સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પ્રાચીન ઈસ્રાએલના લેવીઓને વારસો મળતો ન હતો. તો પછી યિર્મેયાહ ૩૨:૭માં પ્રમાણે, યિર્મેયાહના કાકાનો દીકરો, હનામએલ કઈ રીતે લેવી યિર્મેયાહને ખેતર વેચી શકે?

યહોવાહે લેવીઓ વિષે હારૂનને કહ્યું હતું: “તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય, ને તેઓ [ઈસ્રાએલીઓ] મધ્યે તારે કંઈ ભાગ પણ ન હોય.” (ગણના ૧૮:૨૦) તેમ છતાં લેવીઓને વચનના દેશમાં ૪૮ નગરો અને તેઓના ઢોર તથા જાનવર માટે ખેતરો આપવામાં આવ્યા હતા. ‘હારૂનના પુત્રો’ એટલે લેવીઓને જે નગરો આપવામાં આવ્યા હતા એમાંનું એક તો અનાથોથ હતું. જેમાં યિર્મેયાહ પોતે રહેતા હતા.—યહોશુઆ ૨૧:૧૩-૧૯; ગણના ૩૫:૧-૮; ૧ કાળવૃત્તાંત ૬:૫૪, ૬૦.

લેવીયના પુસ્તકમાં યહોવાહે પોતે લેવીઓની મિલકતને ‘ફરીથી ખરીદી લેવાના હક’ વિષે ખાસ સૂચનાઓ આપી. (કર્મકાંડ (લેવીય) ૨૫:૩૨-૩૪, સંપૂર્ણ બાઇબલ) એમાં તેમણે જણાવ્યું કે લેવીઓના કુટુંબોમાંથી કોઈ કુટુંબને પોતાના ભાગનો વારસો વેચવો હોય તો વેચી શકતું હતું. એમાં મિલકત વેચવા-લેવાનો સમાવેશ થાય એ દેખીતું છે. * ઘણી રીતે જોઈએ તો, લેવીઓ પાસે પણ ઈસ્રાએલીઓના બીજા કુળની જેમ મિલકત હતી, જેનો ઉપયોગ તેઓ કરતા હતા.

આવી મિલકતનો વારસો એકથી બીજી પેઢીને આપવામાં આવતો હોય શકે. જોકે આ રીતે ‘ફરીથી ખરીદી લેવાનો હક’ ફક્ત લેવીઓની અંદર અંદર જ થતો. વળી, એમ લાગે છે કે જે મિલકત નગરમાં હતી, એની જ લે-વેચ થઈ શકતી. ‘શહેરોની ફરતેના ખેતરની જમીન’ વેચી શકાતી નહિ, કારણ કે, “એ તેમની કાયમી મિલકત” હતી.—કર્મકાંડ ૨૫:૩૨, ૩૪, સંપૂર્ણ બાઇબલ.

તેથી હનામએલ પાસેથી યિર્મેયાહે ફરી ખરીદી લીધેલી જમીન હકની હતી, એટલે એકથી બીજા લેવીને આપી શકાય. એ નગર કે શહેરની અંદર આવેલી હોવી જોઈએ. યહોવાહે પોતે જણાવ્યું કે એ “ખેતર” હનામએલનું હતું અને યિર્મેયાહને “તે ખેતર ખરીદ કરવાનો હક” હતો. (યિર્મેયાહ ૩૨:૬, ૭) યહોવાહે આ આખો બનાવ ઉદાહરણ તરીકે બતાવ્યો. એનાથી પોતાના લોકોને ખાતરી આપી કે અમુક સમય બાબેલોનની ગુલામી ભોગવીને, ઈસ્રાએલીઓ જરૂર પોતાના વતન પાછા આવીને પોતાના હક્કનો વારસો લેશે.—યિર્મેયાહ ૩૨:૧૩-૧૫.

એવું કંઈ જણાવાયું નથી કે હનામએલે અનાથોથમાં કોઈની જમીન પચાવી પાડી હતી. વળી એવું પણ નથી કે તેણે યિર્મેયાહને અનાથોથની એ જમીન ખરીદવાનું જણાવીને યહોવાહનો કોઈ નિયમભંગ કર્યો હોય. હા, એવું પણ નથી કે યિર્મેયાહે ફરીથી ખરીદી લેવાના હકનો અયોગ્ય રીતે ઉપયોગ કરીને એ જમીન ખરીદી લીધી હોય.—યિર્મેયાહ ૩૨:૮-૧૫.

[ફુટનોટ]

^ પહેલી સદીમાં લેવીય બાર્નાબાસે પોતાની જમીન વેચીને એના પૈસા યરૂશાલેમના ખ્રિસ્તીઓને મદદ કરવા આપ્યા. તેની જમીન પેલેસ્તાઈન કે સાયપ્રસમાં હોય શકે. અથવા તો બાર્નાબાસ પાસે યરૂશાલેમમાં જ કબરની જગ્યા હોય શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૪-૩૭.