સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આફ્રિકાના નમ્ર રહેવાસીએ પરમેશ્વરનો શબ્દ સ્વીકાર્યો

આફ્રિકાના નમ્ર રહેવાસીએ પરમેશ્વરનો શબ્દ સ્વીકાર્યો

આફ્રિકાના નમ્ર રહેવાસીએ પરમેશ્વરનો શબ્દ સ્વીકાર્યો

આફ્રિકાના લોકો સાથે બાઇબલ વિષય પર સહેલાયથી વાતચીત શરૂ કરી શકાય છે. એના લીધે ઘણી વાર આ દેશના પ્રવાસે આવનારાને આશ્ચર્ય થાય છે. જેમ કે, “પરમેશ્વરનું રાજ્ય શું છે?” અથવા “શું ભૂખમરો, રોગ, યુદ્ધો અને ગુનાખોરી જેવી સમસ્યા ક્યારેય નાબૂદ થશે?” જેવા પ્રશ્નોના જવાબ જાણવા આફ્રિકનો બહુ આતુર હોય છે. બાઇબલમાંથી કોઈ એના જવાબ બતાવે તો તેઓને ઘણી ખુશી થાય છે. એના લીધે, ઘણા નિયમિત બાઇબલમાંથી શીખવા રાજી થઈ જાય છે. બાઇબલમાંથી ધીમે ધીમે શીખીને તેઓ પરમેશ્વર વિષે ઘણું જાણવા લાગે છે ને પછી બાપ્તિસ્મા લે છે.

શું તમે જાણો છો કે સૌપ્રથમ આફ્રિકાના કયા માણસે ઈશ્વર વિષે જાણવા રસ બતાવ્યો હતો? બાઇબલ એના વિષે જણાવે છે. પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૪૦નો અહેવાલ ઇથિયોપિયાના એક માણસ વિષે જણાવે છે. પરમેશ્વર યહોવાહની ભક્તિ કરવા તે છેક યરૂશાલેમમાં આવ્યો હતો.

અહીં આપેલું ચિત્ર બતાવે છે તેમ, આ માણસ પોતાના રથમાં બેસીને ઘરે પાછો જઈ રહ્યો છે. મુસાફરીમાં તે અમુક શાસ્ત્ર ખોલીને વાંચતો હોય છે. અચાનક એક અજાણી વ્યક્તિ તેની પાસે આવીને પૂછે છે: “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” નમ્રભાવે તે કબૂલે છે કે તેને ખરેખર એ સમજવા મદદની જરૂર છે. પછી એ માણસ અજાણી વ્યક્તિ, પ્રચારક ફિલિપને રથમાં આવીને પોતે શાસ્ત્રમાંથી જે ભાગ વાંચતો હતો એ સમજાવવા કહે છે. ફિલિપ સમજાવે છે કે ‘તું જે વાંચે છે એ ભવિષ્યવાણી મસીહા ઈસુ ખ્રિસ્તના હમણાં જ થયેલા મરણને લાગુ પડે છે.’ ફિલિપ તેને “ઈસુ વિષેની સુવાર્તા” તેમ જ તેમને ફરી સજીવન કરવામાં આવ્યા એ વિષે પણ બતાવે છે.

આ વચનો સાંભળીને, એ ઇથિયોપિયન માણસ ઈસુનો શિષ્ય થવા માંગે છે. તે પૂછે છે, “મારે બાપ્તિસ્મા પામવાને શી અડચણ છે?” ફિલિપ તરત તેને બાપ્તિસ્મા આપે છે. પછી, આ નેકદિલ માણસ ખુશી ખુશી પોતાને ઘરે જાય છે. પછી તેનું શું થયું એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી.

આજે યહોવાહના સાક્ષીઓ લાખો લોકોને એ જ શુભસંદેશો શીખવી રહ્યા છે. હાલમાં લગભગ ૬૦ લાખ લોકોને બાઇબલમાંથી ઈશ્વર વિષે મફત શીખવવામાં આવી રહ્યું છે.