સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“પરીક્ષણોમાં પણ વિશ્વાસુ રહ્યાં”

“પરીક્ષણોમાં પણ વિશ્વાસુ રહ્યાં”

“પરીક્ષણોમાં પણ વિશ્વાસુ રહ્યાં”

એપ્રિલ ૧૯૫૧ની આ વાત છે. સોવિયત સરકારે અચાનક પશ્ચિમી સોવિયત યુનિયનમાં રહેતા યહોવાહના સાક્ષીઓના એક ગ્રૂપ પર હુમલો કર્યો. લગભગ ૩,૦૦૦ કુટુંબોને માલગાડીના ડબ્બામાં ભરીને દૂર સાઇબીરિયા લઈ જવામાં આવ્યા. એ વીસ દિવસની લાંબી મુસાફરી હતી. એ ગ્રૂપમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો પણ હતા. તેઓ પર બળજબરી કરીને પોતાના દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા. સાઇબીરિયામાં તેઓને સાવ બદતર હાલતમાં રાખવામાં આવ્યા.

એપ્રિલ ૨૦૦૧માં એ ઘટનાને ૫૦ વર્ષ થયા. આ ઘટના પર એક વિડીયો તૈયાર કરીને મૉસ્કોમાં બહાર પાડવામાં આવ્યો. એમાં બતાવવામાં આવ્યું છે કે વર્ષો સુધી સોવિયત યુનિયનના યહોવાહના સાક્ષીઓ સાથે કેવો ખરાબ વર્તાવ થયો હતો. વળી, આ વિડીયોમાં ઇતિહાસકારો અને બીજા ઘણા લોકો આંખે દેખ્યા અહેવાલનું વર્ણન કરે છે. તેઓ જણાવે છે કે યહોવાહના સાક્ષીઓ કઈ રીતે બચી ગયા અને એટલા કપરા સમયમાં પણ તેઓની સંખ્યામાં કેવો વધારો થયો.

ફેઈથફુલ અન્ડર ટ્રાયલ્સ—જેહોવાહ્સ વીટનેસીસ ઈન ધ સોવિયત યુનિયન વીડિયો હવે રશિયાના અને બીજા દેશોના લાખો લોકોએ જોયો છે. ઇતિહાસકારો અને બીજા ઘણા લોકોને આ વિડીયો બહુ જ ગમ્યો છે. આ વિડીયો વિષે રશિયાના બે વિદ્વાનોના વિચારો નીચે જોવા મળે છે. આ વિદ્વાનો સાઇબીરિયાના વિસ્તારમાં રહે છે જ્યાં મોટા ભાગના સાક્ષીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

“મને આ વિડીયો બહુ ગમ્યો. મને તમારા ધર્મના લોકો પણ બહુ ગમે છે. વળી, આ ફિલ્મ જોયા પછી યહોવાહના સાક્ષીઓ પ્રત્યે મારું માન બમણું થઈ ગયું છે. આ ફિલ્મ સરસ બનાવી હતી. તમે દરેક વ્યક્તિને જે રીતે રજૂ કરી એ મને બહુ ગમ્યું. જોકે હું ઑર્થોડૉક્સ ધર્મ પાળું છું અને મારો ધર્મ પણ બદલવા ચાહતો નથી. તોપણ મને યહોવાહના સાક્ષીઓની સંગત બહુ ગમે છે. હું ઇચ્છું છું કે અમારી યુનિવર્સિટીમાં પણ આ વિડીયો હોય. મેં અને બીજા પ્રોફેસરોએ અમારા વિદ્યાર્થીઓને આ વિડીયો બતાવવાનું નક્કી કર્યું છે. વળી, અમે આ વિડીયોને અભ્યાસક્રમમાં પણ સામેલ કરવાનું વિચાર્યું છે.”— સરગીએ નીકોલેઆવીચ રબસ્ટોફ, ડીન ઑફ ધ ફેકલ્ટી ઓફ હિસ્ટરી ઑફ ધી સ્ટેટ પેડાગોગીકલ યુનિવર્સિટી, ઈરકુસ્ટ, રશિયા.

“આ વિડીયો બનાવનારનો હું બહુ આભાર માનું છું. કોઈના પર ક્રૂર અત્યાચાર થયો હોય ને એના વિષે ફિલ્મ બનાવવી કંઈ જેવી તેવી વાત નથી. પરંતુ, તમે બહુ સરસ ફિલ્મ બનાવી છે. તમારી બીજી વિડીયો પણ મને મોકલી આપો તો ખૂબ આભાર.”—પ્રોફેસર સરગીએ ઈલયીચ કુઝનેત્સોફ, ડીન ઑફ ધ ફેકલ્ટી ઓફ હિસ્ટરી ઑફ યુનિવર્સિટી, ઈરકુસ્ટ, રશિયા.

સાઇબીરિયાના યહોવાહના સાક્ષીઓ પણ આ ફિલ્મની બહુ કદર કરે છે. તેઓને કેવું લાગે છે એ ચાલો આપણે જોઈએ:

“આ ફિલ્મ બનતી હતી ત્યારે રશિયાના ઘણા લોકોમાં યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી અફવાઓ ફેલાવામાં આવી હતી. પણ આ ફિલ્મ જોયા પછી તેઓ જોઈ શક્યા કે યહોવાહના સાક્ષીઓ જેવા તેવા નથી. તેઓની શ્રદ્ધા તો સાચી છે. હમણા યહોવાહના સાક્ષી બન્યા છે તેઓ કહે છે: ‘અમે તો સપનેય વિચાર્યું ન હતું કે જેઓ સાથે અમે રહીએ છીએ, કામ કરીએ છીએ એ ભાઈબહેનોએ આવી સખત સતાવણી સહી છે!’ આ વિડીયો જોઈને એક સાક્ષીએ પોતાનું જીવન યહોવાહની સેવામાં ગુજારવાની ઇચ્છા જણાવી.”—આના વૉવચુક, તેમને સાઇબીરિયા દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

“વિડીયોમાં એક દૃશ્ય છે. એમાં છૂપી પોલીસ એક સાક્ષીના ઘરે દરવાજો ખખડાવે છે. એ જોઈને મને તો ધ્રુજારી ચડી ગઈ. તરત મને યાદ આવ્યું કે વર્ષો પહેલાં છૂપી પોલીસે આ જ રીતે અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે મારી મમ્મીને થયું કે, ‘ક્યાંક આગ લાગી હશે.’ એટલે કોઈ દરવાજો ખખડાવે છે. આ વિડીયોએ મને એ પણ યાદ દેવડાવ્યું કે મારા કરતાં બીજા ઘણા સાક્ષીઓએ વધારે દુઃખ સહન કર્યું છે. આ બધી માહિતી અમને ઉત્સાહથી યહોવાહની સેવા કરવા પ્રેરે છે.”—સ્ત્યાયફન વૉવચુક, તેમને સાઇબીરિયા દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

“મારા માબાપને પણ દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેથી, મને લાગતું કે મેં તેઓ પાસેથી આ વિષે ઘણું સાંભળ્યું છે. પણ આ વિડીયો જોયા પછી મને બીજું ઘણું જાણવાનું મળ્યું. તેઓના ઇન્ટર્વ્યૂં જોતા જોતા મારી આંખો ભીની થઈ ગઈ હતી. હવે એ અનુભવો મારા માટે એકદમ વાસ્તવિક છે. આ વિડીયો જોઈને પરમેશ્વર માટેનો મારો પ્રેમ ઊંડો થયો છે. એટલું જ નહિ, એનાથી મને ભવિષ્યમાં કપરા સમય માટે તૈયાર થવા મદદ મળી છે.”—વ્લાડીમીયર કોવાશ, ઈરકુસ્ટ.

“મારા માટે આ વિડીયો કોઈ પણ લેખિત અહેવાલ કરતાં વધારે મહત્ત્વનો છે. મેં ભાઈબહેનોના ઇન્ટર્વ્યૂં જોયા અને સાંભળ્યા ત્યારે, મને લાગ્યું કે જાણે હું પણ તેઓની સાથોસાથ હતી. દાખલા તરીકે, એક ભાઈએ જેલમાંથી પોતાની નાની દીકરીઓને પૉસ્ટકાર્ડ પર નાના નાના ચિત્રો દોરીને મોકલ્યા હતા. એ જોઈને મને થયું કે મારા બાળકોને પણ મારે સરસ રીતે સત્ય શીખવવું જોઈએ. આ વિડીયો માટે તમારો બહુ આભાર! આ વિડીયોએ રશિયાના યહોવાહના સાક્ષીઓને અહેસાસ કરાવ્યો છે કે તેઓ ખરેખર યહોવાહના દુનિયાભરના સંગઠનનો ભાગ છે!”—તાટ્યાના કાલીના, ઈરકુસ્ટ.

“કહેવામાં આવે છે કે ‘સો વાર સાંભળવા કરતાં એક વાર જોવું વધારે સારું છે.’ એ આ વિડીયોને સરસ લાગુ પડે છે. વળી એ વાસ્તવિક છે અને આપણા જીવનને પણ લાગુ પડે છે! આ વિડીયો જોયા પછી, હું કેટલાય કલાકો સુધી વિચારોમાં ડૂબેલી રહી. સાઇબીરિયામાં મોકલેલા લોકોની જિંદગીમાં હું પૂરી રીતે ડૂબી ગઈ હતી. હું મારા સંજોગો તેઓ સાથે સરખાવું છું ત્યારે મને મારી મુશ્કેલીઓ એકદમ નાની લાગે છે.”—લીડીયા બેડા, ઈરકુસ્ટ.

ફેઈથફુલ અન્ડર ટ્રાયલ આ વિડીયો ૨૫ ભાષાઓમાં બહાર પડ્યો છે. અને આખી દુનિયામાંથી એના વિષે સારો અભિપ્રાય મળ્યો છે. * સેન્ટ પીટ્‌સબર્ગ, ઑમસ્કમાં ટીવી સ્ટેશન પર આ વિડીયો બતાવવામાં આવ્યો હતો. રશિયાના અમુક શહેરો, યુક્રેઈનના વીનેસ્ટબસ કેચ શહેરોમાં, મેલ્ટીપોલ અને લીફ જિલ્લામાં પણ આ વિડીયો બતાવવામાં આવ્યો હતો. આ વિડીયોને ઈન્ટરનેશનલ એવૉર્ડ પણ મળ્યો છે.

આ વિડીયોમાં મહત્ત્વનો સંદેશો સમાયેલો છે. એમાં હજારો સામાન્ય લોકોના દાખલા જોવા મળે છે કે, જેઓએ સતાવણીના દિવસોમાં હિંમત અને અડગ શ્રદ્ધા બતાવી હતી. સોવિયત યુનિયનમાં યહોવાહના સાક્ષીઓ ખરેખર કસોટીમાં પણ વિશ્વાસુ રહ્યાં. તમે આ વિડીયો જોવા ચાહતા હોવ તો, યહોવાહના સાક્ષીઓ તમને એ રાજીખુશીથી આપશે. તમારા વિસ્તારનાં કોઈ પણ યહોવાહના સાક્ષીઓને મળો.

[ફુટનોટ]

^ આ વિડીયો, અંગ્રેજી, ઇંડોનેશિયન, ઇટાલિઅન, કેન્ટોનીઝ, કોરિઅન, ગ્રીક, ચૅક, જર્મન, જાપાની, નૉર્વેજીઅન, પૉલિશ, ફિન્‍નિશ, ફ્રેંચ, બલગેરિઆન, મેંડરીન, રશિયન, સ્લોવાક, સ્પૅનિશ અને હંગેરીયનમાં પ્રાપ્ય છે.

[પાન ૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

સ્ટાલીન: U.S. Army photo

[પાન ૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

સ્ટાલીન: U.S. Army photo