સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધીરજનાં ફળ મીઠાં

ધીરજનાં ફળ મીઠાં

ધીરજનાં ફળ મીઠાં

શું તમે ક્યારેય તમારી માન્યતાને લીધે સતાવણી સહી છે? પછી ભલે એ કામના સ્થળે, સ્કૂલમાં કે કુટુંબમાંથી હોય. અથવા સરકારે આપણા કામ પર પ્રતિબંધ મૂક્યો હોય. તમે હિંમત હારશો નહિ. ઘણા ભાઈબહેનોએ તમારા જેવી જ મુશ્કેલીઓ સહી છે. તોપણ તેઓ એને ધીરજથી સહી શક્યા છે. એના લીધે તેઓને ભરપૂર આશીર્વાદો મળ્યા છે. બહેન અરના લુડોલ્ફાનો વિચાર કરો.

અરનાનો જન્મ ૧૯૦૮માં જર્મનીના લુબેક શહેરમાં થયો હતો. તેમના કુટુંબમાંથી તે એકલા જ યહોવાહના સાક્ષી હતા. વર્ષ ૧૯૩૩માં હિટલર સત્તા પર આવ્યો. એ કારણે યહોવાહના ભક્તોનું જીવન વધારે મુશ્કેલ બની ગયું. હિટલરને સલામી આપવાની અરના ના પાડતા. તેથી, તેમની સાથે કામ કરનારા તેમની વિરુદ્ધમાં બોલતા. પરિણામે નાત્ઝીઓએ તેમની ધરપકડ કરી. તેમણે આઠ વર્ષ વિવિધ જેલોમાં અને મોરીનજેન, હેમ્બર્ગ-ફ્યુલસબુટેલ, લીચટેનબર્ગ, રેવેન્સબર્કની જુલમી છાવણીઓમાં કાઢ્યા. અરના રેવેન્સબર્કમાં હતા ત્યારે તેમના જીવનમાં વળાંક આવ્યો. જેના લીધે તે પોતાના વિરોધીઓના પંજામાંથી છૂટીને બહાર આવી શક્યા.

અજોડ હાઉસકીપર

પ્રોફેસર ફેડરિક હોલ્ટ્‌સ અને તેમની પત્ની એલીસ બર્લિનમાં રહેતા હતા. તેઓ નાત્ઝી પક્ષના સભ્ય ન હતા તેમ જ એના વિચારો સાથે પણ સહમત ન હતા. તેમનો એક સંબંધી સિનિયર એસએસનો અધિકારી હતો. તે અમુક જુલમી છાવણીની દેખરેખ રાખતો હતો. તેથી, પ્રોફેસર અને તેમની પત્ની હાઉસકીપર શોધતા હતા ત્યારે, આ અધિકારીએ તેઓને સ્ત્રીઓની જેલમાંથી કોઈને પસંદ કરવાનું કહ્યું. માર્ચ ૧૯૪૩માં એલીસે રેવન્સબર્કની મુલાકાત લઈને એક હાઉસકીપરને પસંદ કરી. તે હાઉસકીપર બીજું કોઈ નહિ પણ અરના લુડોલ્ફા હતા. અરના હોલ્ટ્‌સ કુટુંબ સાથે રહેવા લાગ્યા. તેઓ અરના સાથે બહુ સારો વર્તાવ કરતા. યુદ્ધ પૂરું થયા પછી, તે એ જ કુટુંબ સાથે સાએલ નદી પાસે આવેલા હૉ શહેરમાં રહેવા ગયા. ત્યાં અરનાએ ફરી સતાવણીનો સામનો કરવો પડ્યો. આ વખતે પૂર્વ જર્મનીના સોશિયાલિસ્ટ અધિકારીઓ હતા. વર્ષ ૧૯૫૭માં હોલ્ટ્‌સ કુટુંબને પશ્ચિમ જર્મનીમાં જવાનું દબાણ કરવામાં આવ્યું. આ વખતે પણ અરના તેઓ સાથે ગયા. આખરે તેમને પોતાની માન્યતા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા મળી.

અરનાને કઈ રીતે ધીરજનાં મીઠાં ફળ મળ્યાં? અરનાની સારી વર્તણૂકને લીધે તેમ જ તે બાઇબલ સંદેશાને સારી રીતે સમજાવી શકતા હોવાથી, એલીસ અને તેના પાંચ બાળકો યહોવાહના સાક્ષી બન્યા. એટલું જ નહિ, એલીસના ૧૧ પૌત્ર-પૌત્રીઓ પણ યહોવાહના સાક્ષી બન્યા. એમાંનો એક પૌત્ર અને એક પૌત્રી જર્મનીમાં યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચ ઑફિસમાં સેવા આપે છે. એલીસની એક દીકરી સુસાના કહે છે, “અરનાના ઉદાહરણને લીધે જ અમારા કુટુંબના મોટા ભાગના લોકો સત્યમાં છે.” અરનાએ ધીરજથી સતાવણી સહન કરી એના ભરપૂર આશીર્વાદો મળ્યા. તમારી સ્થિતિ કેવી છે? મુશ્કેલ સંજોગોને ધીરજથી સહેવાથી તમને પણ ભરપૂર આશીર્વાદો મેળશે. હા, તમારી સારી વર્તણૂક અને બાઇબલ સંદેશાને જણાવવાથી તમને પણ મીઠાં ફળ મળશે. *

[ફુટનોટ]

^ આ લેખ તૈયાર થઈ રહ્યો હતો ત્યારે, અરના લુડોલ્ફા ૯૬ વર્ષની ઉંમરે મરણ પામ્યા. તે મરણ સુધી વિશ્વાસુ હતા.

[પાન ૩૧ પર ચિત્ર]

અરના લુડોલ્ફા (બેઠેલા) હોલ્ટ્‌સના કુટુંબ સાથે