તમે કઈ રીતે સત્ય શીખવો છો?
તમે કઈ રીતે સત્ય શીખવો છો?
ઍરિકના મમ્મી-પપ્પા યહોવાહના સાક્ષીઓ છે. ઍરિક બચપણથી યહોવાહના સાક્ષીઓના કુટુંબમાં મોટો થયો હતો. ઍરિક હંમેશા તેના મમ્મી-પપ્પા સાથે બાઇબલ અભ્યાસ કરતો, નિયમિત મિટિંગોમાં જતો અને બીજાઓને પણ યહોવાહ વિષે પ્રચાર હતો. પરંતુ એક દિવસે તેણે તેના મમ્મી-પપ્પાને કહ્યું કે ‘મને યહોવાહના સાક્ષીનો ધર્મ પાળવો નથી.’ એ સાંભળીને તેઓ ચોંકી ગયા! તેના મમ્મી-પપ્પાએ સપનામાંય વિચાર્યું ન હતું કે ઍરિક આમ કહેશે. ઍરિક પછી ઘર છોડીને બીજે રહેવા ચાલ્યો ગયો. આ કડવા અનુભવથી તેના મમ્મી-પપ્પા જોઈ શક્યા કે ઍરિકના દિલમાં યહોવાહનું સત્ય ઊતર્યું જ ન હતું. એનાથી તેઓનું દિલ વીંધાય ગયું.
તમે કોઈની સાથે બાઇબલ સ્ટડી કરતા હોય અને તેઓ અભ્યાસ કરવાનું બંધ કરી દે તો, તેમને કેવું લાગશે? એવું ઘણા ભાઈ-બહેનોના કિસ્સામાં થયું છે. એમ થાય ત્યારે મનમાં સવાલ થાય છે: ‘હું કેમ જોઈ ન શક્યો કે મોડા-વહેલું એવું થશે? હું જેમની સાથે સ્ટડી કરું છું તેના દિલમાં યહોવાહનું સત્ય ઊતરે છે કે કેમ, એ કેવી રીતે પારખી શકું? તે અભ્યાસ કરવાનું બંધ કરી દે એ પહેલાં હું કેવી રીતે પારખી શકું કે તે એમ કરશે જ?’ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ખેડૂત વિષે વાર્તા કહી હતી. આમાંથી આપણને આ પ્રશ્નોના જવાબ મળશે.
ઈશ્વરનું સત્ય દિલમાં ઊતરવું જ જોઈએ
ઈસુએ કહ્યું: “બી તો દેવનું વચન છે. સારી ભોંયમાં પડેલાં [વાવેલાં બી] એ છે, કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રુડા દિલથી વચન ગ્રહણ કરે છે, ને ધીરજથી ફળ આપે છે.” (લુક ૮:૧૧, ૧૫) આ બતાવે છે કે યહોવાહના રાજ્ય વિષેનું સત્ય એક બી જેવું છે. એ બાઇબલ શીખનારના હૃદયમાં ઊતરે તો જ તે યહોવાહના માર્ગમાં ચાલશે. ઈસુ આપણને ગેરંટી આપે છે કે, વ્યક્તિના દિલમાં જો યહોવાહનું સત્ય ઊતરશે તો તેના કામો પરથી એ દેખાઈ આવશે. તેથી સવાલ થાય છે કે ‘આપણે શાની અપેક્ષા રાખવી જોઈએ?’
વ્યક્તિનું રૂપ નહિ પણ તેમનું દિલ કેવું છે એ આપણે જોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ બાઇબલ વાંચતું હોય, મિટિંગમાં અને પ્રચારમાં જતું હોય તો એનાથી આપણે પારખી શકતા નથી કે તેના દિલમાં શું ચાલે છે. (યિર્મેયાહ ૧૭:૯, ૧૦; માત્થી ૧૫:૭-૯) વ્યક્તિ યહોવાહનું સત્ય શીખતી જાય તેમ તેના વિચારો, ઇચ્છાઓ અને વલણો પર ઊંડી અસર પડવા લાગશે. એનાથી આપણે પારખી શકીશું કે તેના જીવનમાં શું મહત્ત્વનું છે. તે જેમ જેમ સત્ય શીખતી જાય તેમ તેના સ્વભાવ અને વાણી-વર્તનમાં ફેરફાર દેખાવા લાગશે. (એફેસી ૪:૨૦-૨૪) દાખલા તરીકે જ્યારે પાઊલે થેસ્સાલોનીકીમાં પ્રચાર કર્યો ત્યારે ત્યાંના ઘણા લોકોએ એ એવી રીતે સ્વીકાર્યું કે ‘તે જાણે ઈશ્વરનું વચન હોય.’ તોપણ એનાથી એ પુરવાર થતું ન હતું કે ઈશ્વરનું વચન તેઓના હૃદય સુધી પહોંચ્યું છે. તેઓએ દુઃખ-તકલીફો સહીને અંત સુધી યહોવાહની સેવા કરતા રહેવાની જરૂર હતી. એનાથી પુરાવો થાત કે તેઓ યહોવાહના ભક્તો છે.— ૧ થેસ્સાલોનીકી ૨:૧૩, ૧૪; ૩:૬.
આપણે જેમની સાથે અભ્યાસ કરીએ છીએ તેના દિલમાં શું છે એ આપણને વહેલા કે મોડા ખબર તો પડશે જ. જેમ ઍરિકના કિસ્સામાં થયું. (માર્ક ૭:૨૧, ૨૨; યાકૂબ ૧:૧૪, ૧૫) ઘણી વાર વ્યક્તિની કુટેવો વિષે બહું જ મોડેથી ખબર પડે છે. તેઓ માટે એમાંથી છટકવું કદાચ મોડું થઈ ગયું હોય શકે. એવું થાય તે પહેલાં આપણે એના ચિહ્નો પારખવા જોઈએ. જોકે એમ કરવું કંઈ સહેલું નથી. તોપણ આપણે જો એ ચિહ્નો પારખી શકીશું તો તેને સમયસર મદદ આપી શકીશું. તેથી સવાલ થાય છે કે ‘તેના મનમાં શું છે એ આપણે કેવી રીતે પારખી શકીએ?’
ઈસુ પાસેથી શીખો
ઈસુ પારખી શકતા હતા કે લોકોના દિલમાં શું છે. (માત્થી ૧૨:૨૫) પરંતુ આપણે એમ પારખી શકતા નથી. તેમ છતાં ઈસુએ આપણને એવી રીત શીખવી છે, જેનાથી આપણે પણ વ્યક્તિના વિચારો, ધ્યેયો અને ભાવનાઓ પારખી શકીએ. તેમ જ તેના જીવનમાં શું મહત્ત્વનું એ પણ પારખી શકાય. જેવી રીતે એક ડૉક્ટર દર્દીને જુદી જુદી રીતે તપાસીને પારખી શકે છે કે તેના હૃદયમાં શાની તકલીફ છે. એવી જ રીતે ઈસુ પણ શાસ્ત્રનો ઉપયોગ કરીને લોકોના ‘હૃદયના વિચારોને તથા ભાવનાઓ પારખી’ લેતા. જ્યારે સામાન્ય લોકો એમ કરી શકતા ન હતા.—નીતિવચનો ૨૦:૫; હેબ્રી ૪:૧૨.
દાખલા તરીકે એક વાર ઈસુએ પીતરને તેની નબળાઈ વિષે સચેત કર્યા. તોપણ પીતરે પછીથી ઠોકર ખાધી હતી. ઈસુ જાણતા હતા કે પીતર તેને બહુ ચાહતા હતા. તેથી ઈસુએ પીતરને “આકાશના રાજ્યની કૂંચીઓ” આપી હતી. (માત્થી ૧૬:૧૩-૧૯) ઈસુ એ પણ જાણતા હતા કે શેતાનને તેમના શિષ્યો કાંટાની જેમ ખૂંચતા હતા. આવતા દિવસોમાં શેતાન તરફથી તેઓ પર સખત દબાણો આવશે. ઈસુ જાણતા હતા કે તેમના અમુક શિષ્યોનો વિશ્વાસ નબળો છે. તેથી તેમણે તેઓને જણાવ્યું હતું કે વિશ્વાસ દૃઢ કરવા શું કરવું જોઈએ. ઈસુએ તેઓ સાથે કેવી રીતે વાત કરી હતી? ચાલો એ આપણે જોઈએ.
માત્થી ૧૬:૨૧ કહે છે: ‘ત્યાર પછી ઈસુ તેમના શિષ્યોને સ્પષ્ટ જણાવવા લાગ્યા કે મને ખૂબ દુઃખ સહેવું પડશે અને મને મારી નાખવામાં આવશે.’ (પ્રેમસંદેશ) ઈસુ તેમના શિષ્યોને ફક્ત મોઢે જણાવ્યું જ નહિ પણ તેઓને શાસ્ત્રમાંથી બતાવ્યું. તેમણે મોટે ભાગે ગીતશાસ્ત્ર ૨૨:૧૪-૧૮ અથવા યશાયાહ ૫૩:૧૦-૧૨ જેવી કલમોનો ઉપયોગ કર્યો હશે. એમાંથી તેમણે બતાવ્યું કે મસીહ પર શું શું વિતશે અને કેવી રીતે તેને મારી નાખવામાં આવશે. આપણે કહી શકતા નથી કે ઈસુએ શાસ્ત્રમાંથી એ કલમો વાંચી હતી કે ફક્ત ટાંકી હતી. તેમ છતાં આપણે એ જાણીએ છીએ કે ઈસુએ પીતર અને બીજા શિષ્યોને દિલ ખોલીને પોતાના વિચારો જણાવવા તક આપી હતી. તેઓ પર સતાવણી આવશે ત્યારે તેઓ શું કરશે એ પણ તેમણે તેઓની પાસેથી જાણી લીધું હતું.
આપણે જાણીએ છીએ કે પીતર હિંમતવાન હતા. તેમ જ બોલવામાં તે ઉતાવળા હતા. તેથી, તેમણે એક વાર પોતાના મનમાં જે હતું તે બોલી નાખ્યું. “પીતર તેને [ઈસુને] એક બાજુએ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો, ને કહ્યું, કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે; એવું તને કદી થશે નહિ.” આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે પીતરના વિચારો ખોટા હતા. તેથી ઈસુએ પીતરને કહ્યું કે “દેવની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.” એમ કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે! ઈસુએ શું કર્યું? પીતરને ઠપકો આપ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.” ઈસુએ ગીતશાસ્ત્ર ૪૯:૮; ૬૨:૧૨ના મુખ્ય વિચારો જણાવીને તેઓને પ્રેમથી યાદ કરાવ્યું હશે કે કોઈ મનુષ્ય આપણને મોતના મોંમાંથી બચાવીને કાયમ જીવાડી શકે એમ નથી. ફક્ત યહોવાહ જ એમ કરી શકે છે.—માત્થી ૧૬:૨૨-૨૮.
જોકે એક વાર પીતર થોડા ગભરાઈ ગયા હોવાથી તેમણે ઈસુનો ત્રણ વાર નકાર કર્યો હતો. એ પહેલાં ઈસુએ તેમની સાથે અનેક વાર આ રીતે પ્રેમથી ચર્ચા કરી હતી. એનાથી તેઓને સતાવણી સહેવા અને વિશ્વાસમાં પાછા અડગ બનવા ખૂબ જ મદદ મળી હશે. (યોહાન ૨૧:૧૫-૧૯) ઈસુને મારી નાખવામાં આવ્યા એના પચાસ દિવસ પછી પીતરે યરૂશાલેમમાં મોટા ટોળાની આગળ હિંમતથી જોરદાર પ્રવચનમાં જણાવ્યું કે ઈસુને સજીવન કરવામાં આવ્યા છે. વર્ષો સુધી પીતર એમ પ્રચાર કરતા રહ્યા. તેથી તેમને વારંવાર ગિરફતાર કરવામાં આવ્યા, જેલ થઈ અને માર ખાધો. તોપણ તે ડર્યા વગર યહોવાહની સેવા કરતા રહ્યા. તેમણે આપણી માટે કેવું સુંદર ઉદાહરણ બેસાડ્યું!—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪-૩૬; ૪:૧૮-૨૧; ૫:૨૯-૩૨, ૪૦-૪૨; ૧૨:૩-૫.
ઈસુએ જે રીતે પીતરની નબળાઈ ખુલ્લી પાડી એમાંથી આપણે શું શીખી શકીએ? પ્રથમ તો પીતરને લાગુ પડે એવી ઈસુએ શાસ્ત્રમાંથી અમુક કલમો પસંદ કરી. ત્યાર પછી, પીતરને પોતાના વિચારો જણાવવાની તક આપી. પછી ઈસુએ પીતરને બીજી અમુક કલમોથી સલાહ આપીને હકીકત સમજવા મદદ કરી. તમને કદાચ એવું લાગી શકે કે ‘આ રીતે તો હું કોઈને શીખવી શકું એમ નથી.’ તોપણ તમે
હિંમત ન હારશો! ચાલો આપણે બે અનુભવો લઈએ. એમાંથી આપણને જોવા મળશે કે આપણે જો યહોવાહને પ્રાર્થના કરીએ, સારી તૈયારી કરીએ, તો તે આપણને ઈસુને પગલે ચાલવા ચોક્કસ મદદ કરશે.દિલ પારખવા યોગ્ય સવાલ કરો
એક ભાઈ યહોવાહનો સાક્ષી છે. તે બે છોકરાનો બાપ છે. છોકરાઓની ઉંમર છ અને સાત વર્ષની છે. તેઓએ પોતાના ટીચરના ટેબલ પરથી ચોકલેટ ચોરી હતી. તેઓના પપ્પાને એની ખબર પડી ત્યારે તેમણે એવું ન વિચાર્યું કે ‘એમાં શું થયું? એ તો છોકરાં છે.’ એના બદલે તેમણે તેઓને પ્રેમથી સમજાવ્યું કે ચોરી કરવી કેમ ખોટું છે. તે ભાઈ કહે છે: “મેં તેઓને પૂછ્યું કે તેઓએ ચોરી કેમ કરી?”
પછી એ ભાઈએ તેઓને પૂછ્યું કે ‘યહોશુઆના સાતમા અધ્યાયમાં આખાને શું કર્યું હતું? અને પછી શું થયું એ મને કહેશો?’ બાળકો તરત જ સમજી ગયા કે તેઓએ ખોટું કામ કર્યું છે. આથી તેઓએ તરત જ માફી માગી. પછી તેઓ પાસે એફેસી ૪:૨૮ વંચાવી. જે કહે છે: “જો કોઈ ચોરી કરતો હોય તો હવેથી તે ચોરી ન કરવાનું બંધ કરે અને પોતાના હાથે પ્રમાણિકપણે કામ કર, જેથી જેઓને જરૂર છે તેઓને તે મદદ કરી શકે.” (IBSI) પછી તે ભાઈએ બાળકોને ચોકલેટ લઈ આપી. જેથી તેઓ પોતાના ટીચરને પાછી આપે. એમ કરવાથી તેઓના દિલ પર શાસ્ત્રની ઊંડી અસર થઈ.
તે ભાઈ કહે છે: “અમને એક વાર ખબર પડે કે બાળકોના દિલમાં ખોટી ભાવનાઓ જાગે છે. એટલે તરત જ અમે તેઓના મનમાંથી ખોટી ભાવનાઓ દૂર કરવા લાગીએ છીએ. ખોટું કેમ ન કરવું જોઈએ એ સમજાવતા જઈને તેઓના દિલમાં સારી ભાવનાઓ જાગૃત કરીએ છીએ.” આ મા-બાપે પોતાના દીકરાઓને ઈસુની જેમ યહોવાહનું જ્ઞાન શીખવ્યું હોવાથી એના સારા પરિણામો આવ્યા. ઘણા વર્ષો પછી અમેરિકામાં આવેલી યહોવાહના સાક્ષીઓની બેથેલે એ ભાઈના છોકરાઓને ત્યાં સેવા આપવા માટે બોલાવ્યા. એમાંથી એક હજુ પણ પચીસ વર્ષથી સેવા આપી રહ્યો છે.
ચાલો હવે આપણે એક બહેનનો દાખલો લઈએ. તેમણે એક બાઈને બાઇબલમાંથી સત્ય શીખવા મદદ કરી. એ બાઈ અમુક સમયથી સત્ય શીખતી હતી. સભાઓમાં જતી હતી. તેમ જ પ્રચારમાં પણ ભાગ લેતી. એ બાઈએ આપણી બહેનને કહ્યું કે ‘મને બાપ્તિસ્મા લેવું છે.’ તેમ છતાં તે યહોવાહ પર આધાર રાખવાને બદલે પોતાના પર વધારે ભરોસો રાખતી હતી. “તે કુંવારી હતી અને એકલી રહેતી હતી. તેને જે મનમાં આવતું એમ જ કરતી.” આપણી બહેન કહે છે: “તેને જોઈને મને લાગતું કે ક્યાં તો તે ગાંડી થઈ જશે અથવા તો સત્યમાં ઠંડી થઈ જશે. તેની મને બહું જ ચિંતા થતી.”
તેને મદદ કરવા આપણી બહેને પગલાં લીધાં. તેણે તેમની સાથે માત્થી ૬:૩૩ વાંચીને ચર્ચા કરી. તેના જીવનમાં જરૂરી ફેરફાર કરવા ઉત્તેજન આપ્યું. જેથી તે યહોવાહનું રાજ્ય પોતાના જીવનમાં પ્રથમ મૂકતાં શીખે. તેમ જ યહોવાહ તેના સમયમાં બધું જ થાળે પાડશે એમ ભરોસો રાખતાં શીખે. પછી આપણી બહેને તે બાઈને સીધો જ સવાલ કર્યો: “તમે એકલા રહો છો એનાથી બીજા પર તેમ જ યહોવાહ પર ભરોસો રાખવો સહેલું છે કે અઘરું?” તે બાઈએ કહ્યું: ‘અઘરું. ખરું કહું તો હું બહું પ્રાર્થના પણ કરતી નથી.’ પછી આપણી બહેને તેની સાથે ગીતશાસ્ત્ર ૫૫:૨૨મી કલમ વાંચી. જે કહે છે: “તારો બોજો યહોવાહ પર નાખ.” પછી એ કલમ પ્રમાણે યહોવાહ પર ભરોસો રાખવા તેણે ઉત્તેજન આપ્યું. વળી ૧ પીતર ૫:૭ આપણને ખાતરી આપે છે કે ‘તે આપણી સંભાળ રાખશે.’ આપણી બહેન કહે છે: ‘તે બાઈને આ રીતે સમજાવવાથી તેની આંખોમાં આંસુ આવી ગયાં.’ એ કલમોના શબ્દોથી તેના દિલ પર ઊંડી અસર થઈ.
તમે સત્યમાં છો એનો પુરાવો કરો
આપણી સાથે બાઇબલ સ્ટડી કરનારાઓ યહોવાહનું સત્ય પોતાના જીવનમાં ઉતારે છે, એ જોઈને આપણને કેટલો આનંદ થાય છે! આપણે જો બીજાઓને યહોવાહનું સત્ય શીખવવા ચાહતા હોઈએ તો તેઓ માટે આપણે સારું યહુદા ૨૨, ૨૩) આપણે દરેકે ‘ભય તથા કંપારીસહિત આપણું તારણ સાધી લેવા પ્રયત્ન કરતા’ રહેવું જોઈએ. (ફિલિપી ૨:૧૨) એનો અર્થ થાય કે આપણે દરરોજ બાઇબલ વાંચીને એના પર ઊંડો વિચાર કરવો જોઈએ. એમ કરવાથી આપણે પારખી શકીશું કે પોતાને ક્યાં સુધારો કરવો જોઈએ. જેથી પોતે ખોટી ભાવનાઓ, વિચારો અને લાગણીઓ દૂર કરી શકીએ.—૨ પીતર ૧:૧૯.
ઉદાહરણ બેસાડવું જોઈએ. (દાખલા તરીકે શું તમે બાઇબલ અભ્યાસ કરવામાં, લોકોને પ્રચાર કરવામાં અને મિટિંગમાં જવામાં ઠંડા પડી ગયા છો? જો પડી ગયા હોવ તો શા માટે? એમાંનું એક કારણ હોય શકે કે તમે કદાચ પોતાના પર વધારે પડતો ભરોસો રાખતા હોવ. એવું છે કે નહિ એ તમે કઈ રીતે પારખી શકો? હાગ્ગાય ૧:૨-૧૧, વાંચો. યહૂદીઓ ગુલામીમાંથી છૂટીને પોતાના વતનમાં પાછા ગયા ત્યારે તેઓને સુધારવા યહોવાહે શું કર્યું એનો વિચાર કરો. પોતાને પૂછો: ‘આવતા દિવસો માટે શું હું પૈસા-ટકાની ચિંતામાં ડૂબી ગયો છું? જો હું યહોવાહના રાજ્યને મારા જીવનમાં પ્રથમ મૂકું તો તે મારા કુટુંબની જરૂરિયાતો પૂરી પાડશે, એવો મને ભરોસો છો? કે પછી હું જ કંઈક છું એવું પોતાને માનું છું?’ જો તમને તમારા વિચારો કે ભાવનાઓમાં ફેરફાર કરવાની જરૂર દેખાય તો જરાય મોડું કરશો નહિ. પૈસા કે ધનદોલતના દાસ બનવાને બદલે માત્થી ૬:૨૫-૩૩, લુક ૧૨:૧૩-૨૧ અને ૧ તીમોથી ૬:૬-૧૨માં મળી આવતી સલાહ પ્રમાણે ચાલીએ. પછી આપણે હંમેશાં યહોવાહના આશીર્વાદો પામતા રહીશું.—માલાખી ૩:૧૦.
આ રીતે જો આપણે પોતાનું દિલ તપાસીએ તો પોતાના વિષે ઘણું જ શીખવા મળશે. એ જ રીતે, જેમની સાથે તમે સ્ટડી કરતા હોવ તેઓને પોતાના સ્વભાવમાં કે બીજી કોઈ બાબતમાં સુધારો કરવાની જરૂર હોય તો તેઓને જણાવતા અચકાશો નહિ. એમ કરવાથી તમે તેઓને મોતના મોંમાંથી બચાવી શકશો.—ગલાતી ૬:૧.
તમે જો કોઈને સુધારો કરવા મદદ કરતા હોવ પણ તેઓ એમ ન કરે તો શું? હિંમત હારશો નહિ! કોઈના પણ દિલમાંથી ખોટા વિચારો દૂર કરવા કંઈ રમત વાત નથી. એ ઘણો જ સમય માગી લે છે. તેઓ એમ ન કરે તો એનાથી કંટાળી પણ જઈ શકે. એ જ સમયે એના સારા પરિણામો આવી શકે છે.
આપણે શરૂઆતમાં ઍરિકની વાત કરી હતી. એ તમને યાદ હશે. અમુક સમય પછી તેને ભાન થયું અને ફરીથી તે ‘સત્યમાં ચાલવા’ લાગ્યો. (૨ યોહાન ૪) તે કહે છે: “મેં શું ગુમાવ્યું છે એનું ભાન થયું નહિ ત્યાં સુધી મને ફરી યહોવાહની સેવા કરવાનું મન થતું ન હતું.” તેના હૃદયમાં શું છે એ જાણવા તેના મમ્મી-પપ્પાએ ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. ઍરિકને એ જરાય ગમ્યું ન હતું. તોપણ તેઓની મદદથી તે આજે ફરી દિલથી યહોવાહની સેવામાં આનંદ માણી રહ્યો છે. તે કહે છે: “મારા મમ્મી-પપ્પાએ મને બહું જ પ્રેમ બતાવ્યો છે. તેઓએ કદી મને નફરત બતાવી ન હતી.”
આપણે પોતાના બાળકને કે બીજા કોઈને શીખવતા હોઈએ ત્યારે કાયમ બાઇબલ વાપરવું જોઈએ. એમાં યહોવાહનું સત્ય છે. એમ કરવાથી આપણે તેઓને યહોવાહ જેવો પ્રેમ બતાવી શકીશું. (ગીતશાસ્ત્ર ૧૪૧:૫) એમ કરવાથી તમે પારખી શકશો કે તેઓ જે શીખે છે એ તેઓના દિલમાં ઉતારે છે કે કેમ? તેમ જ બીજાઓને શીખવીએ તે પહેલાં એ સત્ય પોતાના દિલમાં હોવું જોઈએ! એવું હશે તો આપણે બાઇબલમાંથી યોગ્ય કલમો શોધીને તેઓને મદદ કરી શકીશું.—૨ તીમોથી ૨:૧૫.
[પાન ૨૯ પર ચિત્ર]
ઈસુના શબ્દો પરથી પીતરની નબળાઈ દેખાઈ આવી
[પાન ૩૧ પર ચિત્ર]
તેઓના દિલમાં શું છે એ પારખવા બાઇબલ વાપરો