સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાની હાલત સુધરશે–ક્યારે?

દુનિયાની હાલત સુધરશે–ક્યારે?

દુનિયાની હાલત સુધરશે–ક્યારે?

આખી દુનિયામાં એકતા હોવી બહુ જરૂરી છે. એનાથી, આપણે ચોક્કસ સુખી થઈ શકીએ છીએ. ખરૂંને! આના વિષે નેતાઓ અને ધર્મગુરુઓ ઘણી ચર્ચા કરે છે. તેઓ ઘણી વાર ભેગા મળીને એકતા વિષે ચર્ચા વિચારણા કરે છે. દાખલા તરીકે, ઑગસ્ટ ૨૦૦૦માં ન્યૂયૉર્ક, અમેરિકામાં લગભગ ૧,૦૦૦ ધર્મગુરુઓ ભેગા મળ્યા. તેઓ ‘મિલેનિયમ વર્લ્ડ પીસ સુમિત’ સભા માટે ભેગા મળ્યા. ત્યાં તેઓએ એકતા માટે કયા પગલાં ભરવા જોઈએ એની ચર્ચા કરી. ભલે એ સભા એકતા લાવવાની ચર્ચા કરવા વિષે હતી પણ એમાં ઘણી અજુગતી બાબતો જોવા મળી. ભાષાંતર કરનાર એક અરબી આ સભામાં ન આવ્યા. કેમ કે, એક યહુદી પાદરી આ સભામાં આવવાના હતા. વળી, આ સભામાં દલાઈલામા ધર્મગુરુને બોલાવવામાં આવ્યા નહિ. એના લીધે બીજા કેટલાક સભ્યોને ખોટું લાગ્યું. જો તે ધર્મગુરુ આવત તો, ચીન દેશના ધર્મગુરુઓ ગુસ્સે ભરાત. કેવો વિરોધાભાસ!

ઑક્ટોબર ૨૦૦૩માં સંપ લાવવા માટે થાઈલૅંડમાં એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન (એપેક) સભા ભરવામાં આવી. એમાં ૨૧ દેશોના વડાપ્રધાન આવ્યા હતા. તેઓએ ભેગા મળીને આતંકવાદને જડમૂળથી કાઢી નાખવાની શપથ લીધા. લોકો સલામતીથી જીવી શકે એ માટેના પગલાં ભરવા વિષે પણ સહમત થયા. પરંતુ, એ જ સમયે એક દેશના વડાપ્રધાને યહુદીઓ પર હુમલો કરવા વિષે કહ્યું. એનાથી બીજા લોકો ગુસ્સે ભરાયા અને કચકચ કરવા લાગ્યા.

એકતા શા માટે મહત્ત્વની છે?

એકતા લાવવા વિષે દુનિયાના નેતાઓ મોટી મોટી ચર્ચા વિચારણાઓ કરે છે. એ માટે તેઓ ઘણી મહેનત પણ કરે છે. જોકે, હજુ સુધી એનું કોઈ પરિણામ આવ્યું નથી. તો પછી, આપણને પ્રશ્ન થઈ શકે, ‘શા માટે કંઈ થતું નથી?’

એપેક સભામાં આવેલા એક દેશના વડાપ્રધાને કહ્યું: ‘દરેકને પોતાના દેશનું બહુ ઘમંડ હોય છે.’ આ નેતાના શબ્દો સો ટકા સાચા છે. આજે લોકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા છે. એ કારણે, દરેક દેશ કે જાતિ પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા માંગે છે. બધા જ એવું ઇચ્છે છે કે પોતાનો દેશ બીજાઓથી આગળ હોય. પૈસો જ તેઓનો પરમેશ્વર છે. ઘણી વાર સરકાર અને જનતાના વિચારો એકબીજાથી એકદમ અલગ હોય છે. પરંતુ, છેવટે તો સરકારે ધાર્યું હોય એમ જ થાય છે.

બાઇબલ બતાવે છે કે જ્યાં અભિમાન હોય, ત્યાં “નાશકારક” આફતો આવે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૩) શું એ ખરું છે? આજે દુનિયાના લોકો ઘણું સહન કરે છે. ઇતિહાસ તપાસવાથી જોવા મળે છે કે ઘણા લોકોને પોતાના દેશનું ઘમંડ હોવાને લીધે બીજા દેશના લોકોને ધિક્કારે છે. લોકોના આવા વલણના લીધે આજે ક્યાંય એકતા જોવા મળતી નથી. એનાથી જોવા મળે છે કે, કોઈ પણ વડાપ્રધાન કે સરકાર એકતા લાવી શકે નહિ.

ઘણા નેતાઓને હવે આખી દુનિયામાં મુશ્કેલીઓનું જડ જોવા મળ્યું છે: દેશ વિષેનું અભિમાન અને પોતાનો જ દેશ પ્રગતિ કરે એવા સ્વાર્થી વિચારો. દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્‌સના ભૂતપૂર્વ સેક્રેટરી યુ થાન્ટે કહ્યું: ‘આજે મુશ્કેલીઓનું મૂળ કારણ દેશભક્તિની ખોટી ભાવના છે. કૂવામાંના દેડકાં જેવું મન રાખનારા દેશના લોકોને લાગે છે કે મારો જ દેશ મહાન છે. પછી ભલેને એ સાચું હોય કે નહિ.’ જોકે, આજે મોટા ભાગે દરેક દેશ પોતાનો જ સ્વાર્થ જુએ છે. તેઓને પૈસા, તાકાત અને બીજી બધી બાબતોમાં આગળ વધવું છે. આથી, આગળ પડતા દેશો બીજા દેશોનો વિકાસ થાય અને તેઓ પ્રગતિ કરે એવું ઇચ્છતા નથી. દાખલા તરીકે, ઈન્ટરનેશનલ હેરાલ્ડટ્રીબ્યુન છાપાએ યુરોપના યુનિયન વિષે કહ્યું: ‘યુરોપની સરકારમાં ઘણી ચડસાચડસી છે. તેઓ એકબીજા પર ભરોસો મૂકતા નથી. યુરોપના મોટા ભાગના સભ્યોને એ સ્વીકારવું અઘરું લાગે છે કે બીજો કોઈ દેશ આગળ વધે અને આગેવાની લે.’

બાઇબલ બતાવે છે કે માણસોના રાજ કરવાથી કેવી અસર થાય છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) આ કેટલું સાચું છે! દેશો પોતે જ સંપ લાવવાને બદલે દેશમાં ભાગલા પાડે છે. તેથી, બાઇબલનો આ સિદ્ધાંત કેટલો સાચો લાગે છે: “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.”—નીતિવચનો ૧૮:૧.

આપણા સર્જનહાર યહોવાહ પરમેશ્વર જાણે છે કે આપણા માટે સારું શું છે. માણસો એકબીજા પર રાજ કરે એવું તે જરાય ઇચ્છતા નથી. તોપણ, માણસોએ પોતાની સરકાર બનાવી. એમ કરીને તેઓ જાણે યહોવાહ પરમેશ્વરને કહે છે, ‘તમારા નિયમો પાળવાથી કંઈ ફાયદો થવાનો નથી.’ તેઓ ભૂલી ગયા છે કે આખી સૃષ્ટિના રચનાર તે જ છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર ૯૫:૩-૫ કહે છે: “કેમકે યહોવાહ મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેનાં છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો; અને તેના હાથોએ કોરી ભૂમિ રચી.” ખરેખર, યહોવાહ પરમેશ્વર જ આ વિશ્વના રાજા છે. આપણે સર્વએ તેમની સત્તા સ્વીકારવી જોઈએ. પરંતુ, સરકારો પોતાનો સ્વાર્થ પૂરો કરવા યહોવાહના નિયમોની વિરુદ્ધમાં જાય છે.—ગીતશાસ્ત્ર ૨:૨.

સંપ લાવવા માટે શું જરૂરી છે?

આખી દુનિયામાં એકતા આવે એ માટે શું જરૂરી છે? ‘એક જ સરકાર.’ એક એવી સરકાર કે જેને લોકોની ચિંતા હોય. ઘણા લોકોને પરિસ્થિતિ જોતા અહેસાસ થયો છે કે એક જ સરકાર હોવી બહુ જરૂરી છે. પરંતુ, તેઓ માણસોની સરકાર પર આધાર રાખે છે. દાખલા તરીકે, ઘણા ધર્મગુરુઓ અને નેતાઓ બીજાઓને કહે છે કે ફક્ત ‘યુનાઈટેડ નેશન્સને જ સાથ આપવો જોઈએ. એના સિવાય બીજું કોઈ સંગઠન આખી દુનિયામાં એકતા લાવી શકે નહિ.’ જોકે અમુક સરકારોના ધ્યેય બહુ સારા હોય છે. તેમ છતાં, સરકાર ક્યારેય સંપ લાવી શકી નથી. એના બદલે, ઘણી વાર સરકારોના લીધે જ ભાગલા જોવા મળે છે.

બાઇબલ સલાહ આપે છે કે મુશ્કેલીઓ હલ કરવા માટે માણસો પર ભરોસો રાખવો જોઈએ નહિ. “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમકે તેની પાસે તારણ નથી.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) તેથી સવાલ થઈ શકે કે આ દુનિયામાં આપણે કદી એકતામાં જીવી શકીશું? હા, ચોક્કસ. પણ એ કોણ લાવશે?

યહોવાહ પરમેશ્વર. તેમની સરકાર ક્યારની સ્વર્ગમાં સ્થાપિત થઈ ચૂકી છે. તેમના રાજ કરવાથી લોકો એક થશે. યહોવાહ પરમેશ્વર કહે છે: “આ રાજાને મેં પસંદ કર્યો છે અને મારા પવિત્ર નગર યરુશાલેમની [સ્વર્ગની] રાજગાદી ઉપર મેં તેને સ્થાપન કર્યો છે. મારી પાસે માંગ અને હું તને જગતની સર્વ પ્રજાઓ આપીશ.” (ગીતશાસ્ત્ર ૨:૬,, IBSI) આ કલમોમાંથી શું જોવા મળે છે? યહોવાહે પોતાની સરકારના રાજાને સ્થાપન’ કર્યા છે. એ કોણ છે? સાતમી કલમ બતાવે છે કે એ તેમનો “પુત્ર છે.” એ બીજું કોઈ નહિ પણ સૌથી મહાન માણસ, ઈસુ ખ્રિસ્ત છે. યહોવાહે તેમને સર્વ દેશો પર અધિકાર આપ્યો છે.

આખી દુનિયાના લોકો એક થશે

દુઃખની વાત છે કે ઘણા લોકો પરમેશ્વરની સરકારમાં માનતા નથી. તેઓ પોતાનો જ કક્કો ખરો કરતા હોય છે. પરંતુ, જેઓ પરમેશ્વરની સત્તા અને તેમની સરકારનો નકાર કરે છે તેઓનો પરમેશ્વર નાશ કરશે. એ વિષે બાઇબલમાં ગીતશાસ્ત્ર ૨:૯ કહે છે: “તું [ઈસુ ખ્રિસ્ત] લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની પેઠે અફાળીને ટુકડેટુકડા કરશે.” આજે દેશો જાણે અજાણે એવા માર્ગે જઈ રહ્યા છે જેનાથી તેઓ યહોવાહ પરમેશ્વર સાથે લડાઈમાં ઊતરે. આ લડાઈ વિષે બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક કહે છે, “સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસે તેમની સામે યુદ્ધે ચઢવા આખી પૃથ્વીના રાજાઓ” સંગઠિત થશે. (સંદર્શન ૧૬:૧૪, પ્રેમસંદેશ) આ લડાઈમાં રાજાઓ કે સરકારો યહોવાહના હાથે નાશ પામશે. પછી આખી પૃથ્વી પર ફક્ત યહોવાહ પરમેશ્વરની જ સરકાર હશે.

આખા વિશ્વના રાજા યહોવાહ પરમેશ્વર છે. તેમણે પોતાના પુત્રને રાજ કરવાની પરવાનગી આપી છે. ઈશ્વરે પોતાના પુત્રને શક્તિ ને ડહાપણ આપ્યા છે, જેથી આખી દુનિયામાં એકતા લાવવા જરૂરી પગલાં ભરે. પરમેશ્વરની સરકાર ખરેખર એકતા લાવશે અને ન્યાય ચાહનારાઓને તે આશીર્વાદ આપશે. જો તમારે આ વિષે વધારે જાણવું હોય તો, બાઇબલમાંથી ગીતશાસ્ત્ર ૭૨ વાંચી શકો. એમાં તમે જોશો કે પરમેશ્વરનો પુત્ર રાજ કરશે ત્યારે તે માણસજાત માટે શું કરશે. તેમના રાજમાં આખી દુનિયાના લોકો એક થશે. ત્યારે ગરીબી, હિંસા અને હતાશા જતા રહેશે.

આજે દુનિયામાં ક્યાંય એકતા જોવા મળતી નથી. તેથી ઉપર જણાવેલી બાબતો આપણને એક સ્વપ્ન જેવી લાગી શકે. પરંતુ એને સ્વપ્ન જેવું વિચારવું મૂર્ખામીભર્યું છે. કેમ કે, પરમેશ્વરના વચનો હંમેશા પૂરા થયા છે અને હંમેશા થશે. (યશાયાહ ૫૫:૧૦, ૧૧) તમે આ ફેરફારોનો આનંદ માણવા ચાહતા હોય તો, શું કરી શકો? યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરી શકો. તેઓ કોણ છે? તેઓ એક ગ્રુપ છે જેઓમાં એકતા છે. ભલે તેઓ અલગ દેશ કે જાતિના હોય તેઓ સર્વ એક થઈને પરમેશ્વરની સત્તાને આધીન રહે છે. તેમની ભક્તિ કરે છે. (યશાયાહ ૨:૨-૪) તમે તેઓની સભાઓમાં જઈને એ જોઈ શકો. ત્યાં તમે તેઓની સંગતનો આનંદ માણશો. તેઓ તમને પરમેશ્વરની સત્તાને આધીન રહેવા અને એકતાનો આનંદ માણવા મદદ કરશે.

[પાન ૭ પર ચિત્ર]

સર્વ દેશના લોકો એક થવા માર્ગ તૈયાર કરી રહ્યા છે

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Saeed Khan/AFP/Getty Images

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

દુઃખી સ્ત્રી: Igor Dutina/AFP/Getty Images; વિરોધીઓ: Said Khatib/AFP/Getty Images; મિલિટરી વાહનો: Joseph Barrak/AFP/Getty Images