સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પ્રાર્થના કરવાથી મારું દુઃખ હળવું થઈ શકે?

શું પ્રાર્થના કરવાથી મારું દુઃખ હળવું થઈ શકે?

શું પ્રાર્થના કરવાથી મારું દુઃખ હળવું થઈ શકે?

શુંતમારા જીવનમાં કોઈ દિવસ એવું દુઃખ આવ્યું છે, જ્યારે તમે કંઈ જ કરી શક્યા ન હોય? શાસ્ત્રમાં એક ઈશ્વરભક્તનું ઉદાહરણ છે, જેમને પૂરી ખાતરી હતી કે આવી સ્થિતિમાં પ્રાર્થના ઘણી મદદ કરી શકશે. એ કોણ હતું? પ્રેષિત પાઊલ.

જ્યારે પાઊલને અન્યાયથી રોમની જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે તેમણે બીજા ખ્રિસ્તી ભક્તોને વિનંતી કરી કે તેમના માટે પ્રાર્થના કરે. તેમણે કહ્યું: “મારે માટે ખાસ પ્રાર્થના કરો કે હું તમારી પાસે જલદી પાછો આવી શકું.” (હિબ્રૂ ૧૩:૧૮, ૧૯, IBSI) પાઊલને વિશ્વાસ હતો કે ઈશ્વર તેઓની પ્રાર્થના સાંભળશે, જેથી તેમને કેદમાંથી જલદી છોડવામાં આવે. (ફિલેમોન ૨૨) પછી થોડા જ વખતમાં પાઊલને છોડી મૂકવામાં આવ્યા અને તેમણે ફરીથી પ્રચાર કામ શરૂ કર્યું.

હા, પ્રાર્થના આપણને દુઃખમાં મદદ કરી શકે છે. પણ યાદ રાખો કે આપણે પ્રાર્થના ઉપર ઉપરથી ન કરવી જોઈએ. જ્યારે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ, ત્યારે આપણે પૂરા દિલથી કરવી જોઈએ. આપણાં જે કોઈ દુઃખ હોય, એ આપણે યહોવાહને જણાવવા જોઈએ. પછી તે કેવી રીતે આપણને મદદ કરે છે એ જોવા આપણે ધીરજ બતાવવી જોઈએ.

પ્રાર્થના કરવાથી આપણને ઘણો ફાયદો થઈ શકે છે. પરંતુ, આપણે યાદ રાખીએ કે આપણે ધારીએ એવો જવાબ યહોવાહ હંમેશાં આપતા નથી. દાખલા તરીકે, પાઊલે ઘણી વાર પ્રાર્થના કરી કે તેમના “દેહમાં કાંટો” એટલે કે તેમની મુશ્કેલી દૂર થઈ જાય. પરંતુ, યહોવાહે પાઊલને ઉત્તેજન આપ્યું કે, “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમ કે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.”—૨ કોરીંથી ૧૨:૭-૯.

આપણને પૂરી ખાતરી છે કે ભલે યહોવાહ આપણી મુશ્કેલીઓ લઈ લેશે નહિ, પણ તે એને સહન કરવાની શક્તિ જરૂર આપશે અને “પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૩) ઈશ્વર વચન આપે છે કે જલદી જ એવા દિવસો આવશે, જ્યારે આપણને કોઈ ચિંતા કે મુશ્કેલીઓ નહિ હોય. એ દિવસો જલદી આવે છે, પણ ત્યાં સુધી “પ્રાર્થનાના સાંભળનાર” યહોવાહ તરફ ફરવાથી આપણને મદદ મળી શકે છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.