સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઉમદા” ભાષાંતર

“ઉમદા” ભાષાંતર

“ઉમદા” ભાષાંતર

એક અંદાજ પ્રમાણે, ૧૯૫૨-૯૦માં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના લગભગ ૫૫ અંગ્રેજી અનુવાદો બહાર પડ્યા હતા. જોકે, અનુવાદકોએ પોતાની રીતે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ અનુવાદ થયેલો નવો કરાર મૂળ ભાષા મુજબ બરાબર છે કે નહિ એ તપાસવા માટે, અમેરિકાના ફ્લેગસ્ટાફ, ઍરિઝોનામાં આવેલી નોરધન એરિઝોના યુનિવર્સિટીના પ્રાધ્યાપક જેસન બેડૂને મુખ્ય આઠ અનુવાદોને એકબીજા સાથે સરખાવ્યા. આ પ્રાધ્યાપક ધર્મનો ઊંડો અભ્યાસ કરે છે. એ અનુવાદોમાં યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ પણ હતું. તે કયા તારણ પર આવ્યા?

જોકે બેડૂને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં વપરાયેલા બધા શબ્દો સાથે સહમત નથી. તેમ છતાં, તેમણે કહ્યું કે બીજા બધા અનુવાદોની સરખામણીમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન “ઉમદા” અને ‘દરેક પાસામાં ઉત્તમ’ છે. નિષ્કર્ષમાં બેડૂને કહ્યું કે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન “આજે પ્રાપ્ય નવા કરારના બધા અંગ્રેજી અનુવાદોમાં સૌથી વધારે પ્રમાણભૂત છે.”—ટ્રુથ ઈન ટ્રાન્સલેશન: એક્યુરેસી એન્ડ બાયસ ઈન ઈંગ્લીસ ટ્રાન્સલેશન્સ ઑફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ.

બેડૂને એ પણ નોંધ્યું કે ઘણા અનુવાદકોએ ‘આજના વાચકોને ગમે અથવા તેઓને જોઈએ એવી ભાષામાં બાઇબલનો અનુવાદ કર્યો છે. અથવા તેમાં વધારે પડતી બાબતો ઉમેરી છે.’ જ્યારે કે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન એ બધાથી અલગ છે. કારણ કે ‘ન્યૂ વર્લ્ડમાં નવા કરારની મૂળ પ્રતમાંથી શાબ્દિક અને કાળજીપૂર્વક ભાષાંતર કરવામાં આવ્યું છે. એ નવા કરારની મૂળ ભાષાનો અર્થ જાળવી રાખે છે.’

ન્યૂ વર્લ્ડ બાઇબલ ભાષાંતર કમિટિ આ બાઇબલની પ્રસ્તાવનામાં સ્વીકારે છે કે પવિત્ર શાસ્ત્રનો એની મૂળ ભાષામાંથી આધુનિક ભાષામાં અનુવાદ કરવો “ખરેખર બહુ મોટું કાર્ય” છે. આ કમિટિ આગળ કહે છે: ‘આ બાઇબલના અનુવાદકો, પવિત્ર શાસ્ત્રના મૂળ લેખક પરમેશ્વરથી ડરીને ચાલે છે તેમ જ તેમને પ્રેમ પણ કરે છે. તેઓ પરમેશ્વરના વિચારો અને સંદેશાને ઝીણવટથી રજૂ કરવા માટે પોતાને પરમેશ્વર સમક્ષ જવાબદાર ગણે છે.’

આ વર્ષે જ યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સનું આખું બાઇબલ ૩૨ ભાષાઓમાં તેમ જ બે બ્રેલ લિપિમાં બહાર પાડવામાં આવ્યું. આ ઉપરાંત ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન અથવા “નવો કરાર” બીજી ૧૮ ભાષાઓમાં તેમ જ એક બ્રેલ લિપિ આવૃત્તિ પણ પ્રાપ્ય છે. અમે તમને આ આધુનિક અને “ઉત્તમ” ભાષાંતરને વાંચવાનું ઉત્તેજન આપીએ છીએ.