સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પ્રેષિત યોહાને લખ્યું કે “પૂરો પ્રેમ ભયને દૂર કરે છે.” “પૂરો પ્રેમ” દ્વારા તે શું કહેવા માંગતા હતા અને તે કયા “ભયને” દૂર કરે છે?

પ્રેષિત યોહાને લખ્યું: “પ્રેમમાં ભય નથી; પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે; અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થએલો નથી.”—૧ યોહાન ૪:૧૮.

આજુબાજુની કલમો બતાવે છે કે યોહાન ખુલ્લા દિલથી પરમેશ્વર સાથે વાતચીત કરવા વિષે ચર્ચા કરી રહ્યા હતા. તે ખાસ કરીને પરમેશ્વરના પ્રેમ વિષે વાત કરતા હતા. એ આપણને ૧૭મી કલમમાં જોવા મળે છે: “એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમ કે જેવો તે છે, તેવા આપણે આ જગતમાં છીએ.” આપણે પ્રાર્થના કરીએ ત્યારે, આપણે શું યહોવાહનો આપણા પરનો પ્રેમ જોઈ શકીએ છીએ? જો એમ હોય, તો આપણી પ્રાર્થનામાં આપણું દિલ ઠાલવી દઈશું.

બાઇબલ “પૂર્ણ પ્રેમ” વિષે જણાવે છે. પણ એનો અર્થ હંમેશાં બધી વાતે “સંપૂર્ણ” થતો નથી. કયા અર્થમાં સંપૂર્ણ થવાનું હતું? એ વિષે સમજાવતા ઈસુએ કહ્યું: “તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.” ઈસુએ તેમના શિષ્યોને જણાવ્યું કે જો તેઓ ફક્ત પોતાને ચાહનારાઓને જ પ્રેમ કરે તો, તેઓનો પ્રેમ અધૂરો છે. તેઓએ પોતાના દુશ્મનોને પણ પ્રેમ કરીને પોતાનો પ્રેમ સંપૂર્ણ બનાવવો જોઈએ. એવી જ રીતે, યોહાને “પૂર્ણ પ્રેમ” વિષે લખ્યું ત્યારે, તે પરમેશ્વરના પ્રેમ વિષે જણાવી રહ્યા હતા. તેમના પ્રેમમાં કોઈ સીમા નથી. આપણા માટે જાણે તેમની રગેરગમાં પ્રેમ વહે છે.—માત્થી ૫:૪૬-૪૮; ૧૯:૨૦, ૨૧.

પરમેશ્વરને પ્રાર્થના કરીએ ત્યારે, આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણે પાપી છીએ. તેમ છતાં, જો આપણે પરમેશ્વરને પ્રેમ કરતા હોઈશું અને તેમનો પ્રેમ અનુભવતા હોઈશું તો, તે આપણી પ્રાર્થના નહિ સાંભળે એવો ડર આપણને લાગશે નહિ. આપણે હૃદયમાં જે હોય એ હિંમત અને ખરા દિલથી તેમની સામે વ્યક્ત કરી શકીશું. યહોવાહે ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપીને જે પ્રેમાળ ગોઠવણ કરી, એને આધારે માફી માંગી શકીએ છીએ. આમ, આપણે ખાતરી રાખી શકીએ કે પરમેશ્વર જરૂર આપણી વિનંતી સાંભળે છે.

આપણે ‘પ્રેમમાં સંપૂર્ણ થઈને’ પરમેશ્વર આપણું નહિ સાંભળે એવો ભય કઈ રીતે ‘દૂર કરી’ શકીએ? પ્રેષિત યોહાને કહ્યું: ‘જે કોઈ પરમેશ્વરનું વચન પાળે છે, તેનામાં તેમના પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનામાં છીએ.’ (૧ યોહાન ૨:૫) વિચાર કરો: આપણે પાપી હતા ત્યારે પણ પરમેશ્વર આપણને પ્રેમ કરતા હતા. તો પછી, આપણે ખરા દિલથી પસ્તાવો કરીએ અને તેમનું ‘વચન પાળવા’ બનતું બધું કરીએ ત્યારે, શું તે આપણને વધારે પ્રેમ નહિ કરે? (રૂમી ૫:૮; ૧ યોહાન ૪:૧૦) આપણે યહોવાહને વિશ્વાસુ રહીએ ત્યાં સુધી પ્રેષિત પાઊલ જેવી ખાતરી રાખી શકીએ. તેમણે કહ્યું: “જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વેને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે?”—રૂમી ૮:૩૨.