સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જ્યારે કોઈ ભૂખ્યું નહિ હોય

જ્યારે કોઈ ભૂખ્યું નહિ હોય

જ્યારે કોઈ ભૂખ્યું નહિ હોય

ખમરો ઘટાડવા ‘સંયુક્ત રાષ્ટ્ર’ સંસ્થાએ ‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની’ વ્યવસ્થા કરી છે. તેઓની ગણતરી પ્રમાણે આખી દુનિયામાં લગભગ ૮૦ કરોડ લોકો ભૂખે મરે છે. એમાં ખાસ કરીને બાળકોનો સમાવેશ થાય છે. આ સંસ્થાના જણાવ્યા પ્રમાણે આજે ઘણા વિકસિત દેશો પોતાની સંપત્તિ, ભૂખમરાને નહિ પરંતુ આંતકવાદ અને બીજી સમસ્યાઓ દૂર કરવા ઉપયોગમાં લે છે. પરંતુ, ચેપી બીમારીઓને લીધે પણ આ સમસ્યાઓ તો વધતી જ જાય છે. આ સંસ્થાનો આખી દુનિયાની સ્કૂલોમાં ખોરાકની ગોઠવણ વિષેનો રિપોર્ટ, (અંગ્રેજીમાં) આફ્રિકામાં ફેલાયેલા એઇડ્‌સ વિષે કહે છે: ‘માબાપની આખી પેઢી એઇડ્‌સને લીધે ખતમ થઈ રહી છે. બાળકોએ પોતાનું ભરણ-પોષણ જાતે જ કરવું પડે છે. એમાંના મોટા ભાગના બાળકોને ખેતીવાડી આવડતી નથી કે બીજા કોઈ પ્રકારની આવડતો તેમની પાસે હોતી નથી, કે જે તેઓ માબાપ પાસેથી શીખતા હોય છે.’

‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે’ બાળકોને સ્કૂલમાં દિવસના એક ટંકનું ખાવાનું આપવાની યોજના કરી છે. આમ, આ ગોઠવણનો ધ્યેય, ભૂખમરો ઓછો કરવાનો અને તરુણોને શીખવવાનો છે કે એઇડ્‌સ કેવી રીતે અટકાવી શકાય.

આ પ્રોગ્રામ શરૂ થયેલા વિસ્તારોમાં બાળકોને સારો ખોરાક આપવામાં આવે છે. તેમ જ, શારીરિક સ્વચ્છતાની તાલીમ અને બીજી મદદ પણ આપવામાં આવે છે. પરિણામે લોકોની રહેણી-કરણીમાં ફેરફારો જોવા મળ્યા છે કે જેના લીધે એઇડ્‌સનો ફેલાવો ઓછો થયો છે.

પરંતુ, દુઃખની વાત છે કે માણસો આવી સમસ્યાઓને જડમૂળથી કાઢી શકતા નથી, અથવા તો તેમના ધ્યેયો અધૂરા રહી જાય છે. પરંતુ, શાસ્ત્ર આપણને વચન આપે છે કે ભૂખમરા જેવી સમસ્યાને જડમૂળથી કાઢી નાખવામાં આવશે. ગીતશાસ્ત્ર ૭૨:૧૬ કહે છે: “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” યહોવાહ પરમેશ્વરના રાજ્યમાં લોકો તેમને કહેશે કે: ‘તમે પૃથ્વીની મુલાકાત લો છો, ભૂમિને પાણીથી સિંચો છો અને તેને ફળદ્રુપ બનાવો છો. જેથી લોકોને અનાજની મબલક ફસલ મળે. આ માટે તમે ભૂમિને તૈયાર કરો છો.’—ગીતશાસ્ત્ર ૬૫:૯, IBSI.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

WFP/Y. Yuge