એવો જમાનો જેમાં કશાની બીક નહિ લાગે!
એવો જમાનો જેમાં કશાની બીક નહિ લાગે!
‘આપ એવા મુશ્કેલ સમયમાં છીએ, કે આપણે ડરી ડરીને જીવીએ છીએ. ઘણી વાર તો આપણે કંઈ કરી શકતા નથી, કેમ કે મુશ્કેલીઓ ગમે ત્યારે ટપકી પડે છે.’
ગયા વર્ષે ન્યૂઝવીક મૅગેઝિને આમ જણાવ્યું હતું. આ શબ્દો આજના મુશ્કેલ સમયમાં જીવી રહેલા લોકોની લાગણી બતાવે છે. ઈસુ ખ્રિસ્તે ભાખ્યું હતું કે આવો ભય દિવસે દિવસે વધતો જશે. લોકો એવી પરિસ્થિતિમાં આવી પડશે કે તેઓને એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ નહિ મળે. તેઓ આવનાર પરિસ્થિતિથી હેરાન થઈ જશે. પણ આપણે ડરી જવાની જરૂર નથી, કેમ કે ઈસુએ પછી કહ્યું: “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.”—લુક ૨૧:૨૫-૨૮.
જલદી જ આપણી પૃથ્વી પર કેવી સુંદર પરિસ્થિતિ હશે, એનું વર્ણન કરતા યહોવાહ પરમેશ્વરે કહ્યું: “મારા લોકો સલામતી તથા શાંતિમાં પોતાનાં ઘરોમાં નિવાસ કરશે.” (યશાયા ૩૨:૧૮, IBSI) યહોવાહે પ્રબોધક મીખાહ દ્વારા પણ કહ્યું: “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.”—મીખાહ ૪:૪.
હાલની દુનિયાથી કેવું અલગ જીવન! એ સમયે માણસજાત પર કોઈ પ્રકારનો ભય ઝઝૂમતો નહિ હોય. હંમેશ માટે અપાર સુખ-શાંતિ હશે!