સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તેની શ્રદ્ધાથી અમે ધર્મને માન આપતા શીખ્યા’

‘તેની શ્રદ્ધાથી અમે ધર્મને માન આપતા શીખ્યા’

‘તેની શ્રદ્ધાથી અમે ધર્મને માન આપતા શીખ્યા’

ઇટાલીના રોવીગોમાં એંજલા નામે એક યહોવાહની સાક્ષી રહેતી હતી. તે ૩૬ વર્ષની હતી. એક દિવસ એંજલાને સારું ન હોવાથી હૉસ્પિટલમાં ગઈ ત્યારે, ડૉક્ટરોએ કહ્યું કે તેને કેન્સર છે અને તેની હાલત બહુ નાજુક છે. ડૉક્ટરે કહ્યું કે સાજા થવા તેણે લોહી લેવું પડશે. પણ એંજલાએ સાફ ના પાડી. તે લોહી વગર કોઈ પણ સારવાર માટે તૈયાર હતી. બે ત્રણ દિવસ હૉસ્પિટલમાં રહ્યા પછી, તે ઘરે પાછી આવી ગઈ. અહીં અમુક નર્સોએ તેના ઘરે આવીને તેને મદદ આપી.

નર્સોએ અને ડૉક્ટરોએ જોયું કે એંજલાની શ્રદ્ધા એકદમ મજબૂત હતી. વળી, તેઓએ એ પણ નોંધ કર્યું કે તેઓ જે કંઈ કહેતા એ કરવા એંજલા તરત જ તૈયાર હતી. એ જોઈને તેઓને બહુ નવાઈ લાગી. તેથી, એક નર્સે એંજલા કેન્સરથી મૃત્યુ પામી એ પહેલાં તેનો અનુભવ નર્સોને લગતા એક મૅગેઝિનમાં લખ્યો:

‘એંજલાને કેન્સર છે, પણ એ રોગની તેને જરાય બીક નથી. તે આશા રાખે છે કે દવા કે ઑપરેશનથી તે સારી થઈ જશે. કોઈ નર્સ સલાહ આપે તો એંજલા ખુશી ખુશી એને સ્વીકારે છે. એ રીતે એંજલાએ અમારું ઘણું કામ સહેલું બનાવ્યું છે અને અમને પણ કામમાં મજા આવે છે. વળી, તેના સ્વભાવથી પણ અમને ઘણો લાભ થયો. તેમ છતાં, અમે જાણીએ છીએ કે એંજલાને તેના ધર્મમાં શ્રદ્ધા હોવાથી લોહી લેવા તૈયાર નથી. એ કારણથી અમને સારવાર કરવી થોડું અઘરું પડે છે.’ એ નર્સનો વિચાર હતો. તેને લાગ્યું કે એંજલાએ ચોક્કસ લોહી લેવું જોઈએ પણ એંજલાએ દરેક વાર ના પાડી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

એ નર્સે એમ પણ કહ્યું: ‘એંજલાને કેન્સર હતું તોપણ તેણે હિંમત બતાવી. ઘણી વાર અમે ડૉક્ટરો અને નર્સો તેને કહેતા કે તેનો લોહી વિષેનો નિર્ણય ખોટો છે. પણ અમે જોયું કે જીવતા રહેવાની તેને ખૂબ હોંશ હતી. એ કારણથી અમે પણ તેને મદદ આપી. એંજલાને બાઇબલ અને ધર્મમાં બહુ શ્રદ્ધા છે અને એ કારણે તેણે લોહી ન લીધું. પણ એ જોઈને અમને લાગે છે કે આજે બધાની શ્રદ્ધા એંજલા જેવી નથી. એંજલાની શ્રદ્ધાથી અમને શીખવા મળ્યું છે કે તેના ધર્મને માન આપવું એ આપણી જવાબદારી છે. તેથી, ભલે કોઈ ગમે એ ધર્મમાં માને કે કોઈ પણ દેશમાંથી આવે કે પછી ગમે તે હોય, તેઓને આપણે માન આપવું જ જોઈએ અને તેઓની રીતે મદદ કે સારવાર કરવી જોઈએ.’

એ મૅગેઝિન પછી આગળ જણાવે છે: ‘નર્સોએ યાદ રાખવું જોઈએ કે તેઓ સારવાર કરે ત્યારે લોકોના ધર્મ કે સિદ્ધાંતોને માન આપે. કદાચ લોકો સારવાર બદલશે. ભલે જુદા જુદા દેશોમાંથી લોકો આવે અથવા પુરુષ કે સ્ત્રી હોય, એ કારણથી કદાચ સારવારમાં ભેદભાવ આવી શકે.’ આજે આપણે જાણીએ છીએ કે ડૉક્ટરો અને નર્સો સરસ કામ કરે છે. પણ જ્યારે દર્દીઓના ધર્મને કારણે, તેઓએ સારવાર બદલવી પડે ત્યારે, તેઓને કદાચ અઘરું લાગી શકે. તેમ છતાં, જ્યારે તેઓ સારવાર બદલે છે, ત્યારે દર્દીઓ ખૂબ જ આભાર માને છે.

યહોવાહના સાક્ષીઓ શાસ્ત્રના નિયમો પ્રમાણે જીવે છે. તેથી, તેઓ લોહી નથી લેતા. એ સાંભળીને અમુક લોકોને લાગે છે કે યહોવાહના સાક્ષીઓ પાગલ છે. પણ આપણે એંજલાના અનુભવથી જોયું તેમ, એ સાચું નથી. (ફિલિપી ૪:૫) આજે આખી પૃથ્વી પર ઘણા ડૉક્ટરો યહોવાહના સાક્ષીઓની શ્રદ્ધાને, તેઓની મરજીને માન આપે છે.