સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મદદ માટે દૂતોને પ્રાર્થના કરવી જોઈએ?

શું મદદ માટે દૂતોને પ્રાર્થના કરવી જોઈએ?

શું મદદ માટે દૂતોને પ્રાર્થના કરવી જોઈએ?

શુંદુઃખના સમયે દૂતો પાસે મદદ માંગવી યોગ્ય છે? ઘણા લોકો માને છે, હા માંગી શકાય. પરંતુ, ન્યૂ કૅથલિક એન્સાયક્લોપેડિયા કહે છે: “દૂતો પોતાની માટે ઈશ્વર આગળ દયાની ભીખ માગશે, એમ માનીને લોકો તેઓને પ્રાર્થના કરે છે.” જો એમ હોય તો શું આપણે પણ તેઓને પ્રાર્થના કરવી જોઈએ?

ઈશ્વરના લાખો વફાદાર દૂતોમાંથી પવિત્ર બાઇબલમાં ફક્ત બે જ દૂતોનું નામ આપવામાં આવ્યું છે. એક છે મીખાએલ અને બીજો ગાબ્રીએલ. (દાનીયેલ ૮:૧૬; ૧૨:૧; લુક ૧:૨૬; યહુદા ૯) આ નામો પરથી આપણને જાણવા મળે છે કે ઈશ્વરના દરેક દૂતોને નામ છે. તેમ છતાં, બીજા દૂતોએ પોતાનું નામ કોઈને જણાવ્યું નથી. દાખલા તરીકે એક દૂત યાકૂબને મળ્યો ત્યારે, તેણે તેનું નામ પૂછ્યું. પરંતુ, દૂતે પોતાનું નામ યાકૂબને જણાવ્યું નહિ. (ઉત્પત્તિ ૩૨:૨૯; ન્યાયાધીશો ૧૩:૧૭, ૧૮) બાઇબલમાં ક્યાંય બીજા દૂતોનાં નામ જણાવવામાં આવ્યાં નથી કે કોઈ તેઓને ભજે.

દૂતોની અનેક જવાબદારીઓ છે, જેમાંની એક છે ઈશ્વરનો સંદેશો મનુષ્યોને પહોંચાડવો. મૂળ હેબ્રી અને ગ્રીક ભાષામાં “દૂત” શબ્દનો અર્થ થતો “સંદેશો પહોંચાડનાર.” આમ, આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે કે દૂતો આપણી પ્રાર્થના ઈશ્વરની પાસે લઈ જતા નથી. ઈશ્વરે પોતે નક્કી કર્યું છે કે આપણે ફક્ત તેમને પ્રાર્થના કરીએ અને એ તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ. એ વિષે ઈસુએ કહ્યું હતું: “તમે મારે નામે જે કંઈ બાપની પાસે માગો તે તમને તે આપે.”—યોહાન ૧૫:૧૬; ૧ તીમોથી ૨:૫.

યહોવાહ ભલે ગમે એટલા કામમાં હોય, છતાં તે પોતે આપણી પ્રાર્થના સાંભળે છે. બાઇબલ આપણને આ ખાતરી આપે છે: “જેઓ તેને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવાહ છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮.