સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાબાના પાટનગરમાં ગયા

સાબાના પાટનગરમાં ગયા

સાબાના પાટનગરમાં ગયા

ડચની સત્તા હેઠળ આવેલો સાબા ટાપુ અગાઉ લૂંટારાઓનું મુખ્ય મથક હતો. તેઓ લૂંટ કરવા કૅરિબિયન સમુદ્રમાં જતા હતા. આ નાનો ટાપુ પોર્ટો રિકોના પૂર્વે ૨૪૦ કિલોમીટરે આવેલો છે. એની વસ્તી કંઈક ૧,૬૦૦ની છે. એમાંથી પાંચ યહોવાહના સાક્ષીઓ છે. આ સાહસિક સેવકો લૂંટવા માટે નહિ પણ એનાથી કંઈ વધારે મૂલ્યવાન બાબત શોધવા નીકળે છે. તેઓ ખંતપૂર્વક ‘અનંતજીવનને સારૂ નિર્માણ થએલાઓને’ શોધે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.

જૂન ૨૨, ૧૯૫૨માં સૌ પ્રથમ રાજ્યના સુસમાચાર સાંભળવામાં આવ્યા. અઢાર મીટરના હોડકાંમાં યહોવાહના સાક્ષીઓએ સાબા ટાપુ પર લંગર નાખ્યું. (માત્થી ૨૪:૧૪) ગેસ્ટ માકી અને સ્ટેન્લી કારટર નામના મિશનરિઓ ત્યાં આવ્યા. હોડકાંમાંથી ઊતર્યા પછી, તેઓ પથ્થરના બનેલા ૫૦૦ પગથિયાં ચઢીને સાબા ટાપુના પાટનગરમાં આવ્યા. એનુ નામ બોટમ છે. * વર્ષો સુધી ફક્ત આ સાંકડા માર્ગેથી આ ટાપુ પર જવાતું હતું.

યહોવાહના સાક્ષીઓની ૧૯૬૬ની યરબુકમાં સાબા ટાપુ પર પહેલી વાર પ્રચાર કર્યા હોવાનો અહેવાલ હતો. આ અહેવાલ પ્રમાણે, સાબામાં ફક્ત એક જ યહોવાહનો સાક્ષી હતો. ત્યાર પછી, કૅનેડાથી આવેલા એક કુટુંબે વર્ષો સુધી અહીં રાજ્યના સુસમાચાર ફેલાવ્યા. થોડા સમય પહેલા યૂનાઈટેડ સ્ટેટ્‌સથી એક યુગલ, રસલ અને કૅથી, સાબામાં ગયા. ત્યાં તેઓએ પ્રચાર કાર્ય કર્યું. ચાલો આપણે તેમની પાસેથી જ સાંભળીએ.

સાબા ટાપુની મુલાકાત

હું અને મારી પત્ની વિમાનની મુસાફરી કરીને આ ટાપુ પર પહોંચ્યા. અહીં ભાઈ રોનાલ્ડ રહેતા હતા, કે જેના અમે મહેમાન હતા. તે આ ટાપુ પર ૧૯૯૦થી ૧૯૯૯ સુધી એકલા જ સાક્ષી હતા. આ ભાઈ અમને ઍરપોર્ટ પર લેવા આવ્યા. અમે તેમના માટે એક ખોખું ભરીને શાકભાજીની ભેટ લાવ્યા હતા. તેથી, તે ઘણા ખુશ થઈ ગયા. કારણ કે આ ટાપુ પર કોઈ વેપાર માટે ખેતી થતી નથી. અમે એક નાના ટ્રકમાં સામાન ભર્યો. ત્યાર પછી ધીમે ધીમે વાંકાચૂંકા રસ્તેથી માઉન્ટ સિનેરીના લુપ્ત થઈ ગયેલા જ્વાળામુખીની ટોચે પહોંચ્યા.

અમે હેલ્સ ગેટ ગામમાં આવ્યા. રોનાલ્ડ જાહેર નોટિસ બોર્ડ જોવા ગયા કે ત્યાં હજુ સુધી રવિવારના જાહેર ટૉકનું આમંત્રણ રાખવામાં આવ્યું છે કે નહિ. એ આમંત્રણ ત્યાં જોઈને અમને ઘણો આનંદ થયો. ત્યાર પછી અમે આ ટાપુના સૌથી મોટા ગામ, વિન્ડવોરસાઈડ ગયા. નામ પ્રમાણે જ આ રમણીય ગામ એવી સ્થિતિમાં આવેલું છે કે જ્યાંથી પુષ્કળ હવા આવતી-જતી હોય. એ ગામ દરિયાઈ સ્તરેથી કંઈક ૪૦૦ મીટર ઊંચાઈએ આવેલું છે. અમે રોનાલ્ડના ઘરમાં પ્રવેશતા જ યહોવાહના સાક્ષીઓનું રાજ્યગૃહ એવું પાટિયું જોયું.

મને હંમેશા પ્રશ્ન થતો હતો કે તેઓ આ ટાપુ પર કેવી રીતે આવ્યા હશે, જેના લીધે અમે અહીં આવ્યા હતા. આથી, આખરે બપોરના ભોજન સમયે મેં પૂછ્યું, “તમે પ્રચાર માટે સાબા ટાપુ પર કેવી રીતે આવ્યા?”

રોનાલ્ડે કહ્યું, “મને અને મારી પત્નીને પરદેશમાં સેવા કરવામાં ઘણો રસ હતો. પરંતુ, ૧૯૯૩માં પોર્ટો રિકોમાં યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચનું બાંધકામ પૂરું થતા, અમારું કામ પૂરું થયું. તેથી, અમે અહીં આવવા વિષે પોર્ટો રિકોની બ્રાન્ચ કમિટી સાથે વાત કરી. જોકે, અમે પહેલા બીજા એક પાયોનિયર યુગલ સાથે સાબા ટાપુની મુલાકાત લીધી હતી. ત્યારે અમને જાણવા મળ્યું હતું કે અહીં ૧,૪૦૦ લોકો રહે છે પરંતુ કોઈ યહોવાહનું સાક્ષી નથી.

“છેવટે અમને અહીં આવવાની પરવાનગી મળી. પરંતુ દુઃખની બાબત છે કે બે વર્ષમાં મારી પત્ની બહુ બીમાર પડી અને અમારે પાછું કૅલિફૉર્નિયા જવું પડ્યું. તેના મરણ પછી, હું પાછો સાબા ટાપુ પર આવ્યો. કેમ કે મને એક વાર કામ શરૂ કર્યા પછી પૂરું ન કરું એ જરાય ગમતું નથી.”

સાબા ટાપુ પર ઘર-ઘરનું પ્રચાર કાર્ય

રોનાલ્ડનું ઘર સો વર્ષ જૂનું છે. એમના બેઠક રૂમનો પહેલાં રાજ્યગૃહ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. * અમે સવારે ચા-નાસ્તો કરતા કરતા પ્રચારમાં જવાની તૈયારી કરી. પસાર થતા વાદળાના વરસાદથી ખુલ્લું રસોડું પલળી ગયું. નાસ્તા પછી, અમે બોટમ ગામમાં ઘરઘરના પ્રચાર માટે નીકળી પડ્યા. દરેક ઘરે, રોનાલ્ડ ઘરમાલિકને નામથી બોલાવતા. અમે રોજના બનાવો વિષે ચર્ચા કરતા. મોટા ભાગના લોકો રોનાલ્ડ અને તેમના પ્રચાર કાર્યથી જાણકાર હતા. ઘણા લોકો તરત જ બાઇબલ સાહિત્ય લઈ લેતા હતા.

જો તમે ગામના લોકોથી સારી રીતે પરિચિત ન બનો તો, પ્રચાર કાર્યમાં રસ બતાવે તેઓની નોંધ રાખવી મુશ્કેલ થઈ જાય. શા માટે? ભાઈ રોનાલ્ડ કહે છે, “કાયદા પ્રમાણે દરેકના ઘરનો રંગ એક સરખો જ હોવો જોઈએ.” મેં પણ પછી ધ્યાન આપ્યું તો, દરેક ઘરનો રંગ સફેદ અને એનું છાપરું લાલ રંગનું છે.

બાઇબલ ચર્ચા પૂરી કર્યા પછી, અમે ઘરમાલિકને રવિવારે રાજ્યગૃહમાં ટૉક સાંભળવા માટે આવવાનું આમંત્રણ આપતા. રોનાલ્ડ પોતે દર અઠવાડિયે ટૉક આપે છે. તે હાલમાં, ૧૭ બાઇબલ અભ્યાસો ચલાવી રહ્યા છે. વર્ષ ૨૦૦૪માં ઈસુના મરણના સ્મરણપ્રસંગે વીસ લોકોએ હાજરી આપી. ભલે એ સંખ્યા નાની લાગતી હોય પણ એ સાબા ટાપુની વસ્તીના ૧ ટકા છે!

ખરેખર, યહોવાહના સાક્ષીઓ ઉત્સાહથી લોકોને ખુશખબરી આપે છે. પછી ભલે એ સાબા જેવો એકદમ નાનો ટાપુ હોય કે પછી મોટો દેશ હોય, તેઓ ‘સર્વ દેશનાઓને શિષ્ય બનાવવાનું’ કાર્ય વિશ્વાસુપણે કરે છે.—માત્થી ૨૮:૧૯.

આખરે, અમારી મુલાકાત પૂરી થઈ. અમે વિમાનમાં જઈને બધાને ‘આવજો’ કહ્યું. સાબા ટાપુ પર લીધેલી મુલાકાત અને બોટમ ગામમાં જવા અમે ઉપર ચઢ્યા હતા એ અમે હંમેશા યાદ રાખીશું!

[ફુટનોટ્‌સ]

^ દરિયાઈ લૂંટારાઓએ એ ગામનું નામ “બોટમ” પાડ્યું કેમ કે તેઓ માનતા હતા કે એ ગામ એક જ્વાળામુખીના પર્વત નીચે હતું.

^ સપ્ટેમ્બર ૨૮, ૨૦૦૩માં ફ્લોરિડા, યુ.એસ.એ.થી અમુક સ્વયંસેવકો સાબામાં ગયા અને તેઓએ એક મકાન બાંધ્યું કે જેનો રાજ્યગૃહ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

[પાન ૧૦ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

પોર્ટો રિકો

[પાન ૧૦ પર ચિત્ર]

Background: www.sabatourism.com