સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

સજીવન થયેલા, શા માટે ઈસુ મરિયમ માગદાલેણને કહે છે કે મને ન અડ, પણ થોમાને તે કંઈ નથી કહેતા?

કેટલાક જૂના બાઇબલ અનુવાદકો એવું ભાષાંતર કરે છે કે ઈસુએ પોતાને અડકવા દેવાની મરિયમ માગદાલેણને ના પાડી. દાખલા તરીકે, ગુજરાતી ઓ.વી. બાઇબલ ઈસુના શબ્દોનું આ રીતે ભાષાંતર કરે છે: “હજી સુધી હું બાપ પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર.” (યોહાન ૨૦:૧૭) જોકે, ‘સ્પર્શવું’ માટેના મૂળ ગ્રીક ક્રિયાપદનો અમુક સમયે “વળગવું, લટકવું, સખત પકડવું” વગેરે ભાષાંતર કરવામાં આવ્યું છે. આથી, દેખીતી રીતે જ ઈસુ મરિયમ માગદાલેણને ફક્ત અડકવાની ના પાડતા ન હતા. કેમ કે તેમણે કબર પાસે આવેલી બીજી સ્ત્રીને તેમના ‘પગ પકડવા’ દીધા.—માત્થી ૨૮:૯.

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઓફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ, સંપૂર્ણ બાઇબલ, પ્રેમસંદેશ જેવા બાઇબલ ભાષાંતરોમાં ઈસુએ જે કહ્યું એનો ખરો અર્થ સમજવા મદદ કરે છે: “મને વળગીશ નહિ.” મરિયમ માગદાલેણ ઈસુને સારી રીતે ઓળખતી હતી. તો પછી તેમણે શા માટે એમ કહ્યું?—લુક ૮:૧-૩.

મરિયમ માગદાલેણને ડર હતો કે ઈસુ તેમને છોડીને સ્વર્ગમાં જતા રહેશે. તેને ઈસુ પાસે જ રહેવું હતું. આથી, તે ઈસુને વળગીને તેમને જવા દેવા માંગતી ન હતી. પોતે તેને છોડીને જતા નહિ રહે એવી ખાતરી કરાવવા ઈસુએ મરિયમને કહ્યું કે મને વળગીશ નહિ. પરંતુ તે જઈને તેમના શિષ્યોને જણાવે કે ઈસુ ફરી સજીવન થયા છે.—યોહાન ૨૦:૧૭.

થોમાની વાત જ અલગ હતી. ઈસુ કેટલાક શિષ્યોને દેખાયા ત્યારે થોમા ત્યાં હાજર ન હતા. તેથી થોમાએ ઈસુના ફરી સજીવન થવા વિષે શંકા કરી. તેમણે કહ્યું કે પોતે ઈસુના વીંધાયેલા હાથ પોતે જાતે અડકીને ન જુએ ત્યાં સુધી માનશે નહિ. આઠ દિવસ પછી, ઈસુ ફરી તેમના શિષ્યોને દેખાયા. આ સમયે થોમા ત્યાં હાજર હતા અને ઈસુએ તેમને પોતાનો ઘા અડકીને જોવાનું કહ્યું.—યોહાન ૨૦:૨૪-૨૭.

આમ, મરિયમ માગદાલેણના કિસ્સામાં તે ઈસુને રોકી રાખવા ઇચ્છતી હતી, એટલે ઈસુએ કહ્યું કે મને સ્પર્શ ન કર. જ્યારે કે થોમાના કિસ્સામાં ઈસુએ પોતાને અડકવા દઈને તેમની શંકા દૂર કરી. આમ, બંને કિસ્સામાં ઈસુ જે રીતે વર્ત્યા એ યોગ્ય જ હતું.