એમાંથી મને જીવનનો હેતુ જાણવા મળ્યો. મને તમારા મૅગેઝિનો વાંચવા છે.’

એક બીજો પત્ર ઇર્કુત્સક શહેરમાંથી આવ્યો. ત્યાંથી સ્વેતલેના બહેન લખે છે: ‘મેં હમણાં જ ચોકીબુરજ અને સજાગ બનો! વાંચવાનું શરૂ કર્યું છે. આ મૅગેઝિનો આપણા માટે ખૂબ જરૂરી છે. મને બધા જ લેખો ગમ્યા છે. એમાંથી હું ઘણું શીખી. તમે સરસ કામ કરો છો અને આજે એની જરૂર પણ છે. હું પાછો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું!’

એટલે જ આખી પૃથ્વીમાં યહોવાહના સેવકો પ્રચાર કરે છે. બાઇબલ જણાવે છે: ‘કોઈ કહે નહિ ત્યાં સુધી તેઓ કેવી રીતે ઈશ્વર વિષે સાંભળશે?’ (રોમન ૧૦:૧૪, IBSI) યહોવાહના સેવકો તમને મળવા આવે ત્યારે તમે પણ તેઓનો સંદેશો સાંભળો. આમ તમને શાસ્ત્રમાંથી દિલાસો મળશે.