સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારું કામ ખુશી આપે છે કે કંટાળો?

તમારું કામ ખુશી આપે છે કે કંટાળો?

તમારું કામ ખુશી આપે છે કે કંટાળો?

‘માણસ પોતાની મહેનતનાં ફળ ભોગવે એના કરતાં સારું બીજું કશું નથી.’—તત્ત્વદર્શી [સભાશિક્ષક] ૨:૨૪, સંપૂર્ણ.

એક દેશમાં તાજેતરમાં કામદારો પર સર્વે કરવામાં આવ્યો હતો. ત્રણમાંથી એક કામદારે જણાવ્યું કે ‘કામ પૂરું થાય ત્યાં સુધીમાં તો હું થાકીને લોથપોથ થઈ જાઉં છું.’ એનું કારણ શું હોય શકે? કેટલાક કામદારો રાત-દિવસ એક કરીને કામ કરે છે. અરે, તેઓ ઘરે પણ કામ લઈ જાય છે. તેથી, તેઓને ટેન્શન થઈ જાય છે. તોપણ તેઓના કામની ભાગ્યે જ કદર કરવામાં આવે છે.

આજે મશીનનો યુગ છે. એનાથી ઝડપથી વસ્તુઓ તૈયાર થઈ જાય છે. તેથી, ઘણા મજૂરોને લાગે છે કે હવે તેઓની કોઈ જરૂર નથી. તેઓમાં નવી કળા કે કામ શીખવાની હોંશ કે ધગશ ધીમે ધીમે ઠંડી પડી જાય છે. તેથી, કામ પરથી મન ઊઠી જાય છે. તેઓના કામમાં કોઈ ભઠિયો હોતો નથી. ધીમે ધીમે તેઓ કામથી કંટાળી જાય છે.

શું કામ કરવું તમને ગમે છે?

એક કામ ન ફાવે તો બીજું એમ અવારનવાર આપણે કામ બદલી શકતા નથી, ખરું ને? પણ આપણે કામ પ્રત્યેનું પોતાનું વલણ બદલી શકીએ છીએ. જો કોઈ કારણસર આપણને કામ ન ગમતું હોય તો પોતાને પૂછવું જોઈએ: ‘કામ કરવા વિષે બાઇબલ શું કહે છે?’ (સભાશિક્ષક ૫:૧૮) ઘણા લોકો બાઇબલમાં કામ વિષે ઈશ્વરે આપેલી સલાહ જીવનમાં ઉતારીને નોકરી-ધંધામાં આનંદ અનુભવે છે.

ઈશ્વર મહેનતુ છે. યહોવાહ હંમેશાં કામ કરતા જ રહે છે. બાઇબલનું પહેલું પુસ્તક કહે છે કે, યહોવાહે વિશ્વ અને પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે. (ઉત્પત્તિ ૧:૧) સઘળી વસ્તુઓ ઉત્પન્‍ન કરતા પહેલાં યહોવાહે શાનો વિચાર કર્યો હશે! એના અમુક ઉદાહરણો લઈએ: દરેક વસ્તુઓની જુદી જુદી ડિઝાઇન. એને ક્યાં અને કેવી રીતે રાખવી? કઈ રીતે એ કામ કરશે? કઈ રીતે એ વધારે સુંદર દેખાશે? એ બનાવવા કેવી વસ્તુઓ જોઈશે? એમાં કેવા તત્ત્વો હોવા જોઈએ? જીવ-જંતુઓ ક્યાં અને કેવી રીતે રહેશે? મનુષ્ય કઈ રીતે બોલશે?—નીતિવચનો ૮:૧૨, ૨૨-૩૧.

યહોવાહે બનાવેલી દરેક વસ્તુ કેવી હતી? બાઇબલ કહે છે કે ‘ઈશ્વરે બનાવેલું બધું જ તેમને ખૂબ જ સારું લાગ્યું.’ (ઉત્પત્તિ ૧:૪, ૩૧, સંપૂર્ણ) સાચે જ આખું ‘આકાશ ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે.’ આપણે પણ “યહોવાહની સ્તુતિ” કરવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૯:૧, IBSI; ૧૪૮:૧.

યહોવાહે સૃષ્ટિ બનાવ્યા પછી પ્રથમ પુરુષ અને સ્ત્રીને ઉત્પન્‍ન કર્યાં. એટલેથી તેમનું કામ પૂરું થયું ન હતું. ઈસુ ખ્રિસ્તે કહ્યું: “મારો બાપ અત્યાર સુધી કામ કરે છે.” (યોહાન ૫:૧૭) યહોવાહ આજે પણ સર્વ જીવ-જંતુઓને ખોરાક પૂરો પાડે છે. સૃષ્ટિને ચલાવે છે. તેમના ભક્તોની કદર કરે છે. (નહેમ્યાહ ૯:૬; ગીતશાસ્ત્ર ૩૬:૬; ૧૪૫:૧૫, ૧૬) તે અમુક કામ પૂરું કરવા પોતાના ‘સેવકોનો’ પણ ઉપયોગ કરે છે.—૧ કોરીંથી ૩:૯.

કામ કરવાથી સંતોષ મળે છે. ઉત્પત્તિ ૩:૧૭-૧૯ પરથી એવું લાગી શકે કે કામ એ ઈશ્વર તરફથી શાપ છે. આદમ અને હવાએ યહોવાહને છોડી દીધા ત્યારે યહોવાહે તેઓને કહ્યું: “તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે.” શું એનો એવો અર્થ થાય કે કામ પર ઈશ્વરનો શાપ છે?

ના, જરાય નહિ. યહોવાહે આદમ અને હવાને બનાવીને તેઓને એદન વાડીમાં ઘર આપ્યું. ત્યાંનો આખો વિસ્તાર જ કંઈ અલગ હતો. ઈશ્વરની ઇચ્છા એવી હતી કે તેઓ આખી પૃથ્વી બગીચા જેવી બનાવે. પણ તેઓએ પાપ કર્યું. એટલે પૃથ્વી એદન વાડી જેવી બની નહિ. ઈશ્વરે ભૂમિને શાપ આપ્યો હતો. તેથી, દરેકને રોજી-રોટી મેળવવા પરસેવો પાડીને કામ કરવું પડે છે.—રૂમી ૮:૨૦, ૨૧.

બાઇબલ કહે છે કે ઈશ્વરે કામને શાપ આપ્યો નથી. એ તો આપણી માટે મોટો આશીર્વાદ છે. આપણે જોયું તેમ ઈશ્વર પોતે મહેનતુ છે. ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારે તેનામાં પોતાના જેવો ગુણો મૂક્યા હતા. તેમ જ તેને પૃથ્વીની દેખરેખ રાખવા માટે બુદ્ધિ અને આવડત પણ આપ્યા હતા. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૮; ૨:૧૫) ઉત્પત્તિ ૩:૧૯ના શબ્દો લખવામાં આવ્યા, એના પહેલાં તેને પૃથ્વીની દેખરેખ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જો યહોવાહે કામને શાપ દીધો હોત, તો તેમણે માણસોને કદી કામ કરવાનું ઉત્તેજન આપ્યું ન હોત. ઘણાં વર્ષો પછી ઈશ્વરે નુહ અને તેમના કુટુંબને પણ ધરતીને બગીચા જેવી બનાવવાનું કામ સોંપ્યું. ઈસુના શિષ્યોને પણ કામ કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું હતું.—૧ થેસ્સાલોનીકી ૪:૧૧.

જોકે આપણે બધા જ જાણીએ છીએ કે આજે કામ મેળવવું કંઈ સહેલું નથી. કામથી ટેન્શન આવી શકે. એના લીધે શરીરમાં કોઈને કોઈ બીમારી આવી શકે. કંટાળો આવી શકે. નિરાશા આવી શકે. કામમાં હરીફાઈ હોય શકે. છેતરપિંડી થતી હોય છે. અન્યાય થતો હોય શકે. આવું કંઈકને કંઈક થતું હોય તો કામ આપણને ‘કાંટાની’ જેમ ખૂંચે છે. ભલે આવું બધું થાય પણ આપણે યાદ રાખવું જોઈએ કે ઈશ્વરે કામને શાપ આપ્યો નથી! બાઇબલ કહે છે કે કામ એ ઈશ્વર તરફથી આપણી માટે આશીર્વાદ છે. (સભાશિક્ષક ૩:૧૩)—“કામનો બોજો હળવો કરવો” બૉક્સ જુઓ.

કામથી ઈશ્વરને મહિમા આપીએ. આપણે મન મૂકીને સારું કામ કરીશું તો લોકો આપણા વખાણ કરશે. બાઇબલ પણ ઉત્તેજન આપે છે કે જે કંઈ કરો તે મન મૂકીને કરો. ઈશ્વર પોતે પણ મન મૂકીને સારું કામ કરે છે. તેમણે આપણને બધાને બુદ્ધિ આપી છે. એનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કામ કે કળા શીખી શકીએ. જેના સારાં પરિણામો આવી શકે. દાખલા તરીકે, ઘણાં વર્ષો પહેલાં યહોવાહે ઈસ્રાએલીઓને ભક્તિ માટે એક મંડપ બનાવવાનું કહ્યું. એ બનાવવા યહોવાહે બસાલએલ અને આહોલીઆબ જેવા ભક્તોનો ઉપયોગ કર્યો. યહોવાહે તેઓને એ કામ કરવા બુદ્ધિ, સમજણ અને જ્ઞાન આપ્યાં હતાં. (નિર્ગમન ૩૧:૧-૧૧) એ મંડપ બને એમાં ઈશ્વરને ખૂબ જ રસ હતો.

એમાંથી આપણે શું શીખી શકીએ? આપણે મન મૂકીને કામ કરતા શીખવું જોઈએ. આપણી પાસે જે આવડત હોય એની કદર કરતા શીખવું જોઈએ. એ ઈશ્વર તરફથી એક ભેટ છે. બાઇબલ યહોવાહના સેવકોને કહે છે કે ઈશ્વર તમારું કામ જોવાના હોય એવી રીતે કામ કરો. “માણસોને સારૂ નહિ પણ જાણે પ્રભુને [યહોવાહને] સારૂ છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.” (કોલોસી ૩:૨૩) એવી રીતે આપણે કામ કરીશું તો સહુને ગમશે. આપણી સાથે કામ કરતા લોકો અને બીજાઓ પણ આપણી પાસેથી ઈશ્વરનો શુભસંદેશો હોંશે હોંશે સાંભળશે.—“કામ પર બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડો” બૉક્સ જુઓ.

આપણે જોયું કે આપણા કામથી આપણે કઈ રીતે ઈશ્વરના ગુણો ગાઈ શકીએ. હવે પોતાને પૂછો: ‘શું હું મન મૂકીને કામ કરું છું કે કેમ? હું જે કામ કરું છું એનાથી ઈશ્વર પ્રસન્‍ન થશે? હું સોંપેલું કામ પૂરી લગનથી કરું છું?’ જો એમ ન કરતા હોઈએ તો, કામ પ્રત્યેના આપણા વલણમાં હજુ સુધારો કરી શકીએ.—નીતિવચનો ૧૦:૪; ૨૨:૨૯.

કામમાં ને કામમાં ઈશ્વરને ભૂલશો નહિ. આપણે મહેનતુ હોઈએ એ તો બહુ જ સારું કહેવાય. તેમ છતાં, જીવનમાં કામ જ કંઈ બધું નથી. શા માટે? ઈશ્વર સાથેનો સંબંધ એનાથી વધારે મહત્ત્વનો છે. સુલેમાન રાજા કામગરા હતા. રાજા હોવાથી તેમણે જીવનમાં બધી જ મોજમઝા માણી હતી. તોપણ, તેમણે કહ્યું: ‘ઈશ્વરનો ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ જ છે.’—સભાશિક્ષક ૧૨:૧૩.

આપણે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે પોતાને પૂછવું જોઈએ: ‘શું મારા કામથી ઈશ્વર રાજી થશે? કે મારે મન ફાવે એમ કરવું જોઈએ?’ આપણે જો ઈશ્વરની રીતે કામ નહિ કરીએ તો જે વાવીશું એ લણીશું. જેમ કે નિરાશ થઈ જઈ શકીએ. એકલા પડી જઈ શકીએ. અથવા જીવન ખાલી ખાલી લાગી શકે.

ડૉક્ટર સ્ટીવન બર્ગલાસ કહે છે, ‘તમે કામ કરી લોથપોથ થઈ જતા હોવ તો શું કરી શકો? એવું કંઈક કરો જેનાથી તમને તાજગી મળે.’ ઈશ્વરે આપણને કામ કરવા જ્ઞાન, બુદ્ધિ અને આવડત આપ્યાં છે. એનાથી યહોવાહની તન-મનથી ભક્તિ કરવા જેવું દુનિયામાં બીજું કંઈ જ નથી! તેમને પસંદ હોય એવું આપણે કામ કરતા રહીશું તો આપણે કદી પસ્તાવું નહિ પડે. યહોવાહે ઈસુને જે કામ સોંપ્યું હતું, એ તેમની માટે અન્‍ન જેવું હતું. એમાંથી તેમને તાજગી મળતી હતી. (યોહાન ૪:૩૪; ૫:૩૬) એ જ રીતે યહોવાહ આપણને તેમની સેવા કરવાનું ઉત્તેજન આપે છે.—૧ કોરીંથી ૩:૯.

આપણે જો સાચા દિલથી યહોવાહની ભક્તિ કરીશું તો આપણી શ્રદ્ધા દિવસે દિવસે વધશે. આમ આપણે તેમની સેવામાં વધારે કામ કરી શકીશું. તેમ જ જવાબદારી ઉપાડી શકીશું. આપણે જાણીએ છીએ કે કામ પર દરરોજ અનેક પ્રકારનાં દબાણો આવે છે. લોકો ઝઘડા કરે છે, કામ ઝડપથી પૂરું કરવાનું દબાણ હોય છે. પરંતુ, એનો સામનો કરવા અડગ શ્રદ્ધા હોવી જોઈએ. એ હશે તો જ આપણે સારો સ્વભાવ કેળવી શકીશું. આમ આપણે સારા કામદાર કે સારા શેઠ બની શકીશું. એ જ સમયે રોજનો અનુભવ આપણને એ પારખવા મદદ કરશે કે આપણી શ્રદ્ધા કેવી બાબતમાં નબળી છે. જેથી એ દૃઢ કરી શકીએ.—૧ કોરીંથી ૧૬:૧૩, ૧૪.

ઈશ્વરના રાજમાં કામનો ભરપૂર આનંદ માણીશું

યહોવાહની સેવા કરવી આજે સહેલું નથી. ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે આખી પૃથ્વી સ્વર્ગ જેવી બની જશે. ત્યારે આપણે મનપસંદ કામ કરી શકીશું. ત્યારે જીવન કેવું હશે? એના વિષે યહોવાહના ભક્ત યશાયાહ આમ કહે છે: ‘વળી તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; મારા પસંદ કરાએલા પોતાના હાથોના કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.’—યશાયાહ ૬૫:૨૧-૨૩.

ત્યારે કામ કરવાની કેવી મજા આવશે! ચાલો આપણે સર્વ યહોવાહ પરમેશ્વર પાસેથી તેમના હેતુઓ વિષે શીખતા રહીએ. એમ કરવાથી આપણે તેમના આશીર્વાદો મેળવીશું. આમ આપણે સર્વ ‘પોતાની મહેનતનું સુખ’ અનુભવીશું.—સભાશિક્ષક ૩:૧૩.

[પાન ૮ પર બ્લર્બ]

ઈશ્વર મહેનતુ છે: ઉત્પત્તિ ૧:૧, ૪, ૩૧;યોહાન ૫:૧૭

[પાન ૮ પર બ્લર્બ]

કામ કરવાથી સંતોષ મળે છે: ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫; ૧ થેસ્સાલોનીકી ૪:૧૧

[પાન ૮ પર બ્લર્બ]

કામથી ઈશ્વરને મહિમા આપીએ: નિર્ગમન ૩૧:૧-૧૧; કોલોસી ૩:૨૩

[પાન ૮ પર બ્લર્બ]

કામમાં ને કામમાં ઈશ્વરને ભૂલશો નહિ: સભાશિક્ષક ૧૨:૧૩; ૧ કોરીંથી ૩:૯

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

કામનો બોજો હળવો કરવો

ડૉક્ટરોનું માનવું છે કે કામનું ટેન્શન જોખમકારક છે. એનાથી પેટમાં ચાંદાં થઈ શકે. ડિપ્રેશન આવી શકે. વ્યક્તિને આપઘાત કરવા પણ દોરી શકે છે. એક જાપાનની કહેવત છે, ‘બહુ કામ કરશો તો મરી જશો.’

જેવું કામ તેવું ટેન્શન અને ચિંતાઓ. દાખલા તરીકે, નોકરીનો સમય અલગ અલગ હોય શકે, સાહેબ સાથે ફાવતું ન હોય, કામની જવાબદારીઓમાં અવારનવાર ફેરફાર થતા હોય, નોકરી છૂટી જવાનો ભય હોય, અથવા વહેલા રિટાયર્ડ કરવાનો ભય હોય તો, ચિંતાઓ વધી જઈ શકે છે. ઘણા લોકો એમાંથી છટકવા કામ બદલી નાખે છે. તો વળી બીજાઓ ટેન્શનમાં ફર્યા કરે અને એનો ગુસ્સો બીજાઓ પર ઠાલવે. ઘણા લોકો એમ માનવા લાગે કે પોતે સાવ નકામા છે. તેઓ ટેન્શન અને ચિંતાઓના કારણે ડિપ્રેસ કે હતાશ થઈ જાય છે.

આપણા પર ટેન્શન આવી જાય ત્યારે શું કરી શકીએ? બાઇબલમાં અનેક સિદ્ધાંતો છે જે આપણને દુઃખ-તકલીફો કે ટેન્શન સહન કરવા મદદ કરી શકે છે. જેથી આપણી શ્રદ્ધાનો દીવો હોલવાય નહિ. એના વિષે ઈસુએ કહ્યું: “આવતી કાલને સારૂં ચિંતા ન કરો, કેમકે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને સારૂ તે દહાડાનું દુઃખ બસ છે.” અહીં આપણને આવતી કાલ માટે નહીં પણ આજની જ ચિંતા કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. એમ કરીશું તો આપણી ચિંતાઓ રાઈમાંથી પહાડ નહિ બને.—માત્થી ૬:૨૫-૩૪.

યહોવાહના સેવકોએ પોતાના પર નહિ પણ ઈશ્વર પર આધાર રાખવો જોઈએ. આપણને એવું થાય કે હવે તો હદ થઈ, મારાથી સહન નહિ થાય ત્યારે, યહોવાહ આપણને તેમની શાંતિ આપશે. આપણા દિલમાં આનંદ જગાડશે. તેમ જ એ દુઃખ-તકલીફો સહન કરવા હિંમત આપશે. ઈશ્વર ભક્ત પાઊલે તેમના જમાનાના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવા લખ્યું: “પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.”—એફેસી ૬:૧૦; ફિલિપી ૪:૭.

આપણા પર ટેન્શન આવે ત્યારે એમાંથી શું આશીર્વાદ મળી શકે? ત્યારે આપણે યહોવાહ પાસે દોડી જઈશું. એટલે યહોવાહ સાથેનો સંબંધ દૃઢ થશે. તેમ જ ઈસુ ખ્રિસ્ત જેવો સ્વભાવ કેળવવામાં આપણને મદદ મળશે. આપણે શાંત મગજના થઈશું. એના વિષે પાઊલે ખ્રિસ્તીઓને લખ્યું: “આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમકે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે.”—રૂમી ૫:૩, ૪.

આ રીતે ચિંતાઓ આપણી શ્રદ્ધાનો દીવો હોલવી નહિ શકે, પણ એનો પ્રકાશ હજુ વધારે ફેલાવશે.

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

“કામ પર બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડો”

આપણે યહોવાહના સેવકો છીએ. તેથી, કામના સ્થળે આપણું વાણી-વર્તન સારું હોવું જોઈએ. એનાથી આપણી સાથે કામ કરતા લોકોને બાઇબલમાંથી સત્ય શીખવાનું મન થશે. પાઊલ યહોવાહના ભક્ત હતા. તેમના જમાનામાં ઘણા ઈશ્વરભક્તો નોકરી કરતા હતા. તેથી, પાઊલે તેઓને સલાહ આપી: “પોતાના ધણીઓને આધીન રહેવાને, સર્વ પ્રકારે તેમને રાજી રાખવાને, સામું ન બોલવાને, ઉચાપત ન કરવાને, પણ સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર થવાને બોધ કર; જેથી તેઓ સર્વ વાતે આપણા તારનાર દેવના સુબોધને દીપાવે.”—તીતસ ૨:૯, ૧૦.

દાખલા તરીકે એક વેપારીએ યહોવાહના સાક્ષીઓની હૅડ ઑફિસને લખ્યું: “મહેરબાની કરીને મને જરા મદદ કરશો? મારે યહોવાહના સાક્ષીઓ કામે રાખવા છે. એ માટે મારે તમારી રજા લેવી છે. હું તેઓને કામે રાખવા માંગું છું, કેમ કે તેઓ કોઈની સાથે દગો કરતા નથી. તેઓ મન મૂકીને કામ કરે છે. વિશ્વાસુ છે. મને યહોવાહના સાક્ષીઓ પર જ આટલો ભરોસો છે.”

કાઍલબહેન યહોવાહની એક સાક્ષી છે. તે પ્રાઇવેટ સ્કૂલમાં રિસેપ્શન પર નોકરી કરે છે. એક દિવસ તેમની સાથે કામ કરતી સ્ત્રી સાથે ગેરસમજ થઈ. તે સ્ત્રીએ સ્કૂલના છોકરાઓ આગળ જ કાઍલબહેનને અપશબ્દો કહ્યા. કાઍલબહેને શું કર્યું? તે કહે છે: “મેં જીભ પર લગામ રાખી. જેથી મારા વર્તનથી યહોવાહને શરમાવું ન પડે.” થોડા દિવસો સુધી કાઍલબહેને વિચાર્યું કે પોતે કયા બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ. તેમને એક સિદ્ધાંત યાદ આવ્યો, રૂમી ૧૨:૧૮. એ જણાવે છે, “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.” કાઍલબહેને પેલી સ્ત્રીને ઇ-મેલ લખીને ગેરસમજણ માટે માફી માગી. પછી કહ્યું, ‘આપણે કામ પછી ચોખવટ કરીએ તો સારું થશે.’ તેઓએ વાત કરી ત્યારે તે સ્ત્રી ઠંડી થઈ. કાઍલબહેને જે પગલાં લીધાં એના લીધે પેલી સ્ત્રીએ તેમના વખાણ કર્યા. કાઍલબહેનને તે કહે છે: “તારા ધર્મના સંસ્કારના કારણે જ તું આ રીતે વર્તી હોવી જોઈએ.” પછી તેઓ બંને એકબીજાને ભેટી પડ્યા. ‘આવજો’ કરીને ઘરે ગયા. કાઍલબહેન આમાંથી શું શીખ્યા? ‘બાઇબલ સિદ્ધાંતો આપણને ખરા માર્ગ પર ચાલવા મદદ કરે છે.’

[પાન ૪, ૫ પર ચિત્ર]

ઘણા કામદારોને લાગે છે કે પોતે જાણે મશીનનો એક ભાગ છે

[Credit line]

Japan Information Center, Consulate General of Japan in NY

[પાન ૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પૃથ્વી: NASA photo