સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની કૃપા પામવાની ઇન્સાનની તલપ

ઈશ્વરની કૃપા પામવાની ઇન્સાનની તલપ

ઈશ્વરની કૃપા પામવાની ઇન્સાનની તલપ

“આજ સુધી દરેક સમાજના લોકો માનતા આવ્યા છે કે સૃષ્ટિ પાછળ ઈશ્વરનો હાથ છે. પછી ભલેને તેઓ નાસ્તિક હોવાનો દાવો કરે તોપણ તેઓ અમુક અંશે માને છે કે સરજનહાર જેવું કંઈક છે,” આવું જોન બૉકરે ઈશ્વરનો ટૂંકો ઇતિહાસ (અંગ્રેજી) નામના તેમના પુસ્તકમાં લખ્યું. એવું જોવા મળે છે કે મનુષ્યની શરૂઆતથી જ તે કોઈક ને કોઈક રીતે ઈશ્વરની કૃપા પામવા તલપી રહ્યો છે. આજે અનેક લોકો સાચા દિલથી ઈશ્વરની કૃપા પામવા બનતું બધું જ કરી રહ્યા છે. જોકે તેઓ પોતાની માન્યતા પ્રમાણે એવો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘણા માને છે કે ઈશ્વરની કૃપા પામવી હોય તો કોઈનું બૂરું ન કરો અને નીતિથી જીવો. વળી બીજાઓ માને છે કે ઈશ્વરની કૃપા પામવી હોય તો ગરીબોને મદદ કરો. એટલું જ નહિ, અનેક લોકો માટે પૂજા અને વિધિઓ ખૂબ જ મહત્ત્વની છે.

પરંતુ બીજા અનેક લોકો માને છે કે ઈશ્વર મનુષ્યથી ખૂબ જ દૂર છે અથવા તે પોતાના કામમાં એટલા ડૂબેલા છે કે તેમને મનુષ્યની યાદ પણ આવતી નથી. પ્રાચીન ગ્રીસનો ફિલોસોફર એપીક્યુરસ માનતો હતો કે ‘દેવો ઇન્સાનથી એટલા દૂર છે કે તેઓ આપણું કંઈ બૂરું કે ભલું કરી શકે એમ નથી.’ એવી જ રીતે આજે પણ ઘણા ધાર્મિક લોકો તેમની જેમ જ માને છે. તેમ જ જેઓ ગુજરી ગયા છે તેઓની આજે ઘણા લોકો પૂજા અને વિધિ કરે છે, જેથી તેઓના આત્માને શાંતિ મળે.

તમે શું માનો છો? આપણે ઈશ્વરની કૃપા પામવા બનતું બધું કરીએ છીએ, ખરું ને. એ જોઈને ઈશ્વરને કેવું લાગતું હશે? તમને શું લાગે છે? શું ખરેખર આપણે ઈશ્વરની કૃપા પામી શકીએ?

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

COVER: Courtesy of ROE/Anglo-Australian Observatory, photograph by David Malin