સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી તમને આ મુદ્દા યાદ છે?

આપણે કઈ રીતે જાણીએ છીએ કે ઈસુના ભાઈ-બહેનો હતા?

બાઇબલમાં માત્થી ૧૩:૫૫, ૫૬ અને માર્ક ૬:૩ બતાવે છે કે ઈસુના ભાઈ-બહેનો હતા. એ કલમોમાં ‘ભાઈ’ માટે મૂળ ગ્રીક શબ્દ (અડેલ્ફોસ) બતાવે છે. એનો અર્થ સાવકો ભાઈ કે “ભાઈ થાય છે.” (ધ કૅથલિક બીબ્લીકલ ક્વાર્ટરલી, જાન્યુઆરી ૧૯૯૨)—૧૨/૧૫, પાન ૩.

શું બતાવી આપે છે કે યુદ્ધની હવા બદલાઈ છે અને યુદ્ધો શા માટે થાય છે?

આજ-કાલ દેશમાં અંદરોઅંદર લડાઈઓ વધારે જોવા મળે છે. આવી લડાઈઓ નાત-જાત વચ્ચે નફરત, અલગ અલગ ધર્મો, અન્યાય અને રાજકીય ઊથલપાથલ જેવી બાબતોને લીધે થાય છે. બીજું મુખ્ય કારણ સત્તા કે પૈસાનો લોભ છે.—૧/૧, પાન ૩-૪.

આપણે શા માટે કહી શકીએ કે ઈસુએ નમૂનાની પ્રાર્થના વગર વિચાર્યે, ગોખીને બોલવા માટે શીખવી ન હતી?

પહાડ પરના ઉપદેશમાં ઈસુએ પોતાના શિષ્યોને નમૂનાની પ્રાર્થના શીખવી. પછી લગભગ ૧૮ મહિના બાદ ઈસુ આ પ્રાર્થનાના મહત્ત્વના મુદ્દાઓ ફરી કહે છે. (માત્થી ૬:૯-૧૩; લુક ૧૧:૧-૪) પરંતુ, તેમણે એ પ્રાર્થનાના એક-એક શબ્દો ફરીથી કહ્યા નહિ. એ બતાવે છે કે તે ઇચ્છતા નથી કે આપણે દર વખતે વગર વિચાર્યે ગોખેલી પ્રાર્થના કરીએ.—૨/૧, પાન ૮.

જળપ્રલય પછી કબૂતર જૈતવૃક્ષનું એક પાંદડું ક્યાંથી લાવ્યું?

આપણને ખબર નથી કે જળપ્રલયનું પાણી કેટલું ઠંડું અને કેટલું ખારું હતું. પરંતુ, જૈતુન વૃક્ષોને કાપી નાખો તોપણ એના થડમાંથી નવા ફણગા ઊગે છે. તેથી, જળપ્રલયનું પાણી ઓસરી ગયા પછી કદાચ અમુક વૃક્ષો ફરીથી ખીલી ઊઠ્યા હોય શકે.—૨/૧૫, પાન ૩૧.

નાઇજીરિયામાં લડાઈ ફાટી નીકળી ત્યારે ત્યાંના યહોવાહના સાક્ષીઓને કઈ રીતે આપણું સાહિત્ય મળ્યું?

એક ભાઈને સરકારી નોકરી મળી અને તે યુરોપમાં કામ કરતો હતો. બીજા ભાઈને બાયફ્રાના એરપોર્ટમાં નોકરી મળી. તેઓ બંનેએ પોતાના જીવના જોખમે બાયફ્રામાં સાહિત્ય પહોંચાડ્યું. આ બે ભાઈઓએ ૧૯૭૦માં લડાઈનો અંત આવ્યો ત્યાં સુધી આ કામ ચાલુ રાખ્યું.—૩/૧ પાન ૨૭.

વેસ્ટફેલીયામાં શાંતિના કરારનું પરિણામ શું આવ્યું અને એ કરારમાં ધર્મોએ કયો ભાગ ભજવ્યો?

આ સુધારાએ પવિત્ર રૂમી રાજસત્તાના પાયા હલાવી નાખ્યા અને એમાંથી કૅથલિક, લ્યુથરન અને કેલ્વિનિસ્ટ ધર્મો નીકળ્યા. લગભગ ૧૭મી સદીની શરૂઆતમાં પ્રોટેસ્ટંટ યુનિયન અને કૅથલિક લીગ શરૂ થયા. પછી ધર્મના લીધે બોહિમીઆમાં લડાઈ શરૂ થઈ અને અનેક દેશો એમાં ફસાઈ ગયા. કૅથલિક અને પ્રોટેસ્ટંટ નેતાઓ સત્તા અને પૈસા માટે એકબીજા સાથે લડવા લાગ્યા. છેવટે જર્મનીના વેસ્ટફેલીયા જિલ્લામાં શાંતિ લાવવા માટે સભા ભરવામાં આવી. લગભગ ૫ વર્ષ પછી, ૧૬૪૮માં વેસ્ટફેલીયાનો શાંતિનો કરાર કરવામાં આવ્યો. એ વર્ષે ત્રીસ વર્ષથી ચાલતી લડાઈનો અંત આવ્યો. આ શાંતિના કરારથી એક નવું યુરોપ બહાર આવ્યું જેમાં અનેક સ્વતંત્ર દેશો બન્યા.—૩/૧૫, પાન ૨૦-૩.

‘જંગલી શ્વાપદને’ “છસો છાસઠ” નામ આપવામાં આવ્યું છે, પણ એનો અર્થ શું થાય છે?

પ્રકટીકરણ ૧૩:૧૬-૧૮માં શ્વાપદનું આ નામ કે છાપ જોવા મળે છે. આ શ્વાપદ માનવી રાજાઓને રજૂ કરે છે. વળી, એ શ્વાપદ ‘માણસના નામની સંખ્યા’ છે. એનો અર્થ એ થાય છે કે સરકારો અને સર્વ મનુષ્યો અપૂર્ણ છે. છસો છાસઠમાં ત્રણ ૬ બતાવે છે કે યહોવાહની નજરમાં સરકારો ખૂબ પાપી છે. જે વ્યક્તિઓ આ દુનિયાની સરકારોને ભજે છે, અથવા તારણ માટે તેઓ સામે જુએ છે, તેઓ પર પણ આ નામ જોવા મળશે.—૪/૧, પાન ૪-૭.