સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

કેટલાક લોકો દાવો કરે છે કે પાઊલને જે વહાણમાં લઈ જવામાં આવ્યા એ દક્ષિણ સિસિલીના, મૉલ્ટા ટાપુ પર નહિ, પરંતુ બીજા કોઈ ટાપુ પર તૂટ્યું હતું. તો પછી, એ વહાણ ખરેખર ક્યાં તૂટ્યું હતું?

ઘણા લોકો એવું માને છે કે પ્રેષિત પાઊલનું વહાણ મૉલ્ટા ટાપુ પાસે નહિ, પરંતુ સેફલોનિયા (કે કેફલોનિયા), પશ્ચિમ ગ્રીસના કિનારે તૂટ્યું હતું. બાઇબલ આપણને બતાવે છે કે કાઈસારીઆથી પાઊલ અને તેમના સંગાથીઓને જુલિયસ નામના સૂબેદાર અને તેના સૈનિકોના કબજામાં મોકલવામાં આવ્યા. નકશામાં બતાવ્યું છે તેમ, તેઓ વહાણમાં સિદોન અને મુરા ગયા. સિદોનમાં તેઓએ વહાણ બદલ્યું. અનાજની હેરફેર કરતું એ મોટું વહાણ આલેકસાંદ્રિયા, ઇજિપ્તથી આવ્યું હતું. હવે તેઓ એમાં બેસીને પશ્ચિમની બાજુ કનીદસ તરફ ગયા. પરંતુ ઈજિઅન સમુદ્રમાંથી ગ્રીસ અને રોમ લઈ જતા માર્ગમાં તેઓ જઈ શક્યા નહિ. સખત પવનને લીધે તેઓએ દક્ષિણ તરફ ક્રીતમાં જવું પડ્યું અને એના કિનારે રોકાવું પડ્યું. ત્યાં તેઓ ફેર હેવન્સ (સુંદર) નામના બંદરે રોકાયા. વહાણ ‘ક્રીતથી નીકળીને યુરાકુલોન નામના તોફાની પવનમાં સપડાયું.’ અનાજથી ભરેલું વહાણ ૧૪મી રાત સુધી ‘સમુદ્રમાં આમતેમ ઘસડાતું’ રહ્યું. છેવટે, બધા ૨૭૬ લોકોને લઈ જતું એ વહાણ, મૂળ ગ્રીક શાસ્ત્રમાં જણાવ્યું તેમ મીલેટે નામના ટાપુને કિનારે ભાંગી પડ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૧-૨૮:૧.

વર્ષોથી આ મીલેટે નામના ટાપુની ઓળખ આપવા માટે ઘણાં બધાં સૂચનો આપવામાં આવ્યા છે. કેટલાક એવું વિચારે છે કે આ મીલેટે ઈલેરિકા નામનો ટાપુ છે. આજે એ ટાપુનું નામ મેલ્યેટ છે અને એ ઍડ્રિયાટિક સાગર કિનારે ક્રૉએશિયાની બાજુમાં આવેલો છે. પરંતુ એ બહુ યોગ્ય લાગતું નથી. કેમ કે મેલ્યેટની ઉત્તર બાજુએ પાઊલે પછીથી સુરાકુસ, સીસિલી અને ઈટાલીના પશ્ચિમ કિનારે મુસાફરી કરી હતી એની સાથે એ બંધબેસતું નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૧-૧૩.

મોટા ભાગના બાઇબલ ભાષાંતરકારો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે મેલીટે, મેલેટે આફ્રિકન્સ ટાપુનો ઉલ્લેખ કરે છે કે જે હમણાં મૉલ્ટા તરીકે જાણીતું છે. પાઊલ છેલ્લે ક્રીત, ફેર હેવન્સ (સુંદર) બંદરની ગોદી સુધી ગયા હતા. ત્યાર પછી સખત પવન વહાણને પશ્ચિમમાં કૌદા, જે ક્રીત અને મૉલ્ટા વચ્ચે છે, એ તરફ ઘસડી ગયો. ઘણા દિવસો સુધી વહાણ ઘસડાતું રહ્યું. આથી, એ એકદમ વાજબી છે કે પવનમાં ઘસડાયેલું વહાણ પશ્ચિમ તરફ આગળ જઈને મૉલ્ટા ટાપુ પર પહોંચ્યું હશે.

અવારનવાર આવતા પવન અને “દિશા તેમ જ કેટલા પ્રમાણમાં [વહાણ] ઘસડાય” એ ધ્યાનમાં રાખીને કાનેબાર અને હોવસ્ને ધ લાઈફ ઍન્ડ ઈપીસલ્સ ઑફ સેન્ટ પાઊલ નામના તેમના પુસ્તકમાં લખ્યું: ‘ક્લોદા (કે કૌદા) અને મૉલ્ટા વચ્ચેનું અંતર ૭૭૦ કિલોમીટર કરતાં પણ ઓછું છે. તેથી, વહાણ ચૌદમીની રાતે બીજા કોઈ ટાપુ પર નહિ, પણ મૉલ્ટા ટાપુ પર જ પહોંચ્યું હશે એ માનવાને આપણી પાસે મજબૂત કારણ છે.’

ભલે બીજા ટાપુઓના નામ પણ આપવામાં આવે, પરંતુ બાઇબલ અહેવાલ પ્રમાણે વહાણ મૉલ્ટામાં જ તૂટ્યું હતું એ નકશા પરથી એકદમ સ્પષ્ટ થાય છે.

[નકશા/પાન ૩૧ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

રોમ

મેલ્યેટ

ગ્રીસ

મૉલ્ટા

કૌદા

ક્રીત

કનીદસ

મુરા

સીદોન

સેફલોનિયા

સીસિલી

સુરાકુસ

કાઈસારીઆ

યરૂશાલેમ