દરેક દિવસનો સદુપયોગ કરો
દરેક દિવસનો સદુપયોગ કરો
“તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૨) બાઇબલના એક લેખક મુસાએ દીન હૃદયે યહોવાહને આમ પ્રાર્થના કરી. તેમણે શાના વિષે પ્રાર્થના કરી? શું આપણે પણ એવી પ્રાર્થના કરવી જોઈએ?
મુસા જાણતા હતા કે માણસોનું જીવન બહુ ટૂંકું છે. આથી તેમણે ગીતશાસ્ત્ર ૯૦:૧૦માં એના વિષે લખ્યું. બીજા એક પ્રસંગે તેમણે અયૂબના જેવું જ કહ્યું. અયૂબે કહ્યું: “માણસ કેવો નિર્બળ છે. તેના દિવસો અલ્પ છે. તેનું જીવન મુસીબતોથી ભરેલું છે.” (યોબ [અયૂબ] ૧૪:૧, IBSI) આ બતાવે છે કે મુસા માણસોના ટૂંકા જીવન વિષે સારી રીતે જાણતા હતા. તેથી, તે દરેક દિવસને અમૂલ્ય ભેટ ગણતા. મુસા જીવનના બાકીના દિવસો પરમેશ્વરને ખુશ કરે એ રીતે જીવવા ચાહતા હતા. એ માટે મદદની તેમણે પ્રાર્થના કરી. આપણે પણ જીવનનો એકેએક દિવસ પરમેશ્વરને ખુશ કરે એ રીતે જીવવું જોઈએ. એ માટે આપણે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે.
મુસા અને અયૂબ જીવનને અમૂલ્ય ભેટ ગણતા હતા એનું બીજું પણ એક કારણ છે. એ શું છે? પરમેશ્વરના માર્ગમાં ચાલનારા આ બંને માણસો, ભવિષ્યમાં પૃથ્વી પર આવનાર સારી પરિસ્થિતિમાં રહેવાની આશા રાખતા હતા. (અયૂબ ૧૪:૧૪, ૧૫; હેબ્રી ૧૧:૨૬) આપણે પણ મુસા અને અયૂબની જેમ આપણા જીવનને અમૂલ્ય ગણવું જોઈએ. આપણે ભવિષ્યમાં આશીર્વાદો મેળવ્યા પછી, ફક્ત થોડા વર્ષો માટે જીવીશું નહિ. કેમ કે આપણને બનાવનાર પરમેશ્વર ઇચ્છે છે કે આપણે સર્વ સુંદર પૃથ્વી પર સદા સુખ-શાંતિમાં જીવીએ. (યશાયાહ ૬૫:૨૧-૨૪; પ્રકટીકરણ ૨૧:૩, ૪) જો તમે ‘તમારા દિવસો એવી રીતે ગણો કે તમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય’ તો તમે પણ આ આશીર્વાદ મેળવી શકો છો.