સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલનો ઇતિહાસ કેટલો સાચો છે?

બાઇબલનો ઇતિહાસ કેટલો સાચો છે?

બાઇબલનો ઇતિહાસ કેટલો સાચો છે?

ઈઝરાયેલ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ખાઈમ હર્ટસાગ અને તેલ અવીવ યુનિવર્સિટીના પુરાતત્ત્વશાસ્ત્રના પ્રાધ્યાપક, મોર્દખાય ગિકોનએ મળીને એક પુસ્તક લખ્યું. એનું નામ છે, બાઇબલ સમયના યુદ્ધો (અંગ્રેજી). એમાં આમ બતાવવામાં આવ્યું છે:

‘બાઇબલમાં લડાઈ કરવાની યુક્તિ વિષે જે બતાવવામાં આવ્યું છે એ કંઈ ઉપજાવી કાઢેલી વાત નથી. ચાલો આપણે એની એક સાબિતી જોઈએ. ન્યાયાધીશો પુસ્તકના ૬-૮ અધ્યાયમાં બતાવ્યું છે કે મિદ્યાનીઓ અને તેમને સાથ આપનારી બીજી જાતિઓ વિરુદ્ધ ગિદઓને લડાઈ કરી. હવે આની સરખામણી ટ્રોજનની લડાઈ સાથે કરો, જેના વિષે હોમરે ઇલીઅદ પુસ્તકમાં લખ્યું છે. ટ્રોજનની લડાઈ ક્યારે અને કેવી રીતે થઈ એ વિષે હોમરે કોઈ જાણકારી આપી નથી. તેમણે ફક્ત એટલું જ જણાવ્યું કે સમુદ્ર કિનારે એક કિલ્લાવાળું નગર હતું. પરંતુ, ગિદઓનની લડાઈનું વર્ણન કંઈ અલગ છે. એમાં બતાવ્યું છે કે કેવી યુક્તિથી લડાઈનું આયોજન કરવામાં આવ્યું. બંને લશ્કરોએ કેવાં પગલાં ભર્યા. લગભગ ૬૦ કિલોમીટર લાંબા વિસ્તારમાં આ લડાઈ થઈ હતી. એમાં આવી જતા પર્વતો, ખાઈ, મેદાન અને શહેરોના નામ પણ આપવામાં આવ્યા છે. આ બધું કંઈ ઉપજાવી કાઢેલી વાત નથી. તેથી અમે કહી શકીએ છીએ કે બાઇબલમાં લડાઈ વિષે થયેલું વર્ણન એકદમ સાચું છે.’

તમે ગિદઓનના યુદ્ધનો અભ્યાસ કરવા માટે “સી ધ ગુડ લેન્ડ” * ઍટલાસ જેવી પુસ્તિકાનો ઉપયોગ કરી શકો. એના પાન ૧૮ અને ૧૯ પર આપેલો નકશો પણ તમે જોઈ શકો. ગિદઓનની કહાનીની શરૂઆત ક્યાંથી થાય છે? જ્યારે “સર્વ મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકઠા થયા; અને પેલે પાર જઈને તેઓએ યિઝએલની ખીણમાં છાવણી” કરી ત્યારથી. ગિદઓને આજુબાજુના કુળોની મદદ માંગી. એ પછીની ઘટનાઓ હારોદના ઝરાથી લઈને મોરેહ પર્વત સુધી અને નીચે યરદન નદી સુધી બને છે. ગિદઓન યરદન નદી સુધી પોતાના દુશ્મનોનો પીછો કરીને આખરે તેઓને હરાવે છે.—ન્યાયાધીશો ૬:૩૩-૮:૧૨.

“સી ધ ગુડ લેન્ડ” પુસ્તિકાના પાન ૧૮ અને ૧૯ પરના નકશામાં એ જગ્યાઓ બતાવવામાં આવી છે. એમાં એ પણ જોવા મળે છે કે કઈ જગ્યાઓએ પહાડો અને મેદાન છે. પાન ૧૫ પરના નકશામાં ઈઝરાયેલના કુળોને મળેલી જગ્યા જોવા મળે છે. આ બંને નકશાની મદદથી તમને એ અહેવાલોની સચ્ચાઈ સમજવા મદદ મળશે.

આ બતાવે છે કે પ્રોફેસર યોહાનાન આહારોની વાત એકદમ સાચી છે. તેમણે લખ્યું: ‘આપણે બાઇબલ વાંચીએ ત્યારે ક્યાં અને ક્યારે શું બન્યું એ જાણીશું તો, સહેલાઈથી સમજી શકીશું.’

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરી છે.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પાછળનો નકશો: Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel