સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો”

“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો”

“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો”

ઈસુએ પહાડ પરના ઉપદેશમાં પોતાના શિષ્યોને કહ્યું: “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો.” (માત્થી ૬:૯) ઈસુએ શીખવેલી એ પ્રાર્થનાને પ્રભુની પ્રાર્થના કહેવામાં આવે છે. શું તમે એ પ્રાર્થના જાણો છો?

ઘણા લોકોને આ પ્રાર્થના મોઢે છે. કેટલાક તો રોજ એનું રટણ કરતા હોય છે. આજે ઘણી સ્કૂલોમાં દરરોજ આ પ્રાર્થના મોટેથી કરાતી હોય છે. અમુક જાહેર જગ્યાઓએ પણ લોકો મોટે મોટેથી આ પ્રાર્થના કરે છે. પ્રભુની પ્રાર્થના શા માટે એટલી મહત્ત્વની છે?

ત્રીજી સદીના સિપ્રીયન નામના એક ધર્મશાસ્ત્રીએ લખ્યું: ‘ઈસુએ શીખવેલી પ્રાર્થના અમારા માટે સૌથી પવિત્ર છે. ઈસુ પરમેશ્વરના પુત્ર હોવાથી અમે માનીએ છીએ કે આ પ્રાર્થનામાં સત્ય છે.’—યોહાન ૧૪:૬.

રોમન કૅથલિક ચર્ચ પ્રમાણે, ખ્રિસ્તીઓ માટે પ્રભુની પ્રાર્થના સૌથી મહત્ત્વની છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા પણ જણાવે છે કે સર્વ ખ્રિસ્તીઓના વિશ્વાસની મુખ્ય ચાવી પ્રભુની પ્રાર્થના છે.

એ જોવામાં આવ્યું છે કે ઘણા પ્રભુની પ્રાર્થનાનું રટણ કરતા હોય છે, પણ તેઓ એનો અર્થ જાણતા નથી. કૅનેડાનું ઓટાવા સીટીઝન છાપું કહે છે કે, ‘તમારો જન્મ ખ્રિસ્તી ધર્મમાં થયો હશે તો તમે એક શ્વાસે કડકડાટ પ્રભુની પ્રાર્થના બોલી જતા હશો. પરંતુ એને ધીરેથી અને ખરો અર્થ સમજીને પ્રાર્થના કરવી તમને અઘરું લાગી શકે.’

તો પછી, શું એ મહત્ત્વનું નથી કે આપણે પરમેશ્વરને જે પ્રાર્થના કરીએ છીએ એને સમજવી જોઈએ? શા માટે ઈસુએ આપણને પ્રભુની પ્રાર્થના આપી? એનો તમારા માટે શું અર્થ થાય છે? ચાલો આપણે આ પ્રશ્નોના જવાબ જોઈએ.