સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપ, તમારાં કિંમતી વારસોનું જતન કરો

માબાપ, તમારાં કિંમતી વારસોનું જતન કરો

માબાપ, તમારાં કિંમતી વારસોનું જતન કરો

‘બુદ્ધિ આશ્રય છે; તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.’—સભાશિક્ષક ૭:૧૨.

૧. શા માટે બાળકો અમૂલ્ય વારસો છે?

 ગુજરાતીમાં એક કહેવત છે કે “બાપ એવા બેટા ને વડ તેવા ટેટા.” એ બતાવે છે કે સારા ગુણ અને સંસ્કાર બાળકોને વારસામાં માબાપ પાસેથી મળે છે. “છોકરાં તો યહોવાહનું આપેલું ધન છે.” (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) યહોવાહ સર્વના પિતા છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) તેમણે માબાપને બાળકોનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી છે. શું તમે બાળકોને યહોવાહ તરફથી મળેલા અમૂલ્ય વારસા તરીકે ગણો છો?

૨. માનોઆહને ખબર પડી કે તે પિતા બનશે ત્યારે તેણે શું કર્યું?

જો તમે વારસાને અમૂલ્ય ગણતા હોવ, તો તમે યહોવાહે બતાવેલી ભલાઈની ખૂબ કદર કરો છો. ત્રણ હજાર વર્ષ પહેલાંની વાત છે. એક સ્વર્ગદૂતે મનોઆહની પત્નીને સંદેશો આપ્યો હતો કે તે મા બનશે. એ વિષે સાંભળીને મનોઆહે તરત જ પ્રાર્થના કરી: “હે પ્રભુ, કૃપા કરીને દેવના જે માણસને તેં મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજે, કે છોકરો જનમશે તેના વિષે અમારે શું કરવું તે તે અમને શીખવે.” (ન્યાયાધીશો ૧૩:૮) તમે માનોઆહના દાખલામાંથી શું શીખી શકો?

ઈશ્વરની મદદ લો

૩. માબાપને શા માટે યહોવાહની મદદની જરૂર છે?

બાળકોને મોટા કરવા આજે ખૂબ અઘરું છે. એ માટે, માબાપને યહોવાહની મદદની જરૂર છે. શેતાન અને તેના ચેલાઓ પૃથ્વી પર છે. બાઇબલ કહે છે: ‘પૃથ્વીને અફસોસ! કેમકે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.’ (પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨) બાઇબલ બતાવે છે કે શેતાન “ગાજનાર સિંહની” જેવો છે, “કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીતર ૫:૮) મોટે ભાગે સિંહ સૌથી નાના કે નાજુક પ્રાણીઓનો શિકાર કરે છે એમ શેતાન બાળકોનો શિકાર કરે છે. આથી, યહોવાહ જ બાળકોને આ શિકારીથી રક્ષણ આપી શકે છે. શું તમે તમારા બાળકોનું રક્ષણ કરતી વખતે યહોવાહની મદદ લો છો?

૪. (ક) જો તમારા ગામમાં સિંહ રખડતો હોય, તો માબાપ તરીકે તમે શું કરશો? (ખ) બાળકોનું જતન કરવા માટે માબાપે શું કરવું જોઈએ?

જો તમારા ગામમાં એક સિંહ આમ-તેમ રખડતો હોય, તો તમે શું કરશો? તમે તરત જ બાળકોનું રક્ષણ કરશો. શેતાન આપણા બાળકોની શ્રદ્ધા ઝૂંટવી લેવા માગે છે. (અયૂબ ૨:૧-૭; ૧ યોહાન ૫:૧૯) તે ખાસ કરીને બાળકો પાછળ પડ્યો છે. આ ખતરનાક શિકારીથી બાળકોને કઈ રીતે બચાવી શકીએ? એ માટે આપણે તેઓને બાઇબલમાંથી યહોવાહ વિષે શીખવવું જોઈએ. ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) બાળકોને જ્ઞાન સાથે બુદ્ધિની પણ જરૂર છે જેથી તેઓ સારા નિર્ણયો લઈ શકે. બાઇબલ કહે છે ‘બુદ્ધિ પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.’ (સભાશિક્ષક ૭:૧૨) જો તમે માબાપ હોવ, તો શું તમે બાળકોને પરમેશ્વરનું જ્ઞાન આપો છો જેથી તેઓ બુદ્ધિમાન બને? તમે કઈ રીતે બાળકોને એવું શિક્ષણ આપી શકો?

૫. (ક) બાળકોના દિલમાં બુદ્ધિ કઈ રીતે ઉતારી શકાય? (ખ) નીતિવચનો બુદ્ધિ વિષે શું કહે છે?

તમારે બાળકો સાથે દરરોજ બાઇબલમાંથી વાંચવું જોઈએ. પરંતુ ફક્ત વાંચવું જ પૂરતું નથી. આપણે તેઓની પાછળ ખૂબ મહેનત કરવી પડે છે જેથી તેઓ પણ દિલથી યહોવાહને ચાહે ને તેમની આજ્ઞા પાળે. દાખલા તરીકે, માબાપ ઘણી વાર બાળકને સમજાવે કે રસ્તો પાર કરતા પહેલા બંને બાજુ જોવું જોઈએ. કોઈ વાહન આવતું-જતું તો નથીને? તેમ છતાં, બાળક માને જ નહિ તો શું? તેના દિલમાં હજી “મૂર્ખાઇ” ભરેલી છે. તે સમજતું નથી કે વગર વિચાર્યા પગલાં લેવાથી શું પરિણામ આવી શકે. તેઓ આ સલાહ દિલમાં ઉતરે ત્યાં સુધી માબાપે ધીરજ બતાવવી જોઈએ. તેઓની મહેનતથી જ બાળક બુદ્ધિમાન બની શકે છે. છેવટે એ બુદ્ધિ બાળકનો જીવ બચાવશે! બુદ્ધિ વિષે બાઇબલ કહે છે: “તેના માર્ગે સુખચેન જ છે, અને તેના સઘળા રસ્તામાં શાંતિ છે. જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.”—નીતિવચનો ૩:૧૩-૧૮; ૨૨:૧૫.

બાળકોને બુદ્ધિમાન બનાવો

૬. (ક) બાળકો શા માટે તોફાની હોય છે? (ખ) માબાપ તમે કોની સાથે લડો છો ને કેમ?

ઘણી વાર આપણે જોઈએ છીએ કે બાળકને ઘણું શિસ્ત આપવામાં આવે છતાં તેઓ તોફાની હોય છે. કેમ? કારણ કે માબાપની સલાહ તેના દિલમાં ઊતરી હોતી નથી. તેથી, માબાપે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે શિક્ષણ બાળકના દિલમાં ઉતરે છે કે નહિ. નહિતર, શેતાન તેનું શિક્ષણ બાળકના દિલમાં ઊતારશે. તેના શિક્ષણથી તો બાળક વંઠી જઈ શકે છે. તે ચાહે છે કે બાળકો મન ફાવે એમ કરે. (ઉત્પત્તિ ૮:૨૧; ગીતશાસ્ત્ર ૫૧:૫) માબાપ, તમે શેતાન સાથે લડો છો! જો તમે તમારા બાળકોનું દિલ નહિ જીતો, તો શેતાન એને જીતી લઈ શકે.

૭. બાળકોને ફક્ત આજ્ઞા આપવી કેમ પૂરતી નથી?

માબાપ બાળકોને શીખવે છે કે ‘જૂઠું ન બોલવું જોઈએ. ચોરી ન કરવી જોઈએ. લગ્‍ન પહેલા સેક્સ પાપ છે.’ પણ આ રીતે આજ્ઞા આપવાથી બાળકો કંઈ શીખતા નથી. જ્યાં સુધી માબાપ બાળકોને એ ન જણાવે કે શા માટે એ સારું છે અને શા માટે એ ખોટું છે, ત્યાં સુધી બાળકો એનું કારણ નહિ સમજે. તેથી માબાપે બાળકોને સમજાવું જોઈએ કે શા માટે યહોવાહની નજરમાં એપાપ છે. એ જ પ્રમાણે કરવાથી આ સારો પાઠ દિલમાં ઉતરશે.—નીતિવચનો ૬:૧૬-૧૯; હેબ્રી ૧૩:૪.

૮. બાળકના દિલમાં શ્રદ્ધા વધારવા, માબાપે શું કરવું જોઈએ?

બાળકના દિલમાં જે શ્રદ્ધા છે, એ તમે કઈ રીતે વધારી શકો? તમે બદલતી ઋતુઓ, આકાશ તારા કે કોઈ જાનવરનું ઉદાહરણ આપીને શીખવી શકો કે યહોવાહ કેટલા શક્તિશાળી છે. તેમની બુદ્ધિની કોઈ સીમા નથી. (રૂમી ૧:૨૦; હેબ્રી ૩:૪) પછી તમે તેને એ પણ સમજાવી શકો કે યહોવાહ આપણને ખૂબ ચાહે છે. એટલે તેમણે પોતાના પુત્ર ઈસુનું જીવન આપ્યું જેથી આપણે હંમેશ માટે જીવી શકીએ. આ સમજાવીને આપણે કહી શકીએ કે જો આપણે યહોવાહને એટલા ચાહતા હોઈએ તો આપણે તેમનું કહ્યું સાંભળીશું. બાળકને એવી રીતે શીખવશો તો તે શીખેલી બાબતો દિલમાં ઉતારીને યહોવાહની ભક્તિ કરશે, પછી ભલે શેતાન બાળકનું દિલ ઝૂંટવી લેવાની કોશીશ કરે. —નીતિવચનો ૨૨:૬; ૨૭:૧૧; યોહાન ૩:૧૬.

૯. (ક) બાળકના દિલમાં ઉતરે એવું શિક્ષણ આપવા માટે શું માંગી લે છે? (ખ) બાઇબલ ખાસ કરીને પિતાઓને કઈ જવાબદારી આપે છે ને એનો અર્થ શું થાય છે?

બાળકને એવી રીતે શીખવવા ઘણો સમય ને મહેનત માંગી લે છે. પરંતુ, એ પ્રમાણે કરવું યોગ્ય છે, કેમ કે એમ કરવાથી શિક્ષણ બાળકના દિલમાં ઉતરે છે ને તે બુદ્ધિમાન બને છે. એટલે બાઇબલ કહે છે, ‘પિતાઓ, તમારાં છોકરાંને પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરો.’ (એફેસી ૬:૪) એનો અર્થ એમ થાય કે પિતાએ યહોવાહના વિચારો બાળકના દિલમાં રોપવા જોઈએ. જો બાળકના દિલમાં ફક્ત યહોવાહના જ વિચારો જ હોય એ કેટલું સારું! તે હંમેશાં જોખમમાંથી ને કુટેવોમાંથી બચશે.

પ્રેમથી બાળકોને શીખવો

૧૦. બાળકોને સારી રીતે ઉછેરવા માટે, માબાપને શું કરવું જોઈએ?

૧૦ આપણે ચાહીએ છીએ કે આપણા બાળકો મોટા થાય તેમ સંસ્કારી બને. પણ બાળકો એવા બને માટે આપણે પોતે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો, આપણે તેઓને દિલથી પ્રેમ કરવો જોઈએ. પછી તેઓ સાથે ખુલ્લે દિલે વાતો કરવી જોઈએ. હવે અમુક વખતે એવું બને કે બાળક કંઈ વાત આપણને કહે ત્યારે એ સાંભળીને આપણું લોહી ઊકળી ઉઠે. આપણને આંચકો પણ લાગી શકે. તેમ છતાં, તમે શાંત રહીને ધીરજ રાખો એ ખૂબ મહત્ત્વનું છે.

૧૧. માબાપ બાળકના દિલમાં યહોવાહના વિચારો કઈ રીતે ઉતારી શકે?

૧૧ તમે બાળકો સાથે બેસીને ઘણી વાર બાઇબલમાંથી વાંચ્યું હશે કે વ્યભિચાર જેવાં કામો કેટલા ખરાબ છે. પણ શું ફક્ત વાંચ્યાથી બાળકના બધું દિલમાં ઉતારશે? (૧ કોરીંથી ૬:૧૮; એફેસી ૫:૫) અમુક હદ સુધી બાળકો હવે જાણતા હશે કે યહોવાહને શું ગમે છે અને શું નથી ગમતું. પણ એનો અર્થ એ નથી કે તેઓનું દિલ યહોવાહના વિચારોથી ભરેલું છે. માબાપે બાળકને શીખવવું જોઈએ કે યહોવાહના નિયમો શા માટે મહત્ત્વનાં છે ને શા માટે પાળવા જોઈએ. તેઓને પૂરી ખાતરી થવી જોઈએ કે એ નિયમો પાળવા એ જ સૌથી સારો માર્ગ છે. જ્યારે તમે શાસ્ત્રમાંથી બાળકોને આ બાબતો સમજાવો, ત્યારે જ યહોવાહના વિચારો તેમના દિલમાં ઉતરે છે.

૧૨. માબાપ બાળકને કઈ રીતે વ્યભિચાર ને સેક્સનો ખરો હેતુ સમજાવી શકે છે?

૧૨ તમે સેક્સ વિષે વાત કરતા હોવ, ત્યારે તમે તેઓને એવું કંઈક પૂછી શકો: ‘યહોવાહ કહે છે કે લગ્‍ન પહેલા સેક્સ સંબંધ રાખવો ખોટું છે. આ નિયમથી તને શું એમ લાગે છે કે યહોવાહ બહુ કડક છે?’ બાળકને પોતાને દિલમાંથી જવાબ આપવા સમય દો. પછી તમે બાળકને સમજાવી શકો કે સેક્સનો ખરો હેતુ શું છે ને પતિ-પત્ની કઈ રીતે બાળકને જન્મે આપે છે. આ રીતે સમજાવીને તમે પછી પૂછી શકો, ‘યહોવાહ આપણને ખૂબ ચાહે છે. તો તને લાગે છે કે તે આપણને એવા નિયમો આપે છે જેનાથી આપણે દુઃખી થઈએ? શું એમ નથી લાગતું કે તેમણે આપણા રક્ષણ માટે નિયમો આપ્યા હોય?’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧, ૨; યશાયાહ ૪૮:૧૭) પ્રશ્ન પૂછીને તમારા બાળકના દિલમાં શું છે એ બહાર કાઢો. આ રીતે તમે બાઇબલમાંથી અમુક દાખલાઓ બતાવી શકો જે બતાવે છે કે વ્યભિચાર જેવા પાપ કરવાથી વ્યક્તિઓના જીવનમાં કેટલું દુઃખ આવે છે. (૨ શમૂએલ ૧૩:૧-૩૩) જ્યારે તમે પ્રેમ ને ધીરજથી આવી રીતે બાળકોને શીખવો છો કે સમજાવો છો ત્યારે યહોવાહના વિચારો તેના દિલમાં ઉતરી જાય છે. પરંતુ તમે બીજું શું શીખવી શકો?

૧૩. બાળક યહોવાહને દિલથી ભજે એ માટે તેઓને શું સમજવું જોઈએ?

૧૩ યહોવાહના નિયમો તોડવાથી શું થાય છે ફક્ત એ જ સમજાવવું પૂરતું નથી. બાળકને બાઇબલમાંથી બતાવવો કે આપણે યહોવાહની આજ્ઞાઓ તોડીએ છીએ ત્યારે તેમને કેટલું દુઃખ થાય છે. (ગીતશાસ્ત્ર ૭૮:૪૧) તમે પૂછી શકો, ‘શું તું યહોવાહને દુઃખી કરવા માંગે છે?’ તમે એ પણ સમજાવી શકો કે ‘યહોવાહનો દુશ્મન શેતાન છે. તે કહે છે કે આપણે યહોવાહને પ્રેમ કરતા નથી. આપણે સ્વાર્થને લીધે જ તેમની ભક્તિ કરીએ છીએ.’ અયૂબે શેતાનને ચૂપ કરી દીધો ને યહોવાહને કેટલો આનંદ થયો એ સમજાવો. (અયૂબ ૧:૯-૧૧; ૨૭:૫) બાળકને સમજાવવાની જરૂર છે કે તેના નિર્ણયોથી તે યહોવાહને ખુશ કરી શકે કે દુઃખી કરી શકે. (નીતિવચનો ૨૭:૧૧) આના જેવા ઘણા બોધપાઠ લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકમાંથી મળી શકે. *

દિલ સુધી પહોંચતું શિક્ષણ

૧૪, ૧૫. (ક) ટીચર પુસ્તકમાંથી કયા પાઠો બાળકોના દિલમાં ઊતરી ગયા છે? (ખ) આ પુસ્તકના ઉપયોગથી તમને બાળકો ઉછેરવામાં કેવી મદદ મળી છે? (પાન ૧૮ ને ૧૯ પરનું બૉક્સ જુઓ.)

૧૪ આ પુસ્તકથી કેવા ફાયદા થયા છે? ક્રોએશિયામાં રહેતા એક દાદા તેમના સાત વર્ષના પૌત્રને ટીચર પુસ્તક વાંચી સંભળાવે છે. દાદાએ લખ્યું, ‘એક દિવસ છોકરાએ મને કહ્યું કે તેની મમ્મીએ તેને કંઈક કામ કરવાનું કહ્યું. પણ તેણે ના પાડી દીધી. ત્યાર પછી છોકરાને યાદ આવ્યું કે પુસ્તકમાં એક પ્રકરણ છે, “આજ્ઞા પાળવી એ તારા ભલા માટે છે.” એટલે તેણે ફરી તેની મમ્મી પાસે જઈને કહ્યું કે “તમે જે કહેશો તે હું કરીશ.”’ પુસ્તકમાં બીજું એક પ્રકરણ એ છે કે ‘આપણે શા માટે જૂઠું ન બોલવું જોઈએ.’ એના વિષે અમેરિકા, ફ્લોરિડા શહેરમાં રહેતા એક માબાપે કહ્યું: ‘આ પ્રકરણમાં ઘણા પ્રશ્નો છે જેનાથી બાળકના દિલની વાત બહાર કાઢવામાં મદદ મળે છે. જો આ પુસ્તક ન હોત, તો બાળકો પોતાની ભૂલો કબૂલ કરત નહિ.’

૧૫ ટીચર પુસ્તકમાં ૨૩૦થી વધારે ચિત્રો છે. દરેક ચિત્રોમાં કોઈને કોઈ પ્રશ્ન કે સલાહ આપવામાં આવી છે. એના વિષે એક માતાએ કહ્યું ‘મારો દીકરો એક વખત ચિત્ર જોવા લાગે ત્યારે પછી તેને બીજું પાનું ફેરવવાનું મન જ થતું નથી. આ પુસ્તકમાં ઘણા સરસ ચિત્રો છે. એમાંથી મહત્ત્વનાં પાઠો પણ શીખવા મળે છે. એના લીધે ઘણી વાર બાળકો વધારે પ્રશ્નો પૂછે છે. જેમ કે, એક ચિત્રમાં એક બાળક અંધારામાં છાનોમાનો ટીવી જોઈ રહ્યો છે. એવા ચિત્રની બાજુમાં એક વાક્ય કહે છે “એવું કોણ છે કે જે બધું જોઈ શકે છે?” એ ચિત્ર જોઈને મારા દીકરોએ મને પૂછ્યું, “મમ્મી, જો આ છોકરો શું કરે છે?” એમ તેને તરત જ ખબર પડી ગઈ કે આ છોકરો કંઈ ખોટું કરી રહ્યો છે.’

જીવન બચાવતું શિક્ષણ

૧૬. બાળકોને ખાસ કરીને કઈ બાબત વિષે શીખવવું જોઈએ ને શા માટે?

૧૬ બાળકોને પોતાના ગુપ્ત અંગો વિષેની જાણકારી હોવી જ જોઈએ. ઘણા માબાપ પોતાના બાળકો સાથે એની ચર્ચા કરતા ખચકાય છે. એક ન્યૂઝ પેપરની લેખિકાએ કહ્યું તે નાની હતી ત્યારે તેના પરિવારમાં કોઈએ ગુપ્ત અંગો વિષેની ચર્ચા કે એના માટેના શબ્દોનો પણ ઉપયોગ કરતા નહિ. લોકો એને અપ-શબ્દો ગણતા. પરંતુ તે કહે છે: ‘સેક્સ જેવી બાબતો વિષે વાત કરવાતા હજુ પણ હું ખચકાવ છું. પણ મારે મારા બાળકોને એના વિષે શીખવવું જ પડશે.’ અમુક માબાપને લાગે કે જો તેઓ નાદાન બાળકો સાથે એની ચર્ચા કરશે તો બાળકો બગડી જઈ શકે. જો માબાપ બાળકોને કંઈ ન સમજાવે, તો બાળકો ખરાબ વ્યક્તિઓનો શિકાર બની શકે છે. ઘણા વ્યક્તિઓ બાળકોને ખોટી નજરે જુએ છે ને પછી નાદાન બાળકોને ભરમાવીને અનૈતિક કાર્ય કરે છે. તેથી એ ખૂબ મહત્ત્વનું છે કે માબાપ બાળકોને સેક્સ વિષે થોડું-ઘણું શિક્ષણ આપે જેથી, કોઈ ખરાબ વ્યક્તિ તેઓની આબરૂ લૂંટી લઈ શકે નહિ. લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકમાં આ વિષે સારી ચર્ચા કરવામાં આવી છે. આ માહિતી માબાપ માટે ખૂબ ઉપયોગી બનશે.

૧૭. ટીચર પુસ્તકમાંથી માબાપ કઈ રીતે બાળકોને સેક્સ વિષે શીખવી શકે છે?

૧૭ પુસ્તકના ૧૦મા પ્રકરણમાં પણ એક મહત્ત્વનું શિક્ષણ આપવામાં આવ્યું છે. એ પ્રકરણ સમજાવે છે કે ખરાબ સ્વર્ગદૂતો પૃથ્વી પર આવ્યા ને સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખ્યા. પછી તે બાળકને પૂછે છે કે ‘સેક્સ વિષે તું શું જાણે છે?’ એ પ્રકરણમાં ઈશ્વરની નજર મુજબ સારો જવાબ આપે છે. હવે ૩૨મું પ્રકરણ સમજાવે છે કે બાળકો કઈ રીતે, ગંદા વિચારો ધરાવતી વ્યક્તિઓથી દૂર રહી શકે જે તેઓની આબરૂ લૂંટવા માંગે છે. ઘણા ભાઈ-બહેનોએ પત્રો લખીને જણાવ્યું છે કે એવું શિક્ષણ બહુ સારું છે ને આજના જમાનામાં બહુ જરૂરી છે. એક માતાએ કહ્યું: ‘ગયા અઠવાડિયે હું ને મારો દીકરો, ડૉક્ટરને મળવા ગયા હતા. ડૉક્ટરે મને પૂછ્યું કે “શું તમે તમારા બાળકને સેક્સ ને તેના ગુપ્ત અંગો વિષે કંઈક શીખવ્યું છે?” મેં હા પાડી ને સમજાવ્યું કે ટીચર પુસ્તકથી અમે તેની સાથે ચર્ચા કરી હતી. ડૉક્ટરે મને શાબાશી આપી.’

૧૮. રાષ્ટ્રની પૂજા વિષે ટીચર પુસ્તક કયો પાઠ આપવામાં આવ્યો છે?

૧૮ ટીચર પુસ્તકના બીજા એક પ્રકરણમાં શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો વિષે જણાવવામાં આવ્યું છે. એમાં બતાવવામાં આવ્યું છે કે તેઓ રાષ્ટ્રીય મૂર્તિ સામે નમ્યા નહિ. (દાનીયેલ ૩:૧-૩૦) હવે આજે ઘણા લોકો એ વિચારતા નથી કે ઝંડાને સલામી કરવી એએ પણ ખરેખર એક મૂર્તિપૂજા છે. પણ ટીચર પુસ્તકમાં એના વિષે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. લેખક એડવર્ડ ગાફનીએ યુ.એસ. કૅથલિક મૅગઝિનમાં કહ્યું: ‘મારી દીકરી સ્કૂલમાં જવા લાગી. પહેલા દિવસ પછી તેણે ઘેર આવીને મને કહ્યું કે “મેં એક નવી પ્રાર્થના શીખી છે.” મેં તરત જ કહ્યું: “મને સાંભળાવ.” મારી દીકરી પોતાનો હાથ દિલ પર મૂકીને ગર્વથી ગાવા લાગી “હું દેશપ્રેમી છું ને દેશની સેવિકા છું” મારા મગજમાં તરત જ લાઈટ ઝબકી. હવે મને ખબર પડી કે યહોવાહના સાક્ષીઓ જે કહેતા હતા એ સાચું જ હતું. એ કે સ્કૂલમાં બાળકોને નાનપણથી દેશપ્રેમ ને એની મૂર્તિપૂજા કરવાનું શીખવવામાં આવે છે.’

મહેનતનાં ફળ મીઠાં છે

૧૯. થાક્યા વગર બાળકોને શિક્ષણ આપવાથી માબાપને કેવા આશીર્વાદ મળે છે?

૧૯ ભલે બાળકોને ઉછેરવા ઘણી મહેનત કરવી પડે, પરંતુ એનાથી મળતા આશીર્વાદનો વિચાર કરો. કૅન્ઝસ, અમેરિકામાં એક માતાને તેના દીકરાએ પત્ર લાખ્યો. એ વાંચીને જ તે રડી પડી. પત્રમાં તેના દીકરાએ લખ્યું: ‘તમે મને સારા સંસ્કાર આપ્યા છે. તમારી મહેનત માટે હું બહુ જ આભારી છું. હું તમારી ને પપ્પાની ખૂબ કદર કરું છું.’ (નીતિવચનો ૩૧:૨૮) લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકમાંથી માબાપ બાળકને એકદમ સારું શિક્ષણ આપી શકે છે. આમ તેઓ ઈશ્વરે આપેલા વારસાનું જતન કરી શકે છે.

૨૦. માબાપે હંમેશા શું યાદ રાખવું જોઈએ ને તેઓએ શું કરવું જોઈએ?

૨૦ તમારા બાળકો માટે તમારાથી બને એટલો સમય આપો. યાદ રાખો કે તેઓ જલદીથી મોટા થઈ જાય છે. પૂરી મહેનતથી એવું શિક્ષણ આપો જે તેઓના દિલમાં ઊતરી જાય. તમારી મહેનતનાં ફળ બહુ મીઠાં હશે. વળી તમારા શિક્ષણથી બાળકો તમને વધુ ચાહશે. હંમેશા યાદ રાખો કે તમારા બાળકો ઈશ્વરે આપેલી ભેટ છે. એક કિંમતી વારસો છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩-૫) તેથી ઈશ્વરે આપેલી ભેટનું ધ્યાન રાખો. ઈશ્વર તો સર્વ માબાપ પાસેથી હિસાબ લેશે!

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પડેલું પુસ્તક. ચાલીસમું પ્રકરણ જુઓ જેનો વિષય છે, “હાવ ટુ મેક ગોડ હેપ્પી.”

જવાબમાં તમે શું કહેશો?

• શા માટે માબાપે બાળકોનું જતન કરવું જોઈએ?

• કેવા શિક્ષણથી બાળક બુદ્ધિમાન બને છે?

• બાળકોને ખાસ કરીને કેવી બાબતો શીખવી જોઈએ?

ટીચર પુસ્તક માબાપને કઈ રીતે બાળકો ઉછેરવા મદદ કરી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮, ૧૯ પર બોક્સ/ચિત્ર]

નાના-મોટા સર્વ માટેનું પુસ્તક

લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તક ખાસ કરીને બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. એ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ વિષે જણાવે છે. માબાપ કે મોટેરાંઓ એને વાંચીને બાળકો સાથે ચર્ચા કરી શકે એ રીતે આ પુસ્તક બનાવવામાં આવ્યું છે. જોકે, મોટેરાઓને પણ આ પુસ્તક વાંચીને લાભ થયો છે ને તેઓએ એની કદર વ્યક્ત કરી છે.

ટેક્સસ, અમેરિકાના એક ભાઈએ કહ્યું: “લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તક વાંચવામાં ખૂબ જ સરળ છે. એ નાના-મોટાં દરેકના હૃદયને સ્પર્શી જાય છે. જેમ કે, હું પોતે ૭૬ વર્ષનો છું અને યુવાનીથી યહોવાહની સેવા કરું છે. પણ આ પુસ્તક માટે હું તમારો ઘણો આભાર માનું છું.”

લંડન, ઇંગ્લૅંડની એક વાચક કહે છે: “એમાં આપેલાં સુંદર ચિત્રો માબાપ અને બાળકોનું મન મોહી લે છે. ઘણી સરસ રીતે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તેમ જ, પ્રકરણ ૩૨માં ‘કઈ રીતે ઈસુનું રક્ષણ કરવામાં આવ્યું’ જેવા વિષયોને પણ ખૂબીથી સમજાવવામાં આવ્યા છે. ખરું કે આ પુસ્તક ખાસ કરીને યહોવાહના સાક્ષીઓના બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમ છતાં, મને લાગે છે કે શિક્ષકો અને બીજા લોકોને પણ આ પુસ્તક વાંચવાનું ગમશે. હું નજીકના ભાવિમાં આ પુસ્તકનો ઉપયોગ કરીશ.”

મેસેચ્યૂસિટ્‌સ, અમેરિકાની એક સ્ત્રીએ “કાળજીપૂર્વક પસંદ કરેલા સરસ ચિત્રો” વિષે ટીકા આપી. તેણે કહ્યું: “ભલે આ પુસ્તક બાળકો માટે બનાવવામાં આવ્યું હોય. તો પણ, આ પુસ્તકના વિષયો મોટી ઉંમરના લોકોને મદદ કરી શકે. કેમ કે તેઓ પણ વિચારી શકે કે યહોવાહ સાથે મારો સંબંધ કેવો છે.”

મૈન, અમેરિકાના એક બહેને કહ્યું, “આ કેટલું સરસ પુસ્તક છે! એ ફક્ત નાના બાળકો માટે જ નથી, પરંતુ ઈશ્વરના દરેક સેવકો માટે છે. એ હૃદયના ઊંડાણમાં ઊતરે છે, મારી લાગણીઓ હચમચાવી નાખે છે. વાંચીને મને એકદમ શાંતિ થઈ. હું મારા પિતા, યહોવાહ સાથે ગાઢ સંબંધ અનુભવું છું. આ પુસ્તકે મારા જીવનના કડવાં અનુભવો દૂર કરી છે. મારા જીવનને સ્પષ્ટ હેતુ બતાવ્યો છે.” અંતમાં તે કહે છે: “હું દરેક જણને આજીજી કરું છું કે, ‘પ્લીઝ એ પુસ્તકને વાંચો.’”

ક્યોટો, જાપાનની એક સ્ત્રી જણાવે છે: “તે તેના પૌત્રોને આ પુસ્તક વાંચી સંભળાવતી હતી ત્યારે, તેઓ આવા પ્રશ્નો પૂછતા, ‘પેલો છોકરો શું કરે છે? શા માટે આ છોકરીને ઠપકો મળ્યો? આ મમ્મી અહીં શું કરી રહી છે? આ સિંહ વિષે શું?’ સાચે જ આ પુસ્તક આપણે શીખવામાં રસ લઈએ એવી બાબતો શીખવે છે. મને પુસ્તકાલયમાં એ જ પુસ્તક સૌથી વધારે ગમે છે.”

કૅલ્ગરી, કૅનેડામાં બે બાળકોના પિતા કહે છે કે તેમણે આ પુસ્તક મળતાની સાથે જ તેમની છ વર્ષની દીકરી અને નવ વર્ષના દીકરા સાથે વાંચવાનું શરૂ કરી દીધું. તે કહે છે, “એનાથી તરત જ સારાં પરિણામો જોવા મળ્યા. મારાં બાળકો પૂરું ધ્યાન આપવા લાગ્યા તેમ જ દિલથી પ્રશ્નોના જવાબ આપતા થયા. તેઓ અભ્યાસમાં મગ્‍ન થઈ જતા. એના લીધે તેઓ પોતાને વ્યક્ત કરી શકે છે. હવે તેઓ જે કંઈ કરે છે એમાં વધારે રસ લે છે. મારી દીકરીને તો એ નવા પુસ્તકમાંથી રોજ અભ્યાસ ન કરે તો જાણે ઊંઘ પણ આવતી નથી.”

એક દિવસ અભ્યાસ પછી જે બન્યું એ જણાવતા એક પિતા કહે છે: “મેં અને મારા દીકરાએ યહોવાહ અને તેમના હેતુઓ વિષે કલાકો સુધી ચર્ચા કરી. એ પુસ્તકમાંથી એને ઘણા બધા પ્રશ્નો થયા. તેણે મને ગુડનાઈટ કહ્યું અને પૂછ્યું, ‘શું આપણે ફરીથી આવી ચર્ચા કરી શકીએ? મને ઘણા પ્રશ્નો છે. અને મને યહોવાહ વિષે બધું જ જાણવું છે.’ તેના આ શબ્દો સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું.”

[પાન ૧૫ પર ચિત્ર]

માબાપ તરીકે તમે માનોઆહના દાખલામાંથી શું શીખી શકો?

[પાન ૧૬ પર ચિત્ર]

બાળકો, તમે ત્રણ હેબ્રી યુવાનોના દાખલોમાંથી શું શીખી શકો છો?

[પાન ૧૭ પર ચિત્ર]

“ટીચર” પુસ્તકમાં ચિત્રોમાંથી પાઠ શીખવવા માટે માહિતી છે

[પાન ૧૭ પર ચિત્ર]

અનાન્યા પીતરને કેવું જૂઠ કહે છે?

[પાન ૧૭ પર ચિત્ર]

એવું કોણ છે કે જે બધું જોઈ શકે છે?