સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાસ્ત્રની મદદથી તેણે જીત મેળવી

શાસ્ત્રની મદદથી તેણે જીત મેળવી

શાસ્ત્રની મદદથી તેણે જીત મેળવી

આજે દુનિયામાં લાલચોનો કોઈ પાર જ નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું આજે સહેલું નથી. જેમ કે, બાઇબલની આ સલાહ માનવી સહેલી નથી કે “વ્યભિચારથી નાસો.”—૧ કોરીંથી ૬:૧૮.

એક ભાઈ જેને આપણે સુભાષચીયન નામ આપીએ. એ ભાઈ પોલૅન્ડમાં સ્કૅન્ડિનેવિયાની એક કંપનીમાં નોકરી કરતો હતો. તેણે સાફ દિલથી યહોવાહની ભક્તિ કરવા અગ્‍નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું.

સુભાષચીયન યહોવાહના સાક્ષી તરીકે જાણીતો હતો. તેના સુપરવાઈઝરોને તે બહુ ગમતો, કેમ કે તે મહેનતુ હતો. તેની બીજી કોઈ માથાકૂટ નહિ. તેથી સુભાષચીયનને નોકરી પર વધારે જવાબદારી મળી. પરંતુ, એને કારણે તેણે બિઝનેસ મિટિંગોમાં જવું પડતું. ત્યાં લાજ-શરમ વિનાના મોજ-શોખ ચલાવી લેવાતા હતા, જે તેના દિલમાં કાંટાની જેમ ખૂંચતું.

હવે સુભાષચીયનના મનમાં જાત-જાતના વિચારો આવવા લાગ્યા: “બોસ તો જાણે છે કે હું યહોવાહનો સાક્ષી છું. એટલે જ તો તે મારો ભરોસો કરે છે. જો હું ના પાડીશ તો નોકરી ગુમાવીશ. આજ-કાલ ક્યાં આવી નોકરી મળે છે? ભલેને બધું ચાલે, મારે શું લેવા-દેવા? મારે ક્યાં તેઓના જેવું બનવું છે?”

જોકે, સુભાષચીયનને જલદી જ હકીકતનું ભાન થયું. તેણે ફક્ત બિઝનેસ મિટિંગોમાં જવાનું જ ન હતું, પણ આવેલા મહેમાનોને ખુશ રાખવા વેશ્યાઓ શોધી આપવાની હતી. હવે શું?

સુભાષચીયને નક્કી કર્યું કે તે પોતાના સુપરવાઈઝરને યાદ કરાવશે કે આ વિષે પોતાની માન્યતા શું છે. તેમ છતાં, તેને ખબર પડી ગઈ કે આવી નોકરી પર પોતે લાંબું ટકી શકશે નહિ. તેથી, તેણે બીજી નોકરી શોધી કાઢી. ભલે એમાં ઓછો પગાર હતો પણ આવી કોઈ લાલચ તો ન હતી. હવે તેનું દિલ ચોખ્ખા સોના જેવું છે.

જો તમને કોઈ એવી લાલચ આવે કે પછી કોઈ કહે કે ‘એ તો ચાલે,’ તો તમે શું કરશો? શું તમે મોટા ફેરફારો કરશો? ઉત્પત્તિ ૩૯:૭-૧૨ જણાવે છે, કે યુસફે એમ જ કર્યું હતું.