સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ જેવા નમ્ર બનો

ઈસુ જેવા નમ્ર બનો

ઈસુ જેવા નમ્ર બનો

“તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય.” —⁠માત્થી ૨૦:⁠૨૬.

૧. પોતાની મહાનતા દેખાડવા અમુક લોકો શું કરે છે?

 ઇજિપ્તમાં જૂના જમાનામાં થીબ્ઝ શહેર હતું. એ શહેર કાહિરાની દક્ષિણે લગભગ ૫૦૦ કિ.મી. દૂર આવેલું હતું. આજે પણ એમાં ફેરો આમેનહોટૅપ ત્રીજાનું ૬૦ ફૂટ ઊંચું તાડ જેવું પૂતળું છે. એ પૂતળાની બાજુમાં આપણે ઊભા રહીએ તો, જાણે હાથીની બાજુમાં કીડી હોય એવું લાગે. આ પૂતળું એ ફેરો કે રાજાની વાહ વાહ કરવા માટે છે. દુનિયાની નજરે બીજા લોકોને એ બતાવવા માટે છે કે બીજા બધા કરતાં એ રાજા કેટલો મહાન હતો!

૨. ઈસુએ કેવો દાખલો બેસાડ્યો? આપણે કેવા સવાલો વિચારવા જોઈએ?

હવે ઈસુ ખ્રિસ્તનો વિચાર કરો. તેમના શિક્ષણ પર મનન કરો. ઈસુને લોકો ‘પ્રભુ અને મહાન ગુરુ’ ગણતા હતા. પણ ઈસુએ શીખવ્યું કે આપણે બીજાઓની સેવા કરવી જોઈએ. તેમણે પોતે એમ જ કર્યું. તેમણે પોતાના દોસ્તોના પગ ધોયા. પોતે જે ઉપદેશ આપ્યો એ પ્રમાણે જ તે જીવ્યા. (યોહાન ૧૩:૪, ૫, ૧૪) તમને શું બનવાનું ગમશે, સાહેબ કે સેવક? શું તમને ઈસુની જેમ બીજાની સેવા કરવાનું ગમશે? એમ હોય તો, ચાલો આપણે ઈસુની નજરે જોઈએ કે ખરેખર મહાન કોને કહેવાય.

દુનિયાની નજરે મહાન ન બનો

૩. કયા અનુભવો બતાવે છે કે સત્તાની ભૂખ ભારે પડી જાય છે?

બાઇબલ એવા લોકો વિષે જણાવે છે, જેઓને મહાન બનવાનો દેખાડો કરવાનું મોંઘું પડી ગયું. એસ્તેર અને મોર્દખાયના જમાનાના હામાનનો વિચાર કરો. ઈરાની રાજ-દરબારમાં તેનું મોટું નામ હતું. પણ સત્તાની ભૂખમાં તેણે જીવ ખોયો. (એસ્તેર ૩:૫; ૬:૧૦-૧૨; ૭:૯, ૧૦) હંમેશાં ઠાઠમાઠથી રહેનારો બાદશાહ, નબૂખાદનેસ્સાર પાગલ બની ગયો. શા માટે? એ તેના ઘમંડનો વાંક હતો. તેણે બડાઈ મારતા કહ્યું કે ‘આ મહાન બાબેલ જે મેં બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારો પ્રતાપ વધારવા માટે નથી?’ (દાનીયેલ ૪:૩૦) હેરોદ આગ્રીપા પહેલાનો પણ દાખલો લો. તે બહુ જ અભિમાની હતો. એક વાર તો તેણે ઈશ્વરને બદલે પોતાને ઊંચો મનાવ્યો. એટલે ‘તે એવી માંદગીમાં પટકાયો કે તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.’ (પ્રેષિતોનાં કાર્યો ૧૨:૨૧-૨૩, IBSI) આ ત્રણેય માણસો યહોવાહની નજરે નહિ, પણ દુનિયાની નજરે મહાન બનવા ગયા. તેઓને સત્તાની ભૂખ બહુ ભારે પડી ગઈ!

૪. લોકોને અભિમાની બનવા કોણ ઉશ્કેરે છે?

આપણે બધા ચાહીએ છીએ કે સમાજમાં આપણો સ્વીકાર થાય. પણ ઘમંડી શેતાન એવી ઇચ્છાનો લાભ ઉઠાવીને, આપણને તેના જેવા જ બનાવવા ચાહે છે. (માત્થી ૪:૮, ૯) શેતાન ‘આ જગતનો દેવ’ છે. તે આ ધરતીને પોતાના જેવા શેતાનોથી ભરી દેવા માંગે છે. (૨ કોરીંથી ૪:૪; એફેસી ૨:૨; પ્રકટીકરણ ૧૨:૯) આપણે તેની ચાલ જાણીએ છીએ, એટલે દુનિયાના વિચારોને આપણે ઘસીને ના પાડીએ.

૫. સમાજમાં મોટું નામ, ધન-દોલત શું સાચું સુખ આપી શકે છે?

શેતાન કેવી રીતે આપણને તેના જેવા બનાવવા ચાહે છે? તેના કહેવા પ્રમાણે, લોકો તમારી વાહ વાહ કરે ને તમારી પાસે મોટું બેંક-બેલેન્સ હોય તો જ તમે સુખી થઈ શકો. શું એ ખરું છે? શું માન-મોભો ને પૈસા સુખી જીવનની ચાવી છે? જોજો, છેતરાઈ ન જતા! ઈશ્વરની પ્રેરણાથી જ્ઞાની રાજા સુલેમાને લખ્યું: “મેં સઘળી મહેનત તથા ચતુરાઇનું દરેક કામ જોયું, ને એ પણ જોયું કે એને લીધે માણસ ઉપર તેનો પડોશી ઇર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.” (સભાશિક્ષક ૪:૪) ઈશ્વરે આપેલી આ સલાહ સાચી છે. આજે ઘણાએ દુનિયામાં નામ કમાવામાં જિંદગી ખર્ચી નાખી છે. ઘણા શાસ્ત્રની આ સચ્ચાઈમાં સૂર પૂરાવે છે. આ એક માણસનો અનુભવ લો. તેણે ચંદ્ર પર માનવને લઈ જનાર અવકાશયાન (રોકેટ) બનાવવા મદદ કરી હતી. તે કહે છે: “હું મહેનતું હતો. એટલે જે કંઈ કરતો એ હાઈ-ક્લાસ હતું. પણ એ બધુંય નકામું હતું. ન તો એ બધું મને સુખી કરતું કે ન તો મને મનની શાંતિ મળતી.” * ભલે વેપાર-ધંધો હોય, રમત-ગમત હોય કે મોજ-શોખ હોય, દુનિયામાં તમે ગમે એટલું નામ કમાવ, પણ એ ખાલી ખાલી છે. એ સાચું સુખ આપી શકતું નથી.

પ્રેમથી એકબીજાની સેવા કરો

૬. યાકૂબ અને યોહાન જે રીતે મહાન દેખાવા ચાહતા હતા, એ કેમ ખોટું હતું?

ઈસુએ શીખવ્યું કે ખરેખર મહાન વ્યક્તિ કોને કહેવાય. ઈસુ અને તેમના મિત્રો ૩૩ની સાલમાં પાસ્ખાપર્વ ઊજવવા યરૂશાલેમ જઈ રહ્યા હતા. ઈસુના પિતરાઈ ભાઈઓ યાકૂબ અને યોહાનના મનમાં મહાન બનવાના સપના હતા. તેઓએ પોતાની મા દ્વારા ઈસુને વિનંતી કરી કે, ‘તારા રાજ્યમાં અમારામાંનો એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે, એવું તું વચન આપ.’ (માત્થી ૨૦:૨૧) યહુદી સમાજમાં કોઈ ખાસ વ્યક્તિને જ અધિકારીની જમણે કે ડાબે બેસવા મળતું. (૧ રાજાઓ ૨:૧૯) યાકૂબ અને યોહાને દુનિયાની નજરે ‘મહાન’ બનવા જાણે સીટ રોકી લીધી. તેઓને સમાજમાં મોટા દેખાવું હતું. ઈસુ જાણતા હતા કે તેઓના મનમાં શું છે. ઈસુએ તેઓને ઈશ્વરની નજરે જોવા મદદ કરી.

૭. ઈસુએ જણાવ્યું તેમ મહાન કોને કહેવાય?

ઈસુ જાણતા હતા કે લોકોના મત પ્રમાણે કોણ મહાન કહેવાય. જેની પાસે સત્તા હોય, માન-મોભો હોય, તે ચાહે એ ચપટી વગાડતા બીજાઓ પાસે કરાવી શકે. પરંતુ ઈસુના મિત્રો એવા ન હોવા જોઈએ. ઈસુએ જણાવ્યું: “તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય; અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય.”​—⁠માત્થી ૨૦:૨૬, ૨૭.

૮. સેવક કોને કહેવાય? આપણે કેવા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?

બાઇબલમાં “સેવક” ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ શું થાય? “સેવક” એને કહેવાય જે બીજાઓની સેવા કરવા ખડે-પગે તૈયાર હોય. ઈસુએ સાદો સિદ્ધાંત શીખવ્યો કે કોઈને હુકમ કરવાથી મહાન થઈ જવાતું નથી. પણ પ્રેમથી કરેલી બીજાની સેવા વ્યક્તિને મહાન બનાવે છે. ચાલો આપણે પોતાના દિલમાં ડોકિયું કરીએ કે, ‘હું યાકૂબ કે યોહાન હોત તો શું કરત? શું મને સમજાયું હોત કે દિલથી બીજાનું ભલું કરનારને જ મહાન કહેવાય?’​—⁠૧ કોરીંથી ૧૩:⁠૩.

૯. લોકો સાથે ઈસુનું વર્તન કેવું હતું?

આ વિષે ઈસુના અને દુનિયાના વિચારોમાં આભ-જમીનનો ફરક હતો. ઈસુએ કદીયે ‘પોતે કંઈક છે,’ એવો દેખાડો કર્યો નહિ. પુરુષ હોય કે સ્ત્રી, નાના હોય કે મોટા, ગરીબ હોય કે અમીર, શાહુકાર હોય કે ગુનેગાર, બધા જ ઈસુ તરફ ખેંચાઈ આવતા. (માર્ક ૧૦:૧૩-૧૬; લુક ૭:૩૭-૫૦) ઈસુ એકદમ અલગ હતા. અરે, તેમના મિત્રો કંઈ કેટલીયે વાર નાની નાની વાતમાં ઝઘડવા માંડતા. પણ ઈસુ ધીરજથી તેઓને શીખવતા. ખરેખર, ઈસુ સાવ નમ્ર સ્વભાવના હતા.​—⁠ઝખાર્યાહ ૯:૯; માત્થી ૧૧:૨૯; લુક ૨૨:૨૪-૨૭.

૧૦. આપણે કઈ રીતે જાણીએ છીએ કે ઈસુ સ્વાર્થી ન હતા?

૧૦ ઈસુએ આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. ઈસુએ લોકો પાસે પોતાની સેવા કરાવી નહિ, જેમ આજે ગુરુઓ કરાવે છે. ઈસુએ તો લોકોના ‘રોગો મટાડ્યા,’ ઘણાં ભૂતોને કાઢ્યા. ઈસુ આપણી જેમ જ થાકી જતા. તોપણ તેમણે બીજાનો વિચાર કર્યો, પોતાનો નહિ. તેમણે બીજાને મદદ કરવાની કદી ના પાડી નહિ. (માર્ક ૧:૩૨-૩૪; ૬:૩૦-૩૪; યોહાન ૧૧:૧૧, ૧૭, ૩૩) લોકો પર ઈસુને એટલો પ્રેમ હતો કે તે ધૂળવાળા રસ્તે દૂર દૂર સુધી ચાલીને જતા, લોકોને યહોવાહના રાજ્ય વિષે જણાવતા. (માર્ક ૧:૩૮, ૩૯) ઈસુને લોકો જીવની જેમ વહાલા હતા.

ઈસુને પગલે ચાલો

૧૧. મંડળને મદદ કરવા કેવા ભાઈઓની પસંદગી થાય છે?

૧૧ સપ્ટેમ્બર ૧, ૧૮૯૪ના ઝાયન્સ વૉચ ટાવર પ્રમાણે, મંડળમાં ભાઈ-બહેનોને મદદની જરૂર હતી. એ માટે કેવા ભાઈઓની પસંદગી થઈ? એ મૅગેઝિનમાં જણાવાયું કે, ‘એ ભાઈઓ નમ્ર સ્વભાવના હોવા જોઈએ, અભિમાની નહિ. . . . પોતાની જ બડાઈ હાંકનારા નહિ, પણ ખ્રિસ્તનો પ્રચાર કરનારા. પોતાના જ્ઞાનનો દેખાડો કરનારા નહિ, પણ બાઇબલને જેવું છે એવું જ પ્રગટ કરનારા હોવા જોઈએ.’ સાચા ખ્રિસ્તીઓ કદીયે બીજા પર હક્ક જમાવવા સત્તા, પદવી કે ‘ખુરશી’ પાછળ દોડશે નહિ. નમ્ર સ્વભાવના વડીલ જાણે છે કે પોતાની જવાબદારી બીજાનું ભલું કરવાની છે, નહિ કે સત્તાના જોરે પોતાનું ભલું કરવું. (૧ તીમોથી ૩:૧, ૨) બધા જ વડીલો અને સેવકાઈ ચાકરો બીજાની સેવા કરવા બધું જ કરવું જોઈએ. યહોવાહની સેવામાં પોતે બીજાઓ માટે સરસ દાખલો બેસાડવો જોઈએ.​—⁠૧ કોરીંથી ૯:૧૯; ગલાતી ૫:૧૩; ૨ તીમોથી ૪:⁠૫.

૧૨. મંડળને વધારે મદદ કરવા માંગતા ભાઈએ કેવા પ્રશ્નો વિચારવા જોઈએ?

૧૨ જે કોઈ ભાઈ મંડળમાં વધારે મદદ કરવા માગતા હોય, તે પોતાના દિલને પૂછી જુએ: ‘હું બીજાની સેવા કરવા હંમેશાં તૈયાર હોઉં છું, કે પછી બીજાઓ પાસે મારી સેવા કરાવું છું? ભલે કોઈ જુએ કે ન જુએ, શું હું કોઈ પણ કામ કરવા તૈયાર છું?’ જેમ કે કોઈ યુવાન ભાઈને ટૉક આપવાનું બહુ ગમે, પણ મંડળમાં કોઈ બા કે કાકાને મદદ કરવાનું ન ગમે. તેમને મંડળના જવાબદાર ભાઈઓ સાથે તો મઝા આવે, પણ પ્રચારમાં જવાનું ન ગમે. એવા ભાઈ વિચારી શકે કે ‘જેનાથી મારી વાહ વાહ બોલાય, એ જ કરવાનું મને ગમે છે કે શું? હું હંમેશાં બીજાઓથી ચડિયાતો દેખાવા માંગું છું?’ ઈસુએ કદીયે પોતાનું નામ કમાવા ફાંફાં માર્યા ન હતા.​—⁠યોહાન ૫:⁠૪૧.

૧૩. (ક) એક ઓવરસીયરનો સ્વભાવ કેવો હતો? (ખ) શા માટે દરેક ખ્રિસ્તીએ નમ્ર સ્વભાવના બનવું જ જોઈએ?

૧૩ આપણે ઈસુને પગલે ચાલવા બીજાનું ભલું કરવું જોઈએ. એક અનુભવ લો. યહોવાહના સાક્ષીઓની એક બ્રાંચ ઑફિસે ઝોન ઓવરસીયર આવ્યા હતા. તે ભાઈ બધા ડિપાર્ટમેન્ટમાં ગયા. તે બેથેલ ફેક્ટરીમાં પણ આવ્યા. તેમણે જોયું કે એક ભાઈ પુસ્તકો સાંધવાના મશીનનો કોઈ ભાગ બેસાડવા મથતો હતો. ખરું કે ઝોન ઓવરસીયરને ઘણું જ કામ હોય છે. તોપણ તેમણે એ યુવાનને મદદ કરી. એ યુવાન ભાઈ કહે છે: ‘મને તો મારી આંખો પર ભરોસો બેસતો ન હતો. એ ભાઈએ કહ્યું કે પોતે જ્યારે યુવાન હતા, ત્યારે તેમણે પણ બેથેલમાં એવા મશીન પર કામ કર્યું હતું. એટલે તેમને અનુભવ હતો કે એ કામ મુશ્કેલ બની શકે છે. એ ભાઈને હજુ કેટલું કામ હતું. તોપણ તેમણે મારી સાથે એ મશીન પર થોડી વાર કામ કર્યું. હું એ કદીયે ભૂલીશ નહિ.’ એ યુવાન ભાઈ હવે બેથેલમાં એક વડીલ છે. તે હજુ ઝોન ઓવરસીયરની નમ્રતા યાદ કરે છે. ચાલો આપણે કદીયે એવું ન વિચારીએ કે ‘એ મારું કામ નથી’ અથવા ‘હું એવું કામ ન કરું.’ એને બદલે આપણે નમ્ર બનીએ. એમાં આપણી મરજી-નામરજીનો સવાલ નથી. દરેક ખ્રિસ્તીનો સ્વભાવ નમ્ર હોવો જ જોઈએ.​—⁠ફિલિપી ૨:૩; કોલોસી ૩:૧૦, ૧૨; રૂમી ૧૨:⁠૧૬.

કઈ રીતે ઈસુ જેવા બની શકીએ?

૧૪. યહોવાહ સાથેના અને ભાઈ-બહેનો સાથેના આપણા સંબંધ પર વિચાર કરવાથી આપણને કઈ રીતે મદદ મળી શકે?

૧૪ આપણે કઈ રીતે ઈસુને પગલે પગલે ચાલી શકીએ? એક તો યહોવાહ સાથેના આપણા સંબંધ પર મનન કરીએ. યહોવાહ મહાન ઈશ્વર, શક્તિશાળી અને ડહાપણથી ભરપૂર છે. તેમની સામે તો આપણે ધૂળની એક રજ માત્ર છીએ. (યશાયાહ ૪૦:૨૨) ભાઈ-બહેનો સાથેના આપણા સંબંધ પર પણ વિચાર કરો. જેમ કે, આપણને કોઈ કામ એકદમ સરસ રીતે કરી શકતા હોય. પણ શું આપણે કદીયે વિચારીએ છીએ કે આપણા ભાઈ-બહેનો બીજા કોઈ કામમાં એક્સપર્ટ છે, જેની કદાચ વધારે જરૂરી હોય. અથવા તો તેઓ બહુ જ પ્રેમાળુ હોય, સમજુ હોય, કદાચ એમાં આપણે સુધારો કરવાની જરૂર હોય. આમ તો યહોવાહની નજરમાં કીમતી મોતી જેવા ભાઈ-બહેનો, નમ્ર હોવાને કારણે દેખાડો કરતા નથી.​—⁠નીતિવચનો ૩:૩૪; યાકૂબ ૪:⁠૬.

૧૫. યહોવાહના ભક્તો એકબીજાની શ્રદ્ધા જોઈને શું શીખી શકે?

૧૫ યહોવાહના સાક્ષીઓમાં જેઓ પોતાની શ્રદ્ધાની અગ્‍નિ-પરીક્ષામાંથી પસાર થયા છે, તેઓનો વિચાર કરો. દુનિયાની નજરે ભલે તેઓ મામૂલી ગણાતા હોય. પણ તેઓ યહોવાહની મદદથી એવી કસોટીમાંથી સોનાની જેમ વધારે શુદ્ધ થયા છે. એવા અનુભવોથી આપણે પોતે પોતાનું દિલ તપાસીએ. જેથી આપણે ‘પોતાને જેવા ગણવા જોઈએ, તે કરતાં વિશેષ ન ગણીએ.’​—⁠રૂમી ૧૨:⁠૩. *

૧૬. ઈસુની જેમ આપણે બધા મંડળમાં કઈ રીતે નમ્ર સ્વભાવ કેળવી શકીએ?

૧૬ આપણે બધા જ ઈસુ જેવો સ્વભાવ કેળવીએ. મંડળમાં નાના-મોટાં ઘણાં કામ હોય છે. ભલેને કંઈ નાનું-સૂનું કામ મળે, તોપણ શરમ શાની? (૧ શમૂએલ ૨૫:૪૧; ૨ રાજાઓ ૩:૧૧) માબાપે પોતે બાળકો માટે દાખલો બેસાડવો જોઈએ. માનો કે તમારાં બાળકોને કિંગ્ડમ હૉલમાં કે સંમેલનોમાં કોઈ કામ મળે. શું તમે તેઓને એ ખુશીથી કરવા મદદ કરો છો? શું તેઓ તમને નાનું-મોટું ગમે એ કામ હોંશથી કરતા જુએ છે? યહોવાહના સાક્ષીઓની મુખ્ય બ્રાંચમાં સેવા આપતો એક ભાઈ પોતાના મમ્મી-પપ્પા વિષે કહે છે: “તેઓ કિંગ્ડમ હૉલ અને સંમેલનોમાં રાજી-ખુશીથી સાફ-સફાઈ કરતા. નાનપણથી જ મારા પર એની અસર પડી. ભલેને કોઈ કામ શરમ આવે એવું હોય, તોપણ મોટે ભાગે તેઓ એ કરવા તૈયાર થઈ જતા. તેઓ માનતા કે એ મંડળ માટે, આપણા ભાઈ-બહેનોના ભલા માટે છે. તેઓને કારણે જ અહીં બેથેલમાં મને જે કામ મળે, એ હું ખુશીથી કરું છું.”

૧૭. બહેનો કઈ રીતે મંડળમાં એક આશીર્વાદ બની શકે?

૧૭ એસ્તેરનો વિચાર કરો. તે ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં ઈરાનની રાણી બની. ભલે તે મહેલમાં રહેતી હતી, એસ્તેર હંમેશાં બીજાનું ભલું કરનારી હતી. યહોવાહની મરજી પ્રમાણે તેમના ભક્તો માટે તે પોતાનો જીવ પણ આપવા તૈયાર હતી. (એસ્તેર ૧:૫, ૬; ૪:૧૪-૧૬) આજે મંડળમાં બહેનો પણ તેના જેવી બની શકે. પોતે ગરીબ હોય કે અમીર, પણ તે ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકે, બીમાર હોય તેને મળવા જઈ શકે, હોંશથી પ્રચાર કરી શકે અને વડીલોને યહોવાહની ભક્તિમાં સાથ આપી શકે. ખરેખર આપણી વહાલી બહેનો મંડળમાં મોટો આશીર્વાદ છે!

ઈસુને પગલે ચાલવાના આશીર્વાદો

૧૮. ઈસુને પગલે ચાલવાથી કયા આશીર્વાદો મળે છે?

૧૮ આપણે ઈસુને પગલે પગલે ચાલીશું તો, ઘણા આશીર્વાદો મળશે. દુનિયામાં બધા સ્વાર્થના સગાં છે, પણ આપણે એકબીજાની સેવા કરીને દિલને ટાઢક આપતો આનંદ મેળવીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે મન મૂકીને ભાઈ-બહેનોની સેવા કરીશું, તો તેઓના માનીતા થઈશું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૭) આપણે આપણા દિલોજાન ભાઈ-બહેનો માટે જે કરીએ, એનાથી યહોવાહ બહુ જ રાજી થાય છે.​—⁠ફિલિપી ૨:⁠૧૭.

૧૯. ઈસુની જેવા નમ્ર બનવા આપણે શું નક્કી કરવું જોઈએ?

૧૯ ચાલો આપણે બધાય પોતાના દિલને પૂછીએ: ‘શું મને મીઠી મીઠી વાતો જ કરતા આવડે છે? કે પછી હું ઈસુની જેવા નમ્ર બનવાના પ્રયત્નો કરીશ?’ યહોવાહને અભિમાની લોકો જરાય પસંદ નથી. (નીતિવચનો ૧૬:૫; ૧ પીતર ૫:૫) તો પછી ચાલો આપણે આપણી વાણી અને વર્તનમાં ઈસુ જેવા બનીએ. ભલે પછી આપણે મંડળમાં હોઈએ, કુટુંબ સાથે હોઈએ કે રોજ-બ-રોજના જીવનમાં લોકો સાથે હોઈએ. આપણે જે કંઈ કરીએ એનાથી યહોવાહ આપણા ઈશ્વરનું નામ રોશન કરીએ!​—⁠૧ કોરીંથી ૧૦:⁠૩૧.

[ફુટનોટ્‌સ]

^ ‘સાચા સુખની શોધમાં’ લેખ વોચટાવર મે ૧, ૧૯૮૨, પાન ૩-૬ પર જુઓ.

^ દાખલા તરીકે, ચોકીબુરજ ફેબ્રુઆરી ૧, ૨૦૦૩, પાન ૨૫-૩૦ અને સપ્ટેમ્બર ૧, ૨૦૦૩, પાન ૨૩-૨૮ જુઓ.

આપણે શું શીખ્યા?

• શા માટે આપણે દુનિયાની નજરે મહાન દેખાવું નથી?

• ઈસુની નજરે નમ્ર વ્યક્તિ કેવી હોવી જોઈએ?

• નમ્ર બનવામાં વડીલો કઈ રીતે ઈસુને પગલે ચાલી શકે?

• આપણે બધાય કઈ રીતે ઈસુની જેવા નમ્ર બની શકીએ?

[Questions]

[પાન ૧૭ પર બોક્સ]

ઈસુ જેવું કોણ કહેવાય?

બીજાની સેવા કરનાર કે

પોતાની સેવા કરાવનાર?

લોકો જુએ એમ કામ કરનાર કે

કોઈ પણ કામ ખુશીથી કરનાર?

પોતાને ‘મહાન’ કરનાર કે બીજાને પોતાનાથી વધારે માન આપનાર?

[પાન ૧૪ પર ચિત્ર]

ફેરો આમેનહોટૅપ ત્રીજાનું રાક્ષસી કદનું પૂતળું

[પાન ૧૫ પર ચિત્ર]

હામાને શાને કારણે જીવ ગુમાવ્યો?

[પાન ૧૬ પર ચિત્ર]

શું તમે બીજાની સેવા કરો છો?