સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘મારી તાલીમ માટે આભારી’

‘મારી તાલીમ માટે આભારી’

‘મારી તાલીમ માટે આભારી’

જાપાનની ઉત્તરે હોક્કીડો નામનો ટાપુ આવેલો છે. આ ટાપુની બધી જ શાળાઓએ એક વાર અંગ્રેજી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. કાઝુના નામની એક છોકરીએ પણ તેની શાળા તરફથી ભાગ લીધો હતો. તેની સ્કૂલ પહેલી વાર આવી સ્પર્ધામાં જોડાઈ હતી. કાઝુનાના શિક્ષકે તેનું નામ સૂચવ્યું ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું. સ્પર્ધાના દિવસે તો કાઝુના ડરની મારી ખૂબ ગભરાતી હતી. કેમ કે તેની સામે બીજા લગભગ ૫૦ વિદ્યાર્થીઓ હતા. એમાંય તેણે બે જજને જોયા ત્યારે તો તે સાવ ગભરાઈ ગઈ. કેમ કે તેઓની ભાષા પણ અંગ્રેજી હતી.

સ્પર્ધા પછી વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા. જેઓએ ઓછા માર્કથી સ્પર્ધા જીતી હોય તેઓના નામથી શરૂઆત કરવામાં આવી. કાઝુનાનું નામ સૌથી છેલ્લે જાહેર કરવામાં આવ્યું ત્યારે તે માની જ ન શકી. તે સ્પર્ધામાં પ્રથમ આવી હતી! તે અને તેની બાજુમાં બેઠેલા શિક્ષક આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા. તે એવી જ હાલતમાં સ્ટેજ પર ગઈ ને ઇનામ લીધું.

પોતાની સફળતાનું રહસ્ય બતાવતા તેણે કહ્યું: “આ ઇનામ યહોવાહના સંગઠનને લીધે જ હું મેળવી શકી છું. દેવશાહી સેવા શાળાની તાલીમ સાચે જ આજે કામ આવી છે. હું બહુ જ ખુશ છું કે મેં એ તાલીમ મેળવી છે.” કાઝુના બહુ નાની હતી ત્યારથી તેણે તેના ધર્મની આ સ્કૂલમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ સ્કૂલ યહોવાહના સાક્ષીઓની એક સભા છે. એમાં કાઝુનાએ માઈક્રોફોનનો ઉપયોગ, ઉત્સાહથી બોલવું, હાવભાવ, શ્રોતાઓ સામે જોવું અને એવા બીજા ઘણા વિષયો પર તાલીમ લીધી હતી. સ્પર્ધાની તૈયારીમાં તેણે એના પર ખાસ ધ્યાન આપ્યું હતું.

યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં દર અઠવાડિયે ભરાતી આ શાળામાં અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. તમે પોતે આવીને જુઓ કે કઈ રીતે નાના-મોટા સર્વ એમાંથી લાભ મેળવે છે. આ સભામાં દરેક જણ આવી શકે છે. તમારા ઘરની નજીક ભરાતી આ શાળા વિષે વધારે જાણવા, તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓને મળો.