સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જ્ઞાનનો ભંડાર

જ્ઞાનનો ભંડાર

જ્ઞાનનો ભંડાર

પશ્ચિમ આફ્રિકાના દરિયા કિનારે એક યુગલ ચાંદની રાતે ઠંડી હવાનો આનંદ માણી રહ્યું હતું. ચંદ્રને નિહાળતા પતિએ કહ્યું: “ચંદ્ર વિષે હજુ કેટલું શીખવાનું બાકી છે?”

પત્નીએ કહ્યું: “કાશ, આપણે ચંદ્રની જેમ પૃથ્વીને પણ જોઈ શકતા હોત! અરે, પૃથ્વી વિષે તો હજુ કેટલુંય જાણવાનું બાકી છે! બીજું કે ફક્ત પૃથ્વી જ સૂર્યની આસપાસ ફરે છે એવું નથી, આખું બ્રહ્માંડ પણ ફરે છે. એનો અર્થ કે વિશ્વની આ જગ્યાએ આપણે ફરીથી હોઈશું નહિ. વળી, આપણી ફરતેના ગ્રહોને લીધે આપણે ફક્ત એટલું જાણીએ છીએ કે પૃથ્વી ક્યાં છે. એ ખરું કે, આપણી પાસે અમુક બાબતોમાં ઘણું જ્ઞાન હોય છે. પણ બીજી બાજુ જોઈએ તો, આપણે જાણતા નથી કે આપણે ક્યાં છીએ.”

આ વિચારો આપણને એક બાબત જણાવે છે કે, આપણે હજુ ઘણું શીખવાનું બાકી છે. જોકે આપણે દરરોજ કંઈકને કંઈક નવી બાબતો શીખતા જ હોઈએ છીએ. આપણે ગમે તેટલું શીખીએ છતાં જે ખરેખર શીખવા માંગીએ છીએ એ બધું જ શીખી શકતા નથી.

એ સાચું છે કે આપણે ઘણી નવી બાબતો શીખીએ છીએ. એટલું જ નહિ આપણે ઘણું બધું યાદ પણ રાખી શકીએ છીએ. હવે નવી ટૅકનોલોજીના લીધે માણસો ઘણી બધી માહિતીઓ એકઠી કરી શકે છે. કૉમ્પ્યુટરની હાર્ડ ડીસ્ક અઢળક માહિતી સ્ટોર કરી શકે છે. એને નવા નવા નામો આપવામાં આવે છે. એક સીડી-રોમમાં પણ ઘણી બધી માહિતી સ્ટોર કરી શકાય છે. એમાં ૬૮૦થી પણ વધારે મેગાબાઈટ્‌સ હોય છે. એક ડીવીડી સીડી-રોમ કરતાં લગભગ સાત ગણી માહિતી સ્ટોર કરી શકે છે. વળી, એનાથી વધારે માહિતી સ્ટોર કરી શકે એવી ડીવીડી પણ આવી રહી છે.

આજે ઢગલા બંધ માહિતીઓ બહાર આવી રહી છે. વિચાર કરો, ન્યૂઝપેપર, મૅગેઝિન અને પુસ્તકો એવી ઝડપે છપાય છે કે આપણે માની જ ન શકીએ. ઈંટરનેટ પર ફક્ત એક બટન ક્લીક કરવાથી ઢગલાબંધ માહિતી જોવા મળે છે. આ બધા પરથી જોવા મળે છે કે આપણે કંઈક વાંચીએ સમજીએ એના કરતાં પણ વધારે ઝડપથી માહિતી બહાર પડે છે. આ દુનિયાની માહિતી એક સાગર જેવી છે. સાગરમાં તરતા શીખવું પડે છે. એવી જ રીતે આટલી બધી માહિતીમાંથી કઈ કામમાં આવશે એ શોધવાનું શીખવું પડશે. નહિતર આપણે એમાં ને એમાં ડૂબી જઈશું.

આપણે પસંદ કરેલી માહિતી જ વાંચવી જોઈએ. કેમ કે દરેક માહિતી આપણા લાભમાં હોતી નથી. એને જાણવાની પણ આપણને જરૂર નથી હોતી. જ્ઞાન હોવું એ બતાવે છે કે કેટલી માહિતી છે. પછી એ માહિતી સારી હોય કે ખરાબ, આપણા લાભમાં હોય કે ન હોય. અમુક ખોટી માહિતી આપણને ગૂંચવી નાંખે છે. દુનિયામાં માન-મોભો ધરાવતા લોકો મોટા ભાગે કહેતા કંઈક હોય છે અને કરતા કંઈક ઓર જ હોય છે. દાખલા તરીકે, પ્રાચીન એફેસસના નગર શેઠનો વિચાર કરો. લોકો તેમને બહુ માન આપતા કેમ કે તેમની પાસે ઘણું જ્ઞાન છે એમ તેઓ માનતા હતા. તેમણે કહ્યું: “ઓ એફેસસના લોકો, બધા જાણે છે કે એફેસસ મહાદેવી આર્તેમિસનું ધામ છે, અને તેની મૂર્તિ આકાશમાંથી પડી છે.” (પ્રેષિતોનાં કાર્યો ૧૯:૩૫, ૩૬, IBSI) ઘણા લોકો આ વાત જાણતા હતા કે એ મૂર્તિ આકાશમાંથી પડી નથી. તેથી જ, ધર્મશાસ્ત્ર ખ્રિસ્તીઓને “ભૂલથી જ્ઞાન” કહેવાય છે એનાથી સાવધ રહેવાની ચેતવણી આપે છે.—૧ તીમોથી ૬:૨૦.

આપણું જીવન ટૂંકું હોવાના લીધે આપણે જ્ઞાન લેવામાં પસંદગી કરવી જોઈએ. ધારો કે આપણે ઘણા જુદા જુદા વિષય વિષે જાણવું હોય. એના માટે ભલે આપણે આખી જિંદગી સંશોધન કરીએ પરંતુ એ પૂરું થશે નહિ.

તેથી, શું કોઈ એવું જ્ઞાન મળી શકે જેનાથી આપણે હંમેશ માટેનું જીવન જીવી શકીએ? શું આવું જ્ઞાન હમણાં આપણી પાસે છે? જો હોય તો, શું એ સર્વ લોકો મેળવી શકશે? આપણે સાચું જ્ઞાન મેળવી શકીશું એવો સમય શું ક્યારેય આવશે? આપણે લેખની શરૂઆતમાં જે યુગલ વિષે જોયું તેઓને સાચું જ્ઞાન મળ્યું. તમે પણ મેળવી શકો છો. તેથી, હવે આગળનો લેખ વાંચો કે જેમાં હંમેશા જીવવા માટે જરૂરી જ્ઞાન લેવા વિષે જણાવવામાં આવ્યું છે.