સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર ભક્તિથી યુવાનો સુખી થાય છે

ઈશ્વર ભક્તિથી યુવાનો સુખી થાય છે

‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’

ઈશ્વર ભક્તિથી યુવાનો સુખી થાય છે

“મને સુખ-શાંતિથી જીવવું છે!” આ શબ્દો એક પંદર વર્ષનો છોકરો કહે છે. પરંતુ, ખરેખર યુવાનીમાં સુખ કેવી રીતે મળી શકે? બાઇબલ જણાવે છે: “યુવાનીના ઉત્સાહમાં તું તારા સર્જનહારને ભૂલી ન જા.”—ઉપદેશક [સભાશિક્ષક] ૧૨:૧, IBSI.

એવું નથી કે ઘરડાં થઈએ ત્યારે જ ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. એલ્કાનાહ અને હાન્‍નાહનો દીકરો શમૂએલ કૂમળી વયેથી જ યહોવાહના મંદિરમાં સેવા કરતો હતો. (૧ શમૂએલ ૧:૧૯, ૨૦, ૨૪; ૨:૧૧) એક યહુદી છોકરીએ ખીલતી વયે જ યહોવાહમાં શ્રદ્ધા બતાવી. તેણે સીરિયાના સેનાપતિને સાજા થવા ઈશ્વરભક્ત એલિશા પાસે જવાનું હતું. (૨ રાજાઓ ૫:૨, ૩) ગીતશાસ્ત્ર ૧૪૮:૭, ૧૨, યુવાન છોકરા- છોકરીઓને યહોવાહની ભક્તિ કરવાનું કહે છે. * ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે યહોવાહની ભક્તિ કરવાનું ખૂબ જ મન હતું. (લુક ૨:૪૧-૪૯) ઈસુના જમાનામાં બાળકોને નાનપણથી જ બાઇબલમાંથી શીખવવામાં આવતું. તેથી, ઈસુને જોતાંની સાથે જ બાળકો પોકારી ઉઠ્યા, “દાઊદના દીકરા.”—માત્થી ૨૧:૧૫, ૧૬.

યહોવાહની ભક્તિ કરતા યુવાનો

આજે, ઘણા યુવાન યહોવાહના સેવકોને યહોવાહમાં ખૂબ જ શ્રદ્ધા છે. સ્કૂલે જાય કે બીજે ક્યાંય પણ તેઓ રાજીખુશીથી બીજા લોકો સાથે યહોવાહ વિષે વાત કરે છે. ચાલો આપણે બે દાખલા જોઈએ.

બ્રિટનમાં ૧૮ વર્ષની સ્ટેફનીના ક્લાસમાં ગર્ભપાત વિષેની ચર્ચા ચાલતી હતી. શિક્ષકે કહ્યું કે આજ-કાલ ગર્ભપાત કરાવવું એકદમ સામાન્ય છે. આથી, જો કોઈ છોકરી ગર્ભપાત કરાવવા જાય તો તેને ના ન પાડવી જોઈએ. ક્લાસમાં બધાએ ટીચરનું કહ્યું માન્યું. પરંતુ, સ્ટેફની માની નહિ. તેણે આ વિષે બાઇબલમાં આપવામાં આવેલી સલાહ જણાવી. પહેલા તો આપણા સ્ટેફનીબહેને જરા પરસેવો છૂટી ગયો હતો. પરંતુ, હિંમત ભેગી કરીને તેણે બાઇબલના નિર્ગમન ૨૧:૨૨-૨૪, શું કહે છે એ જણાવ્યું. તેણે ઉમેર્યું કે માની કૂખમાં ખીલતાં ફૂલને મસળી નાખવું એ તો ઘોર પાપ છે.

સ્ટેફનીના ટીચર તો ચર્ચના પાદરી હતા. તેમણે બાઇબલમાંથી એ કલમો કદીએ વાંચી ન હતી. સ્ટેફનીએ હિંમત ભેગી કરીને સત્ય રજૂ કર્યું. એના લીધે, ક્લાસમાંથી દોસ્તો સાથે બીજા ઘણા વિષયો પર સરસ ચર્ચા શરૂ થઈ. એનું પરિણામ પણ સુંદર આવ્યું. એક છોકરી હવે ચોકીબુરજ અને સજાગ બનો! કાયમ વાંચે છે. બીજી બે છોકરીઓ સ્ટેફનીનું બાપ્તિસ્મા જોવા સમેલંનમાં પણ આવી હતી.

છ વર્ષની વારીતા દક્ષિણ અમેરીકાના સુરીનામમાં રહે છે. તેણે તેના ટીચરને દુઃખમાં બાઇબલમાંથી દિલાસો આપ્યો. ટીચર ત્રણ દિવસ પછી સ્કૂલે આવ્યાં. તેમણે બધાને પૂછ્યું કે તમને ખબર છે કે હું શું કામ સ્કૂલે આવતી ન હતી? ઘણાએ કહ્યું “તમને સારુ નહિ હોય.” ટીચરે કહ્યું “ના. હું બહુ જ દુઃખી છું કારણ કે ત્રણ દિવસ પહેલાં જ મારી બહેન ગુજરી ગઈ. આથી તમે તોફાન કરશો નહિ.”

એ બપોરે વરીતાની મમ્મી સૂઈ ગઈ હતી ત્યારે વરીતા જૂના મૅગેઝિનો ફંફોશવા લાગી. તેને જુલાઈ ૧૫ ૨૦૦૧નું ચોકીબુરજ મળ્યું. જેનો વિષય હતો, “શું મરણ પછી જીવન છે?” વરિતા તો રાજીના રેડ થઈ ગઈ. તેણે તેની મમ્મીને જગાડીને કહ્યું, “મમ્મી, મમ્મી જો મને મારા શિક્ષક માટે એક સરસ મૅગેઝિન મળ્યું.” પછી એ મૅગેઝિન ટીચરને એક કાગળ સાથે મોકલવામાં આવ્યું. કાગળમાં લખ્યું: “આ ખાસ કરીને તમારા માટે છે. એવો સુંદર વખત આવશે જ્યારે યહોવાહ તમારી બહેને ફરીથી જીવતી કરશે. એ યહોવાહનું વચન છે. તે સ્વર્ગમાં કે બીજે ક્યાંય નહિ પણ આ ધરતી પર જ પાછી જીવતી થશે.” ટીચરે ખૂબ જ પાડ માન્યો. તેને એ લેખોમાં બાઇબલમાંથી આશ્વાસન મળ્યું.

ભવિષ્ય તમારા હાથમાં છે!

યહોવાહ ઇચ્છે છે કે તમે આનંદ કરો. (૧ તીમોથી ૧:૧૧) તે પોતે બાઇબલમાં જણાવે છે કે “હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર.” (સભાશિક્ષક ૧૧:૯) સાચે કે ખોટે પગલે ચાલીએ એનું ફળ તો ભોગવવું પડશે! યહોવાહ જાણે કે આપણે ખોટે રસ્તે જઈશું તો કેવું પરિણામ આવશે અને એ પણ જાણે છે કે સાચે માર્ગે ચાલીશું તો કેવા આશીર્વાદો મળશે. એટલા માટે જ તે આપણને સાચી સલાહ આપે છે કે “તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, કે તેમાં મને કંઈ સુખ નથી તે નજીક આવ્યા પહેલાં, તેનું સ્મરણ કર.”—સભાશિક્ષક ૧૨:૧.

આપણું જીવન એક અમૂલ્ય ભેટ છે. યહોવાહ ચાહે છે કે આપણે એનો આનંદ લઈએ. તમે ઈશ્વરની ભક્તિ કરીને સાચો સંતોષ મેળવી શકો છો. જીવનમાં કાળા વાદળો ઘેરાય તો પણ તમે કહી શકશો કે યહોવાહ “તરફથી મને સહાય મળે છે.”—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું ૨૦૦૫નું કેલેન્ડરના માર્ચ/એપ્રિલ જૂઓ.

[પાન ૯ પર બ્લર્બ]

“પૃથ્વી પરથી તમે યહોવાહની સ્તુતિ કરો, . . . જુવાનો તથા કન્યાઓ.”—ગીતશાસ્ત્ર ૧૪૮:૭, ૧૨

[પાન ૮ પર બોક્સ]

જુવાનોને યહોવાહ સાથ આપે છે

“હે પ્રભુ યહોવાહ, તું મારી આશા છે; મારી જુવાનીથી હું તારો ભરોસો રાખું છું.” —ગીતશાસ્ત્ર ૭૧:૫.

યહોવાહ “ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે; જેથી ગ<mc3723>ડની પેઠે તારી જુવાની તાજી કરાય છે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૫.