સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એનાથી સારું તમે બીજું શું કરી શકો!

એનાથી સારું તમે બીજું શું કરી શકો!

એનાથી સારું તમે બીજું શું કરી શકો!

એલેક્ષીસ પાંચ વર્ષનો છોકરો છે. તે મૅક્સિકોમાં રહે છે. તેના મમ્મી-પપ્પા બાઇબલમાંથી શીખી રહ્યા છે. તેઓ યહોવાહના સાક્ષીઓની મિટિંગોમાં પણ જાય છે. એક દિવસ આ કુટુંબ સાક્ષીઓના સંમેલનમાં ગયું. ત્યાં બતાવવામાં આવ્યું કે પ્રચાર કામ કઈ રીતે કરી શકાય. એ જોઈને એલેક્ષીસે તરત તેના પપ્પાને પૂછ્યું: “પપ્પા, તમે શા માટે પ્રચાર કામ નથી કરતા?” તેના પપ્પાએ જવાબ આપ્યો, “હું એની તૈયારી કરું છું.” એલેક્ષીસ તરત બોલી ઊઠ્યો, “એ સૌથી સારું કામ છે.”

આ નાના છોકરાએ જોયું કે તેણે ઈશ્વરના માર્ગમાં ચાલવું જોઈએ. તેણે શું કર્યું? એલેક્ષીસના માસીના બે છોકરા તેના જ ઘરમાં રહે છે. આ પાંચ વર્ષના છોકરાએ યહોવાહને પ્રાર્થના કરી. પછી એ બે ભાઈઓને જણાવ્યું કે તે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકમાંથી શું શીખે છે. એલેક્ષીસ હજી વાંચી નથી શકતો. તોપણ તે પુસ્તકના ચિત્રો જોઈને આખી વાર્તા કહી શકે છે. અરે, તેને લોકોના ઘરે જઈને પ્રચાર પણ કરવો છે જેથી તેઓને જણાવી શકે કે ઈશ્વર નજીકમાં શું કરશે.

ખરેખર, નાના હોય કે મોટા, આપણે બધા યહોવાહના પવિત્ર માર્ગમાં ચાલી શકીએ છીએ. આપણે દરેક લોકોને તેમના વિષે સાક્ષી આપી શકીએ. (યશાયાહ ૪૩:૩; માત્થી ૨૧:૧૬) હા, એ સૌથી સારું કામ છે.