સારી વર્તણૂક ‘ઈશ્વરના શિક્ષણને દીપાવે છે’
સારી વર્તણૂક ‘ઈશ્વરના શિક્ષણને દીપાવે છે’
મારિયા રશિયામાં રહે છે અને તે ક્રાનસનોયાર્સ્ક શહેરની સ્કૂલમાં જાય છે. તેનો કંઠ કોયલ જેવો મીઠો છે. તે સરસ ગાતી હોવાથી ટીચરે તેને સ્કૂલના ગાયકોમાં સામેલ કરી હતી. પણ થોડા જ દિવસોમાં તેણે ટીચરને વિનંતી કરી કે તે અમુક ગીતો નહિ ગાય. શા માટે એમ? કેમ કે મારા ધર્મ પ્રમાણે એ ગીતો ગાવા ખોટું છે. પણ ટીચરને ખૂબ નવાઈ લાગી: ‘આ ગીતો ગાવાથી આખરે તો પરમેશ્વરને જ મહિમા મળે છે ને? પછી એમાં શું વાંધો છે?’
પણ મારિયાએ ટીચરને બાઇબલમાંથી બતાવ્યું કે તે શા માટે અમુક ગીતો ગાવાની મના કરે છે. તેણે સમજાવ્યું કે એ ગીતો ત્રૈક્યનું શિક્ષણ શીખવે છે. ત્રૈક્ય મુજબ પરમેશ્વર, ઈસુ ને પવિત્ર આત્મા એક જ છે. પણ તેણે બાઇબલમાંથી સમજાવ્યું કે એ ખરું નથી. પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત બંને અલગ છે અને પવિત્ર આત્મા એ પરમેશ્વરનું સક્રિય બળ છે. (માત્થી ૨૬:૩૯; યોહાન ૧૪:૨૮; પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૧) મારિયા યાદ કરતા જણાવે છે: “એનાથી ટીચર મારા પર જરાય નારાજ થયા ન હતા. સાચું કહું તો, અમારી સ્કૂલના ટીચરો બહુ સારાં છે. તેઓ ચાહે છે કે અમે જે ખરું હોય એ જ કરીએ.”
મારિયાના નિખાલસ અને ખરા વર્તાવને લીધે તેણે બધા ટીચર અને વિદ્યાર્થીઓના દિલ જીતી લીધાં હતાં. મારિયા કહે છે: “મારા જીવનમાં બાઇબલના સિદ્ધાંતોએ મને ખૂબ મદદ કરી છે. વર્ષને અંતે મને સ્કૂલમાંથી સારી વર્તણૂક અને પ્રમાણિકતાનું ઈનામ મળ્યું. એટલું જ નહિ, મારા માબાપને પણ સ્કૂલમાંથી એક પત્ર મળ્યો. એમાં મને સારી રીતે ઉછેરવા બદલ તેમનો આભાર માન્યો હતો.”
મારિયાએ ઑગસ્ટ ૧૮, ૨૦૦૧માં બાપ્તિસ્મા લીધું. તે કહે છે: “હું યહોવાહ પરમેશ્વરની સેવા કરવાને લીધે બહુ ખુશ છું.” આખી દુનિયામાં યહોવાહના યુવાન સાક્ષીઓ પણ આ શબ્દો મુજબ જીવે છે જે કહે છે: ‘હંમેશાં ઈશ્વરના શિક્ષણને દીપાવો.’—તીતસ ૨:૧૦, પ્રેમસંદેશ.
[પાન ૩૨ પર ચિત્ર]
મારિયાના બાપ્તિસ્મા પછી તેના માબાપ સાથે
[પાન ૩૨ પર ચિત્ર]
સારી વર્તણૂકનું સર્ટિફિકેટ અને કદરનો પત્ર