સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એ ફક્ત રમત નથી

એ ફક્ત રમત નથી

એ ફક્ત રમત નથી

રમવું, કયા બાળકને નથી ગમતું? ‘રમવું એ કંઈ નજીવું કે નકામું કામ નથી. એનાથી જાણવા મળે છે કે બાળકોને શામાં રસ છે.’ એમ ઉછરતા બાળકો નામના (અંગ્રેજી) પુસ્તકે જણાવ્યું. રમવાથી બાળકોની બુદ્ધિનો વિકાસ થાય છે, તેઓ આસપાસના વાતાવરણને સમજે છે અને બીજાઓ સાથે હળતા મળતા શીખે છે.

પાંચ વર્ષની ઉંમરથી જ બાળકો રમવામાં મોટેરાંઓની નકલ કરવાનું શરૂ કરી દે છે. એક વાર ઈસુએ પણ રમતાં બાળકો વિષે કહ્યું. કેટલાંક બાળકો લગ્‍નની તો બીજા કેટલાંક દફન કરાવવા જેવી રમત રમવાનું ઇચ્છતાં હતાં. કેટલાંક બાળકોને આવી રમત રમવી ગમતું નહિ. એ કારણે તેઓમાં ‘તારી-મારી’ પણ થતી. (માત્થી ૧૧:૧૬, ૧૭) આ રીતે રમવાથી તેઓ મોટા થતા જાય તેમ, એ ભૂમિકા વધારે સારી રીતે ભજવી શકે છે.

આ પાન પરના ચિત્રમાં છોકરીઓ એક રમત રમે છે. એક બાઇબલ શીખે છે અને બીજી શીખવે છે. તેઓ ખરેખર બાઇબલ અભ્યાસ કરતા નથી. પરંતુ બાઇબલ સંદેશો જણાવવાનો વિચાર તેઓના મનમાં એકદમ સ્પષ્ટ છે. એ ખૂબ મહત્ત્વનું પણ છે, કેમ કે ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે, પોતે જે કંઈ શીખવ્યું એ બીજાઓને શીખવે અને શિષ્યો બનાવે.—માત્થી ૨૮:૧૯, ૨૦.

બાઇબલમાંથી શીખવવું, ટૉક આપવી કે ઘર-ઘરના પ્રચાર જેવી રમત બાળકો રમતાં હોય તો તેઓનાં માબાપને ખુશી થાય છે. દેખીતી રીતે જ, બાળકો તેમની આસપાસ જે જુએ છે એને અનુસરે છે. તેઓની બાઇબલ રમત બતાવે છે કે તેઓ “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઊછરી રહ્યા છે.—એફેસી ૬:૪.

યહોવાહ ઇચ્છે છે કે બાળકો પણ સાચી ભક્તિમાં ભાગ લે. તેમણે મૂસાને આજ્ઞા આપી હતી કે તે ઈસ્રાએલીઓ આગળ નિયમશાસ્ત્ર વાંચે ત્યારે, એમાં ‘બાળકોનો’ પણ સમાવેશ થવો જોઈએ. (પુનર્નિયમ ૩૧:૧૨) બાળકો જે રીતે રમે છે એ પરથી જોવા મળે છે કે તેઓ મન લગાવીને રમી રહ્યા છે. જો બાળક એવી રમત રમે કે પોતે એક પ્રકાશક છે, તો તે પરમેશ્વરના સેવક બનવાનું પહેલું પગથિયું ભરી રહ્યું છે.