સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું દુનિયા કદી એક થશે?

શું દુનિયા કદી એક થશે?

શું દુનિયા કદી એક થશે?

‘બીજું વિશ્વયુદ્ધ પૂરું થયાના ૪૫ વર્ષો પછી દરેક દેશોમાં સંપ જોવા મળ્યો. એનાથી લોકો કેટલા ખુશ થયા હતા!’

આમ પ્રેસિડન્ટ બુશે ૧૯૯૧માં કહ્યું. શા માટે તેમના મનમાં એકતાનો વિચાર આવ્યો હશે? એ સમયે દુનિયામાં બની રહેલા બનાવો જોઈને તેમને લાગ્યું કે લોકો એક થઈ શકે છે. દાખલા તરીકે, એ સમયમાં જર્મનીની બર્લિનની દીવાલ ભાંગી પડી હતી. લોકોને એમ લાગ્યું કે ફક્ત જર્મનીમાં જ નહિ, પણ આખા યુરોપની હાલતમાં સુધારો થઈને સુખ-શાંતિ આવશે. બીજું કે, રશિયા જેવી જુલ્મી સરકારો ભાંગી પડી હતી. કેટલાક દેશોમાં લડાઈઓ બંધ થઈ ગઈ હતી. એટલું જ નહિ, અમુક દેશોએ તો ક્યારેય અણુશસ્ત્રો ઉપયોગ નહિ કરવાના કરાર કર્યા. જોકે, ઈરાની ખાડીમાં યુદ્ધ ફાટી નીકળ્યું પણ એ લાંબો સમય ચાલ્યું નહિ. તેથી, મોટા ભાગના લોકોનો આખી દુનિયામાં એકતા લાવવાનો નિર્ણય વધારે મક્કમ થયો.

સરકારની રાજનીતિમાં પણ ફેરફારો જોવા મળ્યા. જેના લીધે લોકોને એક થવાનું સ્વપ્નું સાકાર થશે એવું લાગવા માંડ્યું. દાખલા તરીકે, અમુક દેશોમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થયો. વર્ષો પહેલાં ડૉક્ટરો અમુક બાબતો કરી શકતા ન હતા. હવે તબીબી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને લીધે ડૉક્ટરો ઘણી બાબતો કરી શકે છે. અમુક દેશોના વેપાર ધંધામાં તેજી આવી. એનાથી બીજા દેશોને પણ લાભ મળશે એવું લાગ્યું. આવા નાના-મોટા અમુક ફેરફારોથી એમ લાગતું હતું કે જાણે દુનિયા ધીમે ધીમે એકતા તરફ પગલાં માંડી રહી છે.

પરંતુ, પ્રશ્ન ઊભો થાય છે કે ‘શા માટે આજે દુનિયામાં એકતા નથી? એ લાવવા માટે આપેલા મોટાં મોટાં વચનો ક્યાં ગયા?’ કેમ કે, આજે તો દુનિયાની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ છે. ચારેબાજુ આતંકવાદ ફાટી નીકળ્યો છે. લોકો પોતે તો મરે છે પણ સાથે બીજા ઘણાને લેતા જાય છે. અરે, ઘણા દેશો પાસે એવા અણુબૉંબ છે કે જેનાથી તેઓ આખાને આખા શહેરો કે દેશોનો નાશ કરી શકે છે. આ અને એના જેવી બીજી ઘણી બાબતો આજે સમાચારોમાં વારંવાર જોવા મળે છે. શું આ બધી બાબતોથી જોવા નથી મળતું કે આપણે એકતાના વિચારોથી પણ કોસો માઈલ દૂર જતા રહ્યા છીએ? વેપાર જગતની એક નામાંકિત વ્યક્તિએ કહ્યું: “આપણી ચારેબાજુ લડાઈઓ જ જોવા મળે છે. કંઈકને કંઈક રીતે આપણે એનો ભોગ બનીએ છીએ.”

એકતા ક્યાં છે?

વર્ષ ૧૯૪૫ની આસપાસ યુનાઈટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. એનો મુખ્ય ધ્યેય હતો: ‘દેશો વચ્ચેના સંબંધો સુધારવા. તેમ જ, લોકો પોતે પોતાની સરકારની પસંદગી કરે. સરકાર પણ લોકો પર જુલમ ન કરે.’ પરંતુ આજે પરિસ્થિતિ કેવી છે? લગભગ ૬૦ વર્ષ થવા આવ્યા પણ તેઓનો એકેય ધ્યેય પૂરો થયો નથી. દેશો વચ્ચેના સંબંધ સુધારવાને બદલે દરેક સરકારો વધારે સ્વાર્થી બની ગઈ છે. તેઓ મન ફાવે એ રીતે કામ કરે છે. યુનાઈટેડ નેશન્સની સ્થાપના થઈ ત્યારે એમાં ફક્ત ૫૧ દેશો જ જોડાયા હતા. પરંતુ, આજે ૧૯૧ દેશો જોડાયા છે. આ બતાવે છે કે એક દેશની જગ્યાએ બીજા દસ દેશો ઊભા થઈ ગયા. આમ, સંપની જગ્યાએ કુસંપ જોવા મળ્યો. જેના લીધે એકતામાં રહેવાનો વિચાર કરવો પણ અશક્ય છે.

આપણે જોયું કે ૧૯૯૦ના દાયકામાં લોકોને એમ લાગતું હતું કે આખી દુનિયામાં એકતા શક્ય છે. એ દાયકામાં કરવામાં આવેલી મહેનત પર પાણી ફરી વળ્યું. શા માટે? અમુક દેશોમાં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી. દાખલા તરીકે, યુગોસ્લાવિયા પહેલા એક દેશ હતો. હવે એમાં ભાગલા પડ્યા. ચૈચન્યા અને રશિયા વચ્ચે તેમ જ ઇરાકમાં પણ લડાઈઓ ફાટી નીકળી. મધ્ય પૂર્વમાં ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા. શું આ બધું જોઈને એમ પુરવાર થતું નથી કે એકતા દિવસે દિવસે સો ગાંવ દૂર થતી જાય છે?

જોકે, એકતા લાવવા માટે આકાશ-પાતાળ એક કરવામાં આવી રહ્યા છે. તોપણ, આખી દુનિયા એક થાય એ અશક્ય લાગે છે. ઘણા લોકો વિચારે છે કે ‘શા માટે સરકાર એકતા લાવી શકતી નથી? શું આ દુનિયાની હાલત ક્યારેય સુધરશે ખરી?’

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

AP Photo/Lionel Cironneau

Arlo K. Abrahamson/AFP/ Getty Images