સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આશાનું એક કિરણ રેફ્યુજી કૅમ્પમાં સંમેલન

આશાનું એક કિરણ રેફ્યુજી કૅમ્પમાં સંમેલન

આશાનું એક કિરણ રેફ્યુજી કૅમ્પમાં સંમેલન

કેન્યાની ઉત્તરે સુદાનની સરહદ પાસે કાકૂમા નામનો રેફ્યુજી કૅમ્પ છે. આ કૅમ્પમાં ૮૬,૦૦૦થી પણ વધારે લોકો રહે છે. અહીં ઘણી વાર તાપમાન ૫૦ સેલ્સિયસ ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ કૅમ્પમાં રહેનારા વચ્ચે ઘણી વાર લડાઈ-ઝગડા થતા હોય છે. ઘણા લોકો કૅમ્પને જેલની એક કોટડીની જેમ જુએ છે. પરંતુ, અમુક લોકો એવી પરિસ્થિતિમાં પણ આશાથી જીવે છે.

આ કૅમ્પમાં ઘણા યહોવાહના સાક્ષીઓ છે. તેઓ બહુ જોરશોરથી પરમેશ્વરના રાજ્યનો સંદેશો બીજાઓને જણાવે છે. તેઓ કૅમ્પની દક્ષિણેથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા લોડવાર મંડળમાં જાય છે. લોડવા૨થી સૌથી નજીકના મંડળમાં જવા માટે આઠ કલાકની મુસાફરી કરવી પડે છે.

જોકે રેફ્યુજી કૅમ્પથી બીજી જગ્યાએ મુસાફરી કરવી કંઈ રમત વાત નથી. તેથી, ઘણા લોકો યહોવાહના સાક્ષીઓના સંમેલન અને મહાસંમેલનમાં જઈ શકતા ન હતા. એ ધ્યાનમાં રાખીને, કૅમ્પમાં જ ખાસ સંમેલન દિવસની ગોઠવણ કરવામાં આવી.

ઉત્તર તરફ મુસાફરી

કૅમ્પની દક્ષિણ બાજુ ૪૮૦ કિલોમીટર દૂર એલડોરેટ નામનું ગામ આવેલું છે. આ ગામમાંથી ૧૫ સાક્ષીઓ સંમેલનમાં આવ્યા. એ માટે તેઓએ ઉજ્જડ જગ્યાઓમાંથી પસાર થઈને કઠિન મુસાફરી કરી. તેઓ સાથે એક માણસ પણ આવ્યો જે બાઇબલનો અભ્યાસ કરે છે. આ માણસે પોતાની મીની બસ આપી ને ડ્રાઈવરની પણ ગોઠવણ કરી. આ સાક્ષીઓ રેફ્યુજી કૅમ્પના ભાઈબહેનોને ઉત્તેજન આપવા ચાહતા હતા.

પશ્ચિમ કેન્યાના પહાડી વિસ્તારના સાક્ષીઓએ ઠંડીની વહેલી સવારે મુસાફરી શરૂ કરી. તેઓ ખેતરો અને જંગલોના ખાડા-ટેકરાંવાળા રસ્તાઓ પાર કરીને વેરાન જગ્યાએ આવી પહોંચ્યાં. આ વિસ્તારોમાં ખૂબ જ ગરમી હતી. એ રસ્તા પરથી પસાર થતા તેઓએ બકરીઓ અને ઊંટોનું ઝુંડ ચરતું જોયું. તેઓએ આદિવાસી પુરુષોને પણ જોયા કે જેઓ પોતાના આદિવાસી પહેરવેશમાં હતા. તેઓના હાથમાં લાઠીઓ અને તીર-કમાન પણ હતા. સાક્ષીઓ ૧૧ કલાકની મુસાફરી કરીને લોડવાર પહોંચ્યા. અહીં પુષ્કળ ગરમી અને ધૂળ છે, અને લગભગ ૨૦,૦૦૦ જેટલા લોકો રહે છે. અહીંના સાક્ષીઓએ આ ૧૫ ભાઈબહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેઓ મુસાફરીમાં થાકી ગયા હોવાથી થોડો આરામ કર્યો. જેથી રવિવારના કાર્યક્રમનો ભરપૂર આનંદ માણી શકે.

બીજા દિવસે આ ૧૫ સાક્ષીઓ આસપાસના વિસ્તારોમાં ફરવા ગયા. પહેલા તેઓ કેન્યાના સૌથી મોટા સરોવર, ટુરકાના જોવા ગયા. આ જગ્યાએ મુલાકાતીઓ અવશ્ય જાય. આ સરોવરની ચારે બાજુ, ઘણા કિલોમીટર સુધી ઝાડીઓ જ જોવા મળે છે. આખી દુનિયામાં સૌથી વધારે મગરો આ સરોવરમાં જોવા મળે છે. ખારા પાણીના આ સરોવરના લીધે એની આસપાસ રહેનારા લોકોનું જીવન ટકી રહે છે. સાંજે તેઓ એ વિસ્તારના મંડળમાં ગયા. દેવશાહી સેવા શાળા અને સેવા સભામાં તેઓને બહુ મઝા આવી. અહીંનો કિંગડમ હૉલ બહુ સરસ છે. એ હૉલ, બાંધકામ કાર્યક્રમની મદદથી ૨૦૦૩માં સાક્ષીઓએ બાંધ્યો હતો.

ખાસ સંમેલન દિવસ

રવિવારે ખાસ સંમેલન દિવસની ગોઠવણ કરવામાં આવી હતી. લોડવાર મંડળ અને એલડરેડના ૧૫ સાક્ષીઓને સવારે ૮:૦૦ વાગ્યે કૅમ્પમાં જવા દેવામાં આવ્યા. બધા જ ભાઈબહેનો કૅમ્પમાં જવા આતુર હતા. તેઓ વિરાન વાંકાંચૂકા રસ્તાએથી સુદાનની સરહદે પહોંચ્યા. તેઓએ ઊંચા ઊંચા પહાડોના રસ્તેથી પસાર થવાનું હતું. આખરે તેઓને કાકૂમા કૅમ્પ જોવા મળ્યો. ત્યાં વરસાદ પડતો હતો અને કૅમ્પમાં જવાના રસ્તામાં પાણી ભરાયું હતું. રસ્તો કાદવ-કીચડવાળો થઈ ગયો હતો. અહીંના મોટા ભાગના ઘરો માટીની ઇંટોના બનેલા છે. એના છાપરાં પતરાં અથવા તાડના પાંદડાંઓના બનેલા છે. અહીં, ઇથિયોપિયા, સોમાલિયા, સુદાન અને બીજા દેશના લોકોનો પોતાનો અલગ અલગ વિસ્તાર છે. કૅમ્પના ભાઈબહેનોએ મુસાફરી કરી આવેલાઓનો બહુ ઉત્સાહથી આવકાર કર્યો.

કૅમ્પના એક ટ્રેનિંગ સેન્ટરમાં સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સેન્ટરની દીવાલો પરના ચિત્રો પરથી જોવા મળતું હતું કે કેમ્પમાં રહેનારાઓની હાલત કેટલી ખરાબ છે. એ દિવસે હૉલમાં બેઠેલા સર્વના મોં પર આશાનું કિરણ પ્રકાશતું હતું. દરેક ટૉક અંગ્રેજીમાં હતી અને એનું સ્વાહીલી ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું. અમુક વક્તાને બંને ભાષા આવડતી હતી. તેથી, તેઓએ પોતાની ટૉક બંને ભાષામાં આપી. સુદાન રેફ્યુજી કૅમ્પના ભાઈએ ટૉક આપીને શરૂઆત કરી. એનો વિષય હતો, “પોતાના હૃદયની તપાસ કરો.” બીજા ભાગો બીજી જગ્યાએથી આવેલા વડીલોએ આપ્યા.

દરેક સંમેલનનું મુખ્ય આકર્ષણ બાપ્તિસ્મા લેનારાઓ હોય છે. ટૉકની અંતે બાપ્તિસ્મા લેવા ઊભા થયેલા ગીલબર્ટ પર સૌની નજર ચોંટે છે. વર્ષ ૧૯૯૪માં જાતિસંહાર દરમિયાન તે પોતાના પિતા સાથે તેના દેશથી ભાગી નીકળ્યો હતો. સૌથી પહેલાં તેઓ બુરુન્ડીમાં ગયા. પરંતુ, ખતરો હોવાથી તેઓ ત્યાંથી પણ ભાગી ગયા. પછી તેઓ ઝાઇર અને ત્યાંથી ટાન્ઝાનિયામાં ગયા. એ દરમિયાન તેઓએ ઘણી વાર જંગલોમાં છુપાઈ રહેવું પડ્યું. આખરે તેઓ કેન્યા પહોંચ્યા. પંચાણું સાક્ષીઓની સામે ઊભા થઈને ગીલબર્ટે વક્તાના બે પ્રશ્નોનો સ્પષ્ટ શબ્દોમાં અને પૂરા વિશ્વાસથી સ્વાહિલીમાં “જી હા” જવાબ આપ્યો. ત્યાર પછી, વક્તાએ ગીલબર્ટનું ખ્રિસ્તીભાઈ તરીકે યહોવાહના મંડળમાં સ્વાગત કર્યું. ત્યારે, ઘણા ભાઈબહેનોની આંખોમાં પાણી આવી ગયું. સંમેલનના આગલા દિવસે ગીલબર્ટ અને બીજા ભાઈઓએ પોતે જમીન ખોદીને એક નાનો હોજ બનાવ્યો હતો. પછી ગીલબર્ટે પોતાના ઘરના તાડના પાંદડાંથી બનેલા છાપરાથી એ હોજ ઢાંકી દીધો. તે બાપ્તિસ્મા લેવા એટલો આતુર હતો કે તેણે પોતે સંમેલનની વહેલી સવારે એક એક ડોલ પાણી લાવીને હોજ ભર્યો!

બપોરના કાર્યક્રમનો બીજો એક ખાસ ભાગ હતો, અનુભવો. એમાં ભાઈબહેનોએ જણાવ્યું કે તેઓ કેવી રીતે કૅમ્પમાં પ્રચાર કરે છે. એક ભાઈએ જણાવ્યું કે તેમણે ઝાડ નીચે આરામ કરી રહેલા માણસ સાથે કઈ રીતે વાત કરી.

તેમણે પૂછ્યું, “શું તમને લાગે છે કે આવી રીતે હંમેશા ઝાડ નીચે બેસી રહીને આપણે સલામતી અનુભવી શકીએ?”

પહેલા તો એ માણસે, “હા” પાડી. પછી તરત જ તેણે કહ્યું, “પરંતુ, રાતના સમયે સલામતી નથી.”

એ પછી ભાઈએ તેને મીખાહ ૪:૩, ૪ વાંચી સંભળાવી: “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.” પછી ભાઈએ સમજાવ્યું, “જોયું! પરમેશ્વરનું રાજ્ય આવશે ત્યારે હંમેશ માટે સલામતી હશે.” ત્યાર બાદ, એ માણસ ભાઈ પાસેથી બાઇબલમાંથી શીખવા તૈયાર થયો.

આ સંમેલનમાં એક એવી બહેન આવી હતી કે જેના કુટુંબની ત્રણ વ્યક્તિઓ હાલમાં જ મરણ પામી હતી. તેણે કૅમ્પના ભાઈઓ વિષે કહ્યું: “અહીં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમ છતાં, ભાઈબહેનોએ યહોવાહ પ્રત્યેનો વિશ્વાસ દૃઢ રાખ્યો છે. જોકે આવી ખરાબ પરિસ્થિતિમાં રહેવા છતાં, તેઓ ખુશી ખુશી યહોવાહની સેવા કરે છે. તેઓ પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખીને શાંતિમાં રહે છે. તેઓને જોઈને મને પણ હંમેશા યહોવાહની સેવા કરવાનું ઉત્તેજન મળ્યું છે. મારી પાસે હવે ફરિયાદનું કોઈ કારણ નથી.”

જોતજોતામાં સંમેલન પૂરું થવા આવ્યું. છેલ્લી ટૉકમાં ભાઈએ કહ્યું કે આ સંમેલનમાં આઠ દેશોમાંથી ભાઈબહેનો આવ્યા છે. કૅમ્પના એક ભાઈએ કહ્યું કે આખી દુનિયામાં ભાગલા જોવા મળે છે. પરંતુ, આ સંમેલન યહોવાહના સાક્ષીઓની એકતા અને પ્રેમની સાબિતી આપે છે. ખરેખર, ભાઈબહેનો વચ્ચે કેવો પ્રેમ!—યોહાન ૧૩:૩૫.

[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]

સુદાનના ખોવાયેલા છોકરાઓ

વર્ષ ૧૯૮૩માં સુદાનમાં અંદરોઅંદર લડાઈ શરૂ થઈ. એના લીધે ૫૦ લાખ લોકો બેઘર થઈ ગયા. એમાંના લગભગ ૨૬,૦૦૦ બાળકો પોતાના કુટુંબથી વિખૂટાં પડી ગયા. વળી હજારો બાળકો ઇથિયોપિયાના રેફ્યુજી કૅમ્પમાં ભાગી ગયા. ત્યાં તેઓ ત્રણેક વર્ષ રહ્યાં. તેઓને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેઓ ચાલીને સુદાન થઈને કેન્યાના ઉત્તર ભાગોમાં ગયા. તેઓને ત્યાં પહોંચતા એક વર્ષ થયું. આ સફરમાં તેઓ લશ્કરો, ડાકુઓ, બીમારી અને જંગલી જાનવરનો શિકાર બન્યા હોવાથી ફક્ત અડધા જ બાળકો બચ્યા હતા. આ બચેલા બાળકોથી કાકૂમા કૅમ્પની શરૂઆત થઈ. રાહત એજન્સીએ એને ‘સુદાનના ખોવાયેલા બાળકો’ એવું નામ આપ્યું.

આજે કાકૂમા રેફ્યુજી કૅમ્પમાં સુદાન, ઇથિયોપિયા અને બીજા દેશોમાંથી આવેલા લોકો રહે છે. આ કૅમ્પમાં પહેલી વાર કોઈ આવે છે ત્યારે તેઓને ઘર બનાવવાનો જરૂરી સામાન અને છાપરા માટે પતરાં કે તાડના પાંદડાંઓ આપવામાં આવે છે. મહિનામાં બે વાર આ કૅમ્પમાં છ કિલો લોટ, એક કિલો કઠોળ અને થોડું તેલ તથા મીઠું આપવામાં આવે છે. કૅમ્પના ઘણા લોકો પોતાના ભાગની અમુક વસ્તુ બીજાઓને આપીને તેઓ પાસેથી પોતાને જરૂરી હોય એવી વસ્તુઓ લે છે.

આ ખોવાયેલા છોકરાંઓમાંથી અમુકને પોતાનું કુટુંબ મળી ગયું. અમુક બીજા દેશોમાં રહેવા જતા રહ્યા. રેફ્યુજી કૅમ્પની ઑફિસ પ્રમાણે, “હજુ પણ હજારો બાળકો કાકૂમા કૅમ્પમાં રહે છે. જ્યાં તેઓએ અનાજનો એક-એક દાણો મેળવવા અને ભણવા માટે સંઘર્ષ કરવો પડે છે.”

[ક્રેડીટ લાઈન]

Courtesy Refugees International

[પાન ૨૩ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

કૅન્યા

કાકૂમા કૅમ્પ

ટુરકાના સરોવર

લોડવાર

એલડોરેટ

નૈરોબી

[પાન ૨૩ પર ચિત્ર]

કૅમ્પનું જીવન બહુ અઘરું હતું

[પાન ૨૩ પર ચિત્ર]

કાકૂમા કૅમ્પમાં પાણી રેશન પર આપવામાં આવે છે

[પાન ૨૩ પર ચિત્ર]

કૅન્યાના સાક્ષી ઉત્તરના ભાઈબહેનોને ઉત્તેજન આપવા માટે કઠિન સફરમાં

[પાન ૨૪ પર ચિત્ર]

એક મિશનરિ ભાઈ, ત્યાંના જ એક ખાસ પાયોનિયર ભાઈના ભાષણનું અનુવાદ કરે છે

[પાન ૨૪ પર ચિત્ર]

બાપ્તિસ્મા હોજ

[પાન ૨૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

કાકૂમા કૅમ્પમાં રેશન પર આપવામાં આવતું પાણી: Courtesy Refugees International