બેરલબર્ગ બાઇબલ
બેરલબર્ગ બાઇબલ
જર્મન લ્યૂથરન ચર્ચમાં ૧૭મી અને ૧૮મી સદીમાં એક ચળવળ શરૂ થઈ. એ પીઅટીઝમ નામની ધાર્મિક ચળવળ હતી. એમાં એ ધર્મમાં માનનારા કેટલાક અનુયાયીઓની ઠઠ્ઠામશ્કરી કે સતાવણી કરવામાં આવતી હતી. કેટલાય પીઅટીઝમ પંડિતોએ બેરલબર્ગમાં આશરો લીધો. આ ફેંકફર્ટ એમ મેઈનની કંઈક ૧૫૦ કિલોમીટર ઉત્તરે આવેલું છે. તેઓને કાઉન્ટ કાઝીમીર વોન વીટગંશ્ટઈન નામના એક પ્રખ્યાત માણસે આશરો આપ્યો. તેને ધર્મમાં બહુ આસ્થા હતી. બેરલબર્ગમાં આ પ્રચારકો અને પંડિતોના લીધે બાઇબલનું નવું ભાષાંતર કરવામાં આવ્યું. એને આજે બેરલબર્ગ બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કઈ રીતે આ બાઇબલનું ભાષાંતર કરવું શક્ય બન્યું?
આશરો શોધનારાઓમાં જોહાન હોગ નામના વિદ્વાન પણ હતા. તેમણે સ્ટ્રાસબુર્ગમાં પોતાનું ઘર છોડવું પડ્યું હતું, કેમ કે ત્યાનાં ધર્મશાસ્ત્રીઓ તેમને અમુક પ્રકારના ધાર્મિક બંધન રાખતા હતા. હોગ સારું ભણેલા ગણેલા હતા. તેમ જ તેમની પાસે ભાષાનું સારું જ્ઞાન હતું. તેમણે બેરલબર્ગના બીજા વિદ્વાનોને જણાવ્યું કે ‘લ્યૂથરના ભાષાંતરને સુધારવાની, પરમેશ્વરના શબ્દનો પૂરેપૂરો અર્થ સમજાવવાની’ તેમની તીવ્ર ઇચ્છા છે. આવું બેરલબર્ગ બાઇબલનો ઇતિહાસમાં (અંગ્રેજી) નોંધવામાં આવ્યું છે. તેમનો ધ્યેય હતો કે એવું બાઇબલ તૈયાર કરે, જેમાં કલમોની સમજણ આપતી નોંધ અને ટીકા હોય. જેથી, સામાન્ય લોકો પણ એને સમજી શકે. હોગે યુરોપના દેશના બીજા વિદ્વાનો પાસે પણ મદદ માંગી. આમ તેમણે ૨૦ વર્ષનો પ્રોજેક્ટ બનાવ્યો. બેરલબર્ગનું બાઇબલ ૧૭૨૬માં પ્રકાશિત થયું. એમાં અસંખ્ય નોંધ હોવાના લીધે આઠ ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવ્યું.
બેરલબર્ગના બાઇબલમાં ખરેખર કેટલાક સરસ મુદ્દાઓ છે. દાખલા તરીકે, એમાં નિર્ગમન ૬:૨, ૩ આ પ્રમાણે વંચાય છે: “વધુમાં પરમેશ્વરે મૂસા સાથે બોલતા કહ્યું: હું પ્રભુ છું! મેં ઈબ્રાહીમને તથા ઈસ્હાકને તથા યાકૂબને સર્વસમર્થ દેવ તરીકે દર્શન દીધું: પરંતુ યહોવાહ એ મારા નામથી તેઓ મને ઓળખતા ન હતા.” એ કલમની નોંધ સમજાવે છે: “આ નામ યહોવાહ . . . , એ મહાન નામ છે. એ તેમનું નામ જ બતાવે છે.” યહોવાહ પરમેશ્વરનું વ્યક્તિગત નામ નિર્ગમન ૩:૧૫ અને ૩૪:૬ની ટીકાઓમાં પણ જોવા મળે છે.
આમ, બેરલબર્ગ બાઇબલ જર્મન બાઇબલની હરોળમાં આવ્યું. એમાં યહોવાહનું નામ કલમમાં, કલમોની સમજણ આપતી ફૂટનોટ અને ટીકામાં જોવા મળે છે. આધુનિક ભાષામાં ભાષાંતર કરવામાં આવેલું બીજું એક બાઇબલ પણ પરમેશ્વરના નામને યોગ્ય માન આપે છે. આ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે કે જે યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કર્યું છે.