સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવાહનું નામ ફેલાવવું’

‘યહોવાહનું નામ ફેલાવવું’

‘યહોવાહનું નામ ફેલાવવું’

ઘણાને ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન વાંચવાં બહુ ગમે છે. એનું કારણ એ છે કે એમાં સરસ સૂચનો અને ધાર્મિક વિષયો મળી આવે છે. એના વિષે ફ્રાંસની એક વાચકે આવો પત્ર લખ્યો હતો:

“હું મૂળ આફ્રિકાની છું. હું બહુ ભણેલી નથી. થોડા સમયથી હું તમારા મૅગેઝિન વાંચવા લાગી છું. મને તમારા મૅગેઝિનના વિષયો બહુ ગમે છે. અરે, આ મૅગેઝિનોને કારણે મારું વાંચવા-લખવાનું ઘણું સુધરી ગયું છે.

“તમારા મૅગેઝિનમાં કેટલા બધા જુદા જુદા વિષયો છે. દાખલા તરીકે, મનુષ્ય, આ પૃથ્વી અને આપણા સર્જનહાર. બધાને વાંચવાની મજા આવે, એવી સરસ મૅગેઝિનની ભાષા છે. બીજું કોઈ આટલા બધા લોકોને આ રીતે શિક્ષણ ના આપી શકે.

“તમે આ મૅગેઝિન પૈસા કમાવા નથી છાપતા, પણ યહોવાહનું નામ ફેલાવવા છાપો છો. હું જાણું છું કે યહોવાહ તમારા પર આશીર્વાદ વરસાવે છે. હું ઇચ્છું છું કે પરમેશ્વર તમને મદદ કરે જેથી તમે બીજાને પણ મદદ કરી શકો.”

યહોવાહના સાક્ષીઓનું બાઇબલ શિક્ષણનું કામ લગભગ ૨૩૫ દેશોમાં ચાલી રહ્યું છે. ચોકીબુરજ ૧૪૮ ભાષાઓમાં, અને સજાગ બનો! ૮૭ ભાષાઓમાં છાપવામાં આવે છે. આ બે મૅગેઝિન માણસોની સ્તુતિ કરતા નથી. પણ એ બાઇબલનો સંદેશો જણાવીને યહોવાહ દેવને મહિમા આપે છે. યહોવાહ પોતે આપણને જણાવે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.” (યશાયાહ ૪૮:૧૭) જો આપણે બાઇબલ અને આ બે મૅગેઝિનો વાંચીએ તો આપણને જ લાભ મળશે.