સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક યાદગાર પ્રસંગ

એક યાદગાર પ્રસંગ

એક યાદગાર પ્રસંગ

કયો પ્રસંગ છે? લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એની યાદગીરીનો આ દિવસ છે. તેમણે કહ્યું, ‘હું મારો જીવ આપું છું. કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી. હું મારી સ્વેઈચ્છાએ તે અર્પી દઉં છું.’—યોહાન ૧૦:૧૭, ૧૮, CL.

ઈસુએ તેમના શિષ્યોને પોતાનો મરણ દિવસ ઊજવવાની આજ્ઞા આપી હતી. એ પ્રસંગને “પ્રભુનું ભોજન” પણ કહે છે. (૧ કોરીંથી ૧૧:૨૦) આ યાદગાર પ્રસંગને યહોવાહના સાક્ષીઓ અને તેમના મિત્રો માર્ચ ૨૪, ૨૦૦૫, ગુરુવારે સૂર્યાસ્ત પછી ઊજવશે.

આ પ્રસંગે બેખમીર રોટલી અને દ્રાક્ષદારૂનો અર્થ સમજાવવા બાઇબલમાંથી ટૉક આપવામાં આવશે. (માત્થી ૨૬:૨૬-૨૮) આ ટૉકમાં બીજા પ્રશ્નોના પણ જવાબ આપવામાં આવશે. જેમ કે, ખ્રિસ્તીઓએ કેટલીવાર આ પ્રસંગ ઊજવવો જોઈએ? કોણે રોટલી અને દ્રાક્ષદારૂના પ્રતીકો લેવા જોઈએ? ઈસુના મરણમાંથી કોણ લાભ ઉઠાવશે? આ પ્રસંગ આપણને ઈસુના જીવનનું અને મરણનું મહત્ત્વ સમજવા મદદ કરશે.

ઈસુના મરણના સ્મરણપ્રસંગે અથવા મેમોરિયલે તમારો દિલથી આવકાર કરવામાં આવશે. આ સભાના ચોક્કસ સ્થળ અને સમય માટે યહોવાહના સાક્ષીઓને પૂછો.