સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણને સારા માર્ગદર્શનની જરૂર છે!

આપણને સારા માર્ગદર્શનની જરૂર છે!

આપણને સારા માર્ગદર્શનની જરૂર છે!

આજે ઘણા લોકો કહેશે કે તેઓ મન ફાવે તેમ વર્તી શકે છે. તેઓ દાવો કરે છે કે પોતે સારા નિર્ણયો લઈ શકે છે. બીજાઓ કહેશે કે ‘જ્યાં સુધી તમને ખુશી મળતી હોય ત્યાં સુધી જે કંઈ કરવું હોય એ કરો.’ પણ આ સલાહને લીધે સમાજમાં કેટલાંય કુટુંબો પડી ભાંગ્યાં છે.—ઉત્પત્તિ ૩:૫.

વેરોનિકાનો વિચાર કરો. * તે મૅક્સિકોમાં રહે છે. તે કહે છે: અમારા લગ્‍નને ૧૫ વર્ષ થયા હતા. ત્યાં જ એક દિવસ મારા પતિએ આવીને ધડાકો કર્યો કે તેમને એક યુવાન સ્ત્રી સાથે સંબંધ છે. તેમણે કહ્યું કે એ સ્ત્રી ખૂબસૂરત છે અને તેમને ખુશ રાખે છે, એટલે તે તેને છોડશે નહિ. મારા દિલમાં તો પ્રેમનો દીવો જ બુઝાઈ ગયો. હું માની જ ન શકી કે મારા જીવનસાથી આવું કરી શકે. તે ખરેખર હવે મારા સાથી રહ્યા ન હતા. પહેલાં, હું વિચારતી કે કોઈ સગાં-વહાલાંના મરણનો આઘાત સહેવા જેવું દુઃખ બીજું કંઈ નથી. પણ, વ્યભિચારનું દુઃખ સહેવું એના કરતાં વધારે અઘરું છે. એક તો, તે હવે મારા સાથી નથી, અને બીજું તો મારા દિલના કટકે કટકા થઈ ગયા છે.’

હવે ૨૨ વર્ષના એક પિતાનો વિચાર કરો. તેના છૂટાછેડા થઈ ગયા છે. પણ તે તેના છોકરાનું કંઈ ધ્યાન રાખતો નથી. એ જવાબદારી તેણે પોતાની મા, એટલે છોકરાની દાદીમા પર નાખી દીધી છે. જો તેની મા તેની કે તેના છોકરાની કોઈ પણ જીદ ન સંતોષે, તો તે લાલ-પીળો થઈને ગાળો બોલવા માંડે છે. માએ દરરોજ એવું દુઃખ સહેવું પડે છે. તે લાચાર બનીને જાણે પિંજરામાં જીવી રહી છે.

આવા ઘણા દુઃખદ અનુભવો સંભળાય છે. છૂટાછેડાના કિસ્સા વધતા જ જાય છે. બિચારા બાળકોને તેમના મમ્મી કે પપ્પાને ઘર છોડતા જોવા પડે છે. આવું દુઃખ સહીને ઘણાં બાળકો તોફાની બની જાય છે. અરે, અમુકને તો બીજાઓ માટે કે માબાપ પ્રત્યે પણ કોઈ માન રહેતું નથી. બસ, તેઓ લંપટ બની જાય છે કે પછી ડ્રગ્સને રવાડે ચઢી જાય છે. આજે, ગુસ્સામાં ઘણા યુવાનો તેઓના માબાપ કે ટીચરોને મારે છે, કે ખૂન પણ કરે છે! તમે પોતે જોયું હશે કે ફક્ત કુટુંબની અંદર જ નહિ, પણ સમાજમાં પણ કટોકટી ખૂબ વધી ગઈ છે.

આ બધું જોઈને શું તમે ચિંતામાં ડૂબી જાવ છો? જો લોકો ખરેખર ભલું-ભૂંડું જાણતા હોય, તો તેઓએ શા માટે આટલું દુઃખ ભોગવવું પડે છે? આપણને ખરેખર સારા માર્ગદર્શનની જરૂર છે! પણ આપણે કોની પાસેથી એ મેળવી શકીએ? ઘણા કહેશે કે પરમેશ્વર કે પવિત્ર શાસ્ત્ર એ માર્ગદર્શન આપે છે. પણ હકીકત એ છે કે ઘણા લોકો કદીયે શાસ્ત્ર તપાસતા નથી. પરમેશ્વરનું માર્ગદર્શન શોધીને એ પ્રમાણે જીવવાથી આપણને શું ફાયદો થાય છે? ચાલો આપણે હવે પછીના લેખમાં એનો જવાબ જોઈએ.

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યું છે.