સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક યાદગાર પ્રસંગથી આવતા આશીર્વાદો

એક યાદગાર પ્રસંગથી આવતા આશીર્વાદો

એક યાદગાર પ્રસંગથી આવતા આશીર્વાદો

જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે તેમણે એક એવા મહત્ત્વના પ્રસંગની શરૂઆત કરી, જે ઈશ્વરનું નામ રોશન કરે. એ કયો પ્રસંગ હતો? આ પ્રસંગને પ્રભુભોજન, અથવા ખ્રિસ્તના મરણની યાદગીરી કે મેમોરિયલ પણ કહેવાય છે. ઈસુએ તેમના શિષ્યોને ફક્ત આ એક જ પ્રસંગ ઉજવવાનું કહ્યું હતું.

જરા કલ્પના કરો કે એ પ્રસંગની તૈયારી તમારી નજરે થાય છે. યરૂશાલેમના એક ઘરના ઉપરના રૂમમાં ઈસુ પોતાના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવવા માટે ભેગા થયા છે. તેઓ યહૂદી રિવાજ પ્રમાણે એ પર્વમાં શેકેલું હલવાન, કડવી ભાજી, રોટલીમાં તેલ કે મીઠું એવું કશું જ ઉમેર્યા વગર ખાતા. એની સાથે લાલ દ્રાક્ષમાંથી બનાવેલો દ્રાક્ષારસ કે વાઇન હતો. એ ઉજવણી પૂરી કર્યા પછી, દગાખોર યહુદા ઈસકારીઓત ઈસુનો વિશ્વાસઘાત કરવા બહાર નીકળી ગયો. (માત્થી ૨૬:૧૭-૨૫; યોહાન ૧૩:૨૧, ૨૬-૩૦) હવે ઈસુ પોતાના ૧૧ વફાદાર શિષ્યો સાથે એકલા છે. એમાંનો એક માત્થી પણ છે.

હવે ઈસુ બહુ જ મહત્ત્વના પ્રસંગની શરૂઆત કરવાના છે. માત્થી આપણે જણાવે છે: “ઈસુએ રોટલી [તેલ કે મીઠા વગરની રોટલી] લઈને, તથા આશીર્વાદ માગીને ભાંગી; અને શિષ્યોને તે આપીને કહ્યું, કે લો, ખાઓ; એ મારૂં શરીર છે. અને તેણે [વાઇનનો] પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, કે તમે સહુ એમાંનું પીઓ. કેમકે નવા કરારનું એ મારૂં લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારૂ વહેવડાવવામાં આવે છે.”—માત્થી ૨૬:૨૬-૨૮.

તો સવાલ થાય છે, કે ઈસુએ પોતાના મરણ પહેલાં જે છેલ્લું ભોજન કર્યું એનો શું અર્થ થાય? એ પ્રસંગમાં તેમણે તેલ કે મીઠું નાખ્યા વગરની રોટલી કેમ ખાધી? લાલ વાઇન કેમ વાપર્યો? તેમના બધા જ શિષ્યોએ એવી રોટલી ખાવી જોઈએ અને એવો વાઇન પીવો જોઈએ? વર્ષમાં કેટલી વાર એ પ્રસંગ ઉજવવો જોઈએ? એ આપણા માટે કેમ મહત્ત્વનો છે?