સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું વિશ્વાસ સાજા કરે છે?

શું વિશ્વાસ સાજા કરે છે?

શું વિશ્વાસ સાજા કરે છે?

જોઆપણે બીમાર હોઈએ, તો શું આપણે સાજા થવાનું નથી ઇચ્છતા? ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ઘણા લોકોના દુઃખ દૂર કર્યા અને બીમારીમાંથી સાજા કર્યા. પરંતુ, ઈસુ ખ્રિસ્તે આ કેવી રીતે કર્યું? બાઇબલમાં એમ લખેલું છે, કે ‘ઈશ્વરનું આ મહા પરાક્રમી કામ છે.’ (લુક ૯:૪૨, ૪૩ IBSI; પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૧, ૧૨) ફક્ત ઈશ્વરની શક્તિથી જ દુઃખ અને બીમારીમાંથી રાહત મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૭-૯) આથી, ઈસુ ખ્રિસ્ત એવી માંગ કરતા ન હતા, કે લોકો તેમનામાં વિશ્વાસ મૂકે તો જ તેઓને સાજા કરે.

પરંતુ, ‘ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કારો હવે ફરી પાછા ક્યારે જોવા મળશે? શું દુઃખ અને બીમારીનો કદી અંત આવશે?’

બાઇબલમાં સરસ વચનો છે, જે બતાવે છે કે ઈશ્વરની શક્તિથી આ પૃથ્વી પર ફરી કદી દુઃખ અને બીમારી હશે નહિ. તમને વધુ જાણવું હોય તો યહોવાહના સાક્ષીઓ તમને ખુશીથી બતાવશે કે પરમેશ્વર પોતે બીમારી અને મરણ હંમેશ માટે દૂર કરશે. હા, એ સમયે ‘તેણે [પરમેશ્વરે] સદાને માટે મરણ રદ કર્યું હશે.’—યશાયાહ ૨૫:૮.