સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઍલેક્ઝાંડ્રિયાનો ફાઇલો બાઇબલમાં મરીમસાલો ઉમેરવા લાગ્યો

ઍલેક્ઝાંડ્રિયાનો ફાઇલો બાઇબલમાં મરીમસાલો ઉમેરવા લાગ્યો

ઍલેક્ઝાંડ્રિયાનો ફાઇલો બાઇબલમાં મરીમસાલો ઉમેરવા લાગ્યો

લ ગભગ ૨,૩૩૭ વર્ષ પહેલાં મહાન સિકંદર દુનિયાને પોતાની મુઠ્ઠીમાં લેવા નીકળી પડ્યો હતો. તેણે ઉત્તર ઇજિપ્તનું એક શહેર કબજે કરી લીધું. તેણે પોતાના નામ પરથી એ શહેરનું નામ પાડ્યું, ઍલેકઝાંડ્રિયા. સમય જતાં ગ્રીક લોકો ત્યાં રહેવા લાગ્યા. સિકંદર ઇજિપ્તમાં આવ્યો એના લગભગ ૩૧૨ વર્ષ પછી બીજો વિજેતા ઊભો થયો. તેનું નામ હતું, ઍલેકઝાંડ્રિયા ફાઇલો. તે યોદ્ધા નહિ પણ ફિલોસોફર હતો. તે યહુદી હતો પણ ઍલેકઝાંડ્રિયામાં જન્મથી મોટો થયો હતો. જોકે તે ફાઇલો જુડાયસ તરીકે પણ જાણીતો છે.

ઍલેકઝાંડ્રિયામાં ઘણા યહુદીઓ રહેતા હતા. તેઓ ત્યાં કેવી રીતે આવ્યા? લગભગ ૨,૬૧૨ વર્ષ પહેલાં બાબેલોને યરૂશાલેમનો નાશ કર્યો. એ સમયે ઘણા યહુદીઓને બંદી બનાવીને બાબેલોન લઈ જવામાં આવ્યા. આ રીતે તેઓ ઇજિપ્તમાં આવ્યા. પરંતુ, સવાલ થાય છે કે ‘શું ગ્રીક અને યહુદીઓ સંપીને રહેતા હતા?’ બિલકુલ નહિ. યહુદીઓ ગ્રીકના દેવ-દેવીઓને ભજતા ન હતા. તેમ જ ગ્રીકના લોકો યહુદીઓના શાસ્ત્રમાં માનતા ન હતા. ફાઇલો તેઓના આ અંદરોઅંદરના ઝઘડાઓ વિષે સારી રીતે પરિચિત હતો. તે પોતે યહુદી હતો પણ ગ્રીકમાં ભણ્યો હતો. જોકે, તે એટલું જરૂર માનતો હતો કે યહુદીઓનો ધર્મ સાચો છે. તે વિચારતો હતો કે, ‘યહુદીઓ અને ગ્રીક વચ્ચે સંપ કેવી રીતે લાવી શકાય. જેથી ગ્રીક લોકો પણ યહુદી ધર્મ અપનાવે.’

જૂના કરારમાં ભેળસેળ

યહુદીઓની જેમ ફાઇલોની માતૃભાષા ગ્રીક હતી. તેથી, તેણે જૂનો કરાર ગ્રીક ભાષામાં વાંચ્યો. તેને એવું લાગ્યું કે એમાં ફિલોસોફીના વિચારો છે. તે મુસાને એક ‘અજોડ ફિલોસોફર’ માનવા લાગ્યો.

ફાઇલોના જમાનાથી અમુક સદીઓ પહેલાં, ગ્રીક ફિલોસોફરો પોતાની સંસ્કૃતિ વિષે અનેક વાર્તાઓ વાંચતા. આ વાર્તાઓ રાક્ષસો અને ભૂતો વિષેની હતી. એ વાંચીને ફિલોસોફરોને જોવા મળ્યું કે એ વાર્તાઓ જૂઠી છે. તેથી, તેઓ પોતાના વિચારો પ્રમાણે એ વાર્તાનો અર્થ લોકોને સમજાવવા લાગ્યા. એના વિષે જૅમ્સ ડ્રમૉડે કહ્યું: “એ વાર્તાઓ ગંદા શબ્દોથી લખવામાં આવી હતી. ફિલોસોફરો એ વાંચીને એમાંથી નવો અર્થ કાઢતા. તેઓ એ સમજાવવા માટે સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા.” ફાઇલોએ પણ સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરીને શાસ્ત્રની સમજણ આપવા માંડી.

દાખલા તરીકે, સેમ્યુલ બૅગસ્ટરે જૂના કરારના ઉત્પત્તિ ૩:૨૨નું ગ્રીકમાં આ રીતે ભાષાંતર કર્યું: “પ્રભુ ઈશ્વરે આદમ અને હવા માટે ચામડાનાં કપડાં બનાવીને તેઓને પહેરાવ્યાં.” પરંતુ, ગ્રીક લોકો એવું માનતા ન હતા. તેઓ માનતા હતા કે, ‘ઈશ્વર તો પરમાત્મા છે. તે આવા કામ કરી જ ન શકે.’ ફાઇલોએ પણ ગ્રીક લોકોને આ કલમ સમજાવવા માટે સાંકેતિક ભાષા વાપરી. તેણે કહ્યું કે ‘ઈશ્વરે આદમ અને હવાને ચામડાનાં વસ્ત્રો પહેરાવ્યાં ન હતાં. પણ સાંકેતિક અર્થમાં શરીર એ જ ચામડાનાં વસ્ત્રો છે. પછી ઈશ્વરે મગજ બનાવ્યું. એને આદમ નામ આપ્યું. એ હરવા-ફરવા લાગ્યો. એટલે તેનું નામ જીવન પાડ્યું.’ ઈશ્વરે આદમ અને હવાને જે વસ્ત્રો પહેરાવ્યા એની ફિલોસોફરો આ રીતે સમજણ આપવા લાગ્યા.

ચાલો આપણે બીજો એક દાખલો લઈએ. ઉત્પત્તિ ૨:૧૦-૧૪માં એદન બાગ વિષે જણાવવામાં આવ્યું છે. જેમાં ચાર નદીઓ વહેતી હતી. ફાઇલોએ એનો કંઈ અલગ જ અર્થ સમજાવ્યો. તેનું કહેવું હતું કે આ ચાર નદીઓ તો ચાર ગુણો છે. જેમ કે પીશોન એટલે ડહાપણ, ગીહોન એટલે ગંભીર, હીદ્દેકેલ એટલે શક્તિ અને ફ્રાત એટલે ન્યાય.

ફિલસૂફીની રીતે ફાઇલોએ બાઇબલના કેટલાક બનાવો પર સમજણ આપી હતી. જેમ કે, કાઈને હાબેલને મારી નાખ્યો; નુહના દિવસનો જળપ્રલય; યહોવાહે બાબેલમાં ભાષાઓ બદલી નાખી અને મુસાને આપેલા નિયમો. આપણે જોયું તેમ બાઇબલની અનેક કલમો પર ફાઇલોએ ફિલોસોફીની રીતે સમજણ આપવા જુદા જુદા સાંકેતિક અર્થો આપ્યા. તેણે પોતાના પુસ્તકમાં વારંવાર કહ્યું, “ચાલો આપણે જોઈએ કે આ કલમનો બીજો અર્થ શું છે.” આમ, તે કલમનો બીજો અર્થ આપવામાં એટલો બધો ડૂબી ગયો કે એનો ખરો અર્થ ભૂલી ગયો.

ફાઇલોની ઈશ્વર વિષેની માન્યતા

ફાઇલો ઈશ્વરમાં માનતો હતો. આથી, ઇશ્વર છે એનો પુરાવો આપવા તેણે સરસ ઉદાહરણ વાપર્યું. તેણે પોતાના પુસ્તકોમાં જમીન, તારાઓ, નદીઓ અને ગ્રહો વિષે આમ કહ્યું: “પૃથ્વી અતિ સુંદર છે. તે ઈશ્વરની કરામત છે. તેમની બુદ્ધિનો કોઈ પાર જ નથી. આ પુરાવો આપે છે કે ઈશ્વર તો ચોક્કસ છે.” એ જોરદાર પુરાવો છે.—રૂમી ૧:૨૦.

ફાઇલોએ ઈશ્વર વિષે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સાચો અર્થ આપી શક્યો નહિ. ફાઇલોએ કહ્યું, ‘ઈશ્વરને આપણે ઓળખી શકતા નથી. તેમના કોઈ ગુણો જ નથી તો, તેમને કેવી રીતે સમજી શકીએ? તેથી જે કોઈ ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરે છે, તે ખોટા આમ-તેમ ફાંફાં મારે છે.’ આ વિચાર ફાઇલોએ બાઇબલમાંથી નહિ, પણ પ્લેટોના શિક્ષણમાંથી લીધો હતો. પ્લેટો કંઈ યહોવાહનો ભક્ત ન હતો.

ફાઇલો માનતો હતો કે આપણે ઈશ્વરને ઓળખી શકીએ એમ નથી. તો તેનું નામ કેવી રીતે જાણી શકીએ? તેણે કહ્યું કે ‘ઈશ્વરનું કોઈ નામ નથી.’ શું એ ખરેખર સાચું છે?

ના, જરાય નહિ. કેમ કે બાઇબલ ઈશ્વરનું નામ જણાવે છે. ગીતશાસ્ત્ર ૮૩:૧૮, કહે છે: “જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.” તેમ જ યશાયાહ ૪૨:૮ કહે છે: “હું યહોવાહ છું; એ જ મારૂં નામ છે.” તો પછી, સવાલ ઊભો થાય છે કે ભલે ફાઇલો પાસે બાઇબલનું જ્ઞાન હતું, તોપણ તેણે કેમ એમ કહ્યું કે ઈશ્વરનું નામ જ નથી? તે બાઇબલના ઈશ્વર વિષે નહિ પણ ગ્રીકોના દેવો વિષે વાત કરતો હતો.

આત્મા જેવું કંઈ જ નથી

ફાઇલો શીખવતો હતો કે મનુષ્યોમાં આત્મા છે. તેણે કહ્યું, ‘આપણું શરીર અને આત્મા બંને અલગ છે.’ તો સવાલ થાય છે આત્મા મરે છે કે નહિ? એના વિષે ફાઇલોએ કહ્યું: “આપણા શરીરમાં આત્મા છે. આપણે મરીએ છીએ ત્યારે એ મરતો નથી. પણ એ મુક્ત થઈ જાય છે.” ફાઇલો અમર આત્મામાં માનતો હતો.

તો પછી, બાઇબલ આત્મા વિષે શું શીખવે છે? ઉત્પત્તિ ૨:૭, કહે છે: “પ્રભુ ઈશ્વરે [યહોવાહે] ભૂમિની માટીમાંથી માણસનું શરીર બનાવ્યું. તેમાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને મનુષ્ય જીવંત વ્યક્તિ થઈ.” (IBSI) બાઇબલ કહે છે કે માણસમાં આત્મા જેવું કંઈ જ નથી.

બાઇબલ એમ પણ શીખવે છે: “જે જીવ પાપ કરશે તે માર્યો જશે.” (હઝકીએલ ૧૮:૪) એ બતાવે છે કે મનુષ્ય મરે ત્યારે તેના શરીરમાંથી કંઈ નીકળીને બહાર જીવતું રહેતું નથી.—ઉત્પત્તિ ૧૯:૧૯. *

ફાઇલોના મરણ પછી યહુદીઓ તેને અને તેના શિક્ષણને ભૂલી ગયા. પણ, ખ્રિસ્તીઓ તેને ભૂલ્યા નહિ. અરે, તેઓ માટે તો ફાઇલોનું શિક્ષણ પવિત્ર હતું. યુસીબીયસ જેવા ખ્રિસ્તી ગુરુઓ માનતા હતા કે ફાઇલોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. જેરોમ માનતો હતો કે ફાઇલો ખ્રિસ્તી ધર્મનો ગુરુ છે. અરે, પોતાને ખ્રિસ્તી કહેનારાઓએ તો ફાઇલોનાં પુસ્તકોને જીવની જેમ સાચવી રાખ્યાં છે. જેથી બધા વાંચી શકે.

ફાઇલોનાં લખાણોથી ખ્રિસ્તી માન્યતામાં ઘણા નવા નવા વિચારો ઘૂસી ગયા. જેમ કે, ઘણા ખ્રિસ્તીઓ માનવા લાગ્યા કે આત્મા અમર છે; ઈશ્વર, ઈસુ, અને પવિત્ર આત્મા કે શક્તિ એ ત્રણેવ એક જ છે. જેને ત્રૈક્ય કહેવામાં આવે છે. બાઇબલમાં આવું શિક્ષણ ક્યાંય જોવા મળતું નથી.

છેતરાશો નહિ

ફાઇલો જૂના કરારનો અભ્યાસ કરીને જે રીતે ‘સાંકેતિક અર્થો સમજાવતો હતો, એ એકદમ સાચું છે એવું તે માનતો હતો.’ પરંતુ, બાઇબલમાં વધ-ઘટ કરવા વિષે શું કહેવામાં આવ્યું છે એ નોંધ કરો. પુનર્નિયમ ૪:૨ કહે છે: “જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ, તેમ જ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહિ, એ માટે કે યહોવાહ તમારા દેવની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે તમે પાળો.” ફાઇલોનો ધ્યેય શરૂઆતમાં તો ઘણો સારો હતો. પરંતુ, પછીથી એના પર પાણી ફરી વળ્યું. તેણે પોતાના જૂઠા શિક્ષણથી બાઇબલમાં મળી આવતા ઈશ્વર વિષેના સત્યને ઢાંકી દીધું.

પ્રેષિત પીતરે ખ્રિસ્તી મંડળોને પત્રો લખ્યા. પરંતુ, તેમણે ફાઇલોની જેમ કદી પોતાના મનના વિચારો લખ્યા ન હતા. પીતરે કહ્યું: “અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા.” (૨ પીતર ૧:૧૬) તેમણે ઈશ્વરની દોરવણીથી મંડળને પત્રો લખ્યા હતા.—યોહાન ૧૬:૧૩.

યહોવાહ પરમેશ્વરને સાચા દિલથી ભજવા, આપણે શું કરવું જોઈએ? પરમેશ્વર વિષે સત્ય શીખવતા હોય એવા પુસ્તકો વાંચવા જોઈએ. જોકે, એવા પુસ્તકો ફિલોસોફી પર આધારિત ન હોવા જોઈએ. આપણે જો સાચા દિલથી બાઇબલનો અભ્યાસ કરીશું તો એમાંથી ઈશ્વર વિષેનું સત્ય શીખી શકીશું. એમ કરવાથી ‘ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણ પામવા માટે તે શાસ્ત્ર આપણને જ્ઞાની બનાવશે.’ એ જ્ઞાન પ્રમાણે જીવવાથી આપણે ઈશ્વરને પસંદ પડે એવા સેવકો બનીશું. તેમ જ, આપણે ‘સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થઈશું.’—૨ તીમોથી ૩:૧૫-૧૭.

[ફુટનોટ]

^ આત્મા વિષે ૧૯૧૦નું ધ જ્યુઈશ એન્સાયક્લોપેડિયા કહે છે: ‘ફિલોસોફરો શીખવે છે કે આત્મા અમર છે. બાઇબલ એવું કંઈ શીખવતું નથી.’

[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]

ફાઇલોનું શહેર

ફાઇલો ઇજિપ્તના ઍલેકઝાંડ્રિયા શહેરમાં રહેતો હતો. સદીઓ સુધી એ શહેર પુસ્તકો અને પંડિતોના કારણે જાણીતું હતું.

એ શહેરની સ્કૂલોમાં ઘણા પ્રખ્યાત પંડિતો ભણાવતા હતા. ઍલેકઝાંડ્રિયામાં આવેલી જબરજસ્ત મોટી લાઈબ્રેરી, આખી દુનિયામાં જાણીતી હતી. એ લાઈબ્રેરીની દેખરેખ રાખનારાઓ બધી જ પ્રકારનાં લખાણો અને પુસ્તકો ભેગા કરતા. એ કારણથી એમાં હજારો ને હજારો પુસ્તકો હતા.

સમય જતાં, લોકોનું એ લાઈબ્રેરી પરથી મન ઊતરી ગયું. ઍલેકઝાંડ્રિયામાં રોમનોનું રાજ આવ્યું. રોમન રાજાઓ પોતાના શહેરોને વધારે મહત્ત્વ આપવા લાગ્યા. આ રીતે ઇજિપ્તને બદલે યુરોપમાં શિક્ષણ ફેલાવા લાગ્યું. સાતમી સદીમાં ઍલેક્ઝાંડ્રિયાના દુશ્મનોએ એ શહેરનો નાશ કરી નાખ્યો. એના લીધે, મોટી લાઈબ્રેરીનો પણ નાશ થઈ ગયો. જેનાથી ઈતિહાસકારોને એવું લાગ્યું કે ઇતિહાસમાં એક હજાર વર્ષ પાછા થઈ ગયા.

[Credit line]

L. Chapons/Illustrirte Familien-Bibel nach der deutschen Uebersetzung Dr. Martin Luthers

[પાન ૧૨ પર બોક્સ]

લખાણમાં વાપરવામાં આવેલા સાંકેતિક ચિહ્‍નો

સાંકેતિક ચિહ્‍નોનો શું અર્થ થાય છે? કોઈ પણ બનાવ કે વાર્તામાં નાની નાની માહિતી માટે ચિહ્‍ન વાપરવામાં આવે છે. જેનો અર્થ કંઈ જુદો જ થતો હોય. તેથી, લેખકો એવી રીતે સાંકેતિક ભાષામાં લખે જેથી એ સહેલાઈથી યાદ રહી જાય. ઍલેક્ઝાંડ્રિયાના ફાઇલોની જેમ આજે ઘણા ગુરુઓ બાઇબલ સમજાવવા માટે સાંકેતિક ચિહ્‍નો વાપરે છે.

દાખલા તરીકે, ચાલો આપણે ઉત્પતિના ૧થી ૧૧ અધ્યાય તપાસીએ. એ બતાવે છે કે માણસ કેવી રીતે ઉત્પન્‍ન થયો. તેમ જ, બાબેલમાં યહોવાહે કેવી રીતે ભાષાઓ ગૂંચવી નાખી. એના વિષે એક બાઇબલ આમ કહે છે: “એ વખતે બાઇબલ એવી રીતે લખાયું હતું કે ઈસ્રાએલીઓ એને સહેલાઈથી સમજી શકતા હતા. એમાં જે લખવામાં આવ્યું એના શબ્દો પર નહિ પણ એના અર્થ પર ભાર આપવો જોઈએ.” આ વિચાર ખરેખર કહે છે કે આપણે ઉત્પતિ ૧થી ૧૧ અધ્યાયના શબ્દો પર ભાર ન મૂકવો જોઈએ. જેમ કપડાં શરીરને ઢાંકે છે તેમ શબ્દો એના ખરા અર્થને ઢાંકે છે.

તેમ છતાં ઈસુએ શીખવ્યું કે ઉત્પતિના એ પ્રકરણો એકદમ સાચા છે. એમાં સાંકેતિક ભાષા કે ચિહ્‍નો જેવા કોઈ વિચારો નથી. (માત્થી ૧૯:૪-૬; ૨૪:૩૭-૩૯) તેમના શિષ્યો પાઊલ અને પીતરે પણ ઈસુ જેવું જ કહ્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪-૨૬; ૨ પીતર ૨:૫; ૩:૬, ૭) તેથી, આજે જેઓ ખરેખર બાઇબલમાં માને છે તેઓ જૂઠા શિક્ષણમાં માનતા નથી.

[પાન ૯ પર ચિત્ર]

ઍલેકઝાંડ્રિયાની દીવાદાંડી

[Credit line]

Archives Charmet/Bridgeman Art Library