સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

દાઊદ અને તેના માણસોએ મંદિરમાં યહોવાહ સમક્ષ મૂકેલી રોટલી ખાધી તો શું એનો અર્થ એવો થાય કે મુશ્કેલીના સમયમાં ગમે ત્યારે યહોવાહના નિયમો તોડી શકાય?—૧ શમૂએલ ૨૧:૧-૬.

લેવીય ૨૪:૫-૯, બતાવે છે કે દર સાબ્બાથે મંદિરની રોટલી બદલવી પડતી. એ પવિત્ર રોટલી મંદિરમાં સેવા આપતા યાજકો માટે જ હતી. આમ કરવા પાછળનો નિયમ એ હતો કે પવિત્ર રોટલીને પરમેશ્વરની સેવા કરનારા યાજકો જ ખોરાક માટે લઈ શકતા હતા. કોઈ સામાન્ય માણસ ખાય તો એ પાપ ગણાતું. જોકે, અહીમલેખ યાજકે એ રોટલી દાઊદ અને તેના માણસોને આપી તો કંઈ ગુનો કર્યો ન હતો.

રાજા શાઊલે દાઊદને ખાસ કામ સોંપ્યું હતું. દાઊદ અને તેના માણસો ભૂખ્યા થયા હતા. અહીમલેખે દાઊદને પૂછ્યું કે યુવાનો પવિત્ર છે કે કેમ? ખરૂં જોતા તેઓએ રોટલી ખાવી ન જોઈએ. પણ ખાવી હોય તો એનો નિયમ પ્રમાણે જ ઉપયોગ થઈ શકે. તેથી, અહીમેલેખે તેઓને રોટલી ખાવાની રજા આપી. ખુદ ઈસુએ એ બનાવમાંથી શીખવ્યું નિયમમાં પ્રેમ છે કેમ કે ફરોશીઓ સાબ્બાથના નિયમને વધારે પડતો કડક રીતે જોતા હતા.—માત્થી ૧૨:૧-૮.

ઉપરના દાખલાનો અર્થ એમ નથી કે દુઃખ સંકટમાં આપણે ઈશ્વરનો નિયમ તોડી શકીએ. દાખલા તરીકે, ઈસ્રાએલના સૈનિકો પલિસ્તીઓ સામે લડતા હતા ત્યારે ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિનો વિચાર કરો. રાજા શાઊલે કહ્યું, કે “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારૂં વેર વળે ત્યાં સુધી જે કોઇ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” બાઇબલ કહે છે, ‘તે દિવસે તેઓ પલિસ્તીઓને મારતા ગયા.’ લડાઈમાં ને લડાઈમાં સૈનિકો તો થાક્યા પાક્યા ને ભૂખ્યા થયા હતા. તેથી તેઓ ‘લૂટ પર તૂટી પડ્યા, અને ઘેટાં, બળદો તથા વાછરડા લઈને ભૂમી પર તેઓનો વધ કર્યો; અને લોકો રક્ત સાથે તે ખાવા લાગ્યા.’ (૧ શમૂએલ ૧૪:૨૪, ૩૧-૩૩) તેઓએ રક્ત ખાઈને લોહી નહિ ખાવાનો નિયમ તોડીને યહોવાહ વિરૂદ્ધ પાપ કર્યું. યહોવાહે રક્ત કે લોહીનું શું કરવું એની ચોખ્ખી આજ્ઞા આપી હતી. કેમ કે એ ખાસ કરીને ‘પ્રાયશ્ચિતના’ હેતુ માટે હતું. (લેવીય ૧૭:૧૦-૧૨; ઉત્પત્તિ ૯:૩, ૪) યહોવાહે પાપોની માફી માટે બલિદાન આપીને પાપીઓના પાપ માફ કરવાની ખાસ ગોઠવણ કરી હતી.—૧ શમૂએલ ૧૪:૩૪, ૩૫.

ભલે આપણે ગમે એ સંજોગમાં હોઈએ. યહોવાહ ચાહે છે આપણે તેના નિયમો પાડીએ. ઈશ્વરભક્ત આપણે ઈશ્વરની “આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.”—૧ યોહાન ૫:૩.

[પાન ૩૦ પર ચિત્ર]

મંદિરમાં તાજી રોટલી દર સબ્બાથે મૂકવામાં આવતી