સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘આખરે આપણી ભાષામાં બાઇબલ મળી ગયું!’

‘આખરે આપણી ભાષામાં બાઇબલ મળી ગયું!’

‘આખરે આપણી ભાષામાં બાઇબલ મળી ગયું!’

પૂર્વ કૉંગોમાં એમ્બાન્ડાકા શહેર છે. ત્યાં યહોવાહના સાક્ષીઓએ ૨૦૦૨માં એક સંમેલન ભર્યું હતું. એમાં એક ખુશીની જાહેરાત કરવામાં આવી. ભાઈએ જણાવ્યું કે, ‘લીંગાલા ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઓફ ધ હોલી સ્ક્રીપ્ચર્સના ગ્રીક શાસ્ત્રવચનોનું ભાષાંતર કરવામાં આવ્યું છે. હવે બધા એ નવું બાઇબલ મેળવી શકશે.’ આ સાંભળીને તેઓ બધા જ હરખાઈ ગયા. અરે, અમુકની આંખો પણ ભરાઈ આવી. ટૉક પૂરી થતા તેઓ બાઇબલ લેવા દોડી ગયાં. લીંગાલા ભાષામાં ઘણા કહેવા લાગ્યા: ‘આખરે, આપણી ભાષામાં બાઇબલ મળી ગયું. હવે ચર્ચવાળા કઈં નહિ કરી શકે.’

શા માટે તેઓ હરખાઈ ગયા? ચર્ચવાળા શું નહિ કરી શકે? એ વિષે વધારે જોઈએ. એમ્બાન્ડાકા શહેરમાં, ચર્ચના લોકો યહોવાહના સાક્ષીઓનો વિરોધ કરતા હતા. તેઓ તેમને બાઇબલ આપતા ન હતા. યહોવાહના સાક્ષીઓને બાઇબલ ખરીદવું હોય તો શું? તેઓ બીજા કોઈકને પોતાના માટે બાઇબલ ખરીદવાનું કહેતા. પણ હવે તેઓનું પોતાનું બાઇબલ છે! કોઈ પણ ચર્ચવાળા એ લેતા તેઓને રોકી નહિ શકે.

આ નવું બાઇબલ વાંચવાથી યહોવાહના સાક્ષીઓને જ નહિ પણ બધાને લાભ થશે. દાખલા તરીકે, એક માણસ સંમેલન સ્થળની નજીક રહેતો હતો. તેણે પોતાના ઘરે બેઠા બેઠા જ બધી ટૉક સાંભળી હતી. તેણે યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસને એક પત્રમાં લખ્યું, “હું યહોવાહનો સાક્ષી નથી. પણ તમે આ નવું બાઇબલ બહાર પાડ્યું એની મને બહુ ખુશી છે. અમે હવે ઘણી બાબતો સમજી શકીશું. હું એ બાઇબલ મેળવવા કાગને ડોળે રાહ જોઉં છું.”

ન્યુ વર્લ્ડ ટ્રાંસલેશન ઓફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ હવે ૩૩ ભાષામાં મળે છે. ફક્ત ગ્રીક શાસ્ત્રવચન લીંગાલા સાથે, ૧૯ ભાષામાં છે. તમને એ જોઈતું હોય તો, યહોવાહના સાક્ષીઓ પાસેથી મળશે.