સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“આનું રહસ્ય શું છે?”

“આનું રહસ્ય શું છે?”

“આનું રહસ્ય શું છે?”

મ્યરિયલ ત્રણ બાળકોની મા છે. એક દિવસ તે બાળકોને લઈને ડૉક્ટરને મળવા ગઈ. પછી તેઓ પોતાના ધર્મની સભામાં જવાના હતા. પણ બધા ડૉક્ટરને મળતા મળતા મોડું થઈ ગયું. તેની પાસે એટલો સમય ન હતો કે સભામાં જતા પહેલાં ઘરે જઈને બાળકોને નાસ્તો કરાવી શકે. તેથી, તે બાળકોને નજીકની રેસ્ટોરંટમાં ખાવા લઈ ગઈ. ત્યાં એક વૃદ્ધે મ્યરિયલને સવાલ કર્યો કે “આનું રહસ્ય શું છે?” તેમને શા માટે આવો સવાલ થયો?

તેઓ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે, એ વૃદ્ધ માણસે મ્યરિયલ પાસે આવીને કહ્યું: “તમે અહીં આવ્યા ત્યારથી હું તમને જોયા કરું છું. તમારાં બાળકો તો સાવ અલગ છે. તેઓ અહીં આવતા બીજા લોકોના બાળકો જેવા નથી. બીજાં બાળકો તો ટેબલ ખુરશી સાથે ધમાલ-મસ્તી કરતા હોય છે. તેઓ પોતાના પગ ટેબલ પર મૂકશે. ખુરશીને આમ-તેમ ખસેડશે. પરંતુ, તમારાં બાળકો બહુ જ શાંત છે. તેઓ કેટલી સારી રીતે બેઠા છે. એનું શું રહસ્ય છે?”

મ્યરિયલે કહ્યું: “અમે યહોવાહના સાક્ષી છીએ. હું અને મારા પતિ અમારાં બાળકોને નિયમિત બાઇબલમાંથી શીખવીએ છીએ. અમે જે કંઈ શીખીએ એને જીવનમાં ઉતારવા કોશિશ કરીએ છીએ.” આ માણસે તરત જ કહ્યું: “હું એક યહુદી છું. હું હોલોકોસ્ટમાંથી બચ્યો છું. જર્મનીમાં યહોવાહના સાક્ષીઓ પર થયેલો જુલમ મેં નજરે જોયો છે. ત્યાં પણ તેઓ એકદમ અલગ તરી આવતા હતા. ખરેખર, મને તમારાં બાળકોનું વર્તન બહુ જ ગમી ગયું. હવે તો મારે તમારા ધર્મ વિષે જાણવું જ પડશે.”

બાઇબલમાં બાળકોને ઉછેરવા વિષે બહુ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાઇબલમાંથી બીજા લોકોને પણ ફાયદો થઈ શકે છે. યહોવાહના સાક્ષીઓ એ વિષે રાજીખુશીથી શીખવવા તૈયાર છે. શું તમે શીખવા માંગો છો?