સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મનની શાંતિ ક્યાંથી મળે?

મનની શાંતિ ક્યાંથી મળે?

મનની શાંતિ ક્યાંથી મળે?

આલ્બર્ટ સુખી માણસ હતો. તેને મનગમતી પત્ની મળી હતી. આંખનાં રતન જેવાં બે બાળકો હતાં. તોપણ આલ્બર્ટને લાગતું કે તેના જીવનમાં કંઈક ખૂટે છે. તે નોકરી શોધતો હતો એ દરમિયાન રાજકારણની જાળમાં ફસાયો. તે કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય પણ બન્યો.

બહુ જલદી જ આલ્બર્ટનું મન રાજકારણથી પણ ધરાઈ ગયું. એની સાથેના બધા સંબંધો પણ તોડી નાખ્યા. ત્યાર પછી, તેણે પોતાના પરિવારમાં જ મન પરોવ્યું. પરિવારની ખુશી જ પોતાની ખુશી. તેમ છતાં, તેને કંઈક ખૂટતું હોય એમ લાગતું હતું!

આલ્બર્ટ જેવા ઘણા લોકો છે. સાચું સુખ ને મનની શાંતિ માટે ઘણા લોકોએ જુદી જુદી ફિલસૂફીઓ તેમ જ ધર્મોના અખતરા કર્યા છે. જેમ કે, પશ્ચિમના દેશોમાં ૧૯૬૦ પછીના વર્ષોમાં લોકો સુખી થવા હિપ્પી બનતા. ખાસ કરીને યુવાનિયાઓ એમ જ માનતા કે ‘સારે નિયમ તોડ દો. સરકારના નિયમો તોડો. સંસ્કારને મારો ગોલી. મારે કેમ જીવવું એ મારી મરજી!’ મન હંમેશાં ખુશ રહે એટલે તેઓ ડ્રગ્સ લેતા. હિપ્પી જીવનને સાથ આપતા ગુરુઓની સલાહ લેતા. જોકે, એનાથી ન તો મનની શાંતિ મળી, ન તો જીવન સુખી થયું. એના બદલે યુવાનિયાઓના જીવનમાં ડ્રગ્સ એક ફેશન બની ગયું. ન રહ્યા કોઈ સંસ્કાર. ન રહ્યો સારા-નરસાનો ફરક. બસ, ‘પલ બે પલ મન ફાવે એમ મોજથી જીવી લો’ એવું વલણ જગજાહેર થઈ ગયું.

ઘણા એવા પણ લોકો છે, જેઓ માને છે કે ‘ધનદોલત, ઊંચી પદવી કે ભણતર મને સુખી કરશે.’ પરંતુ હકીકત બતાવે છે કે આજ સુધી પૈસા કે બીજા કશાથી કોને સુખ મળ્યું છે! ઈસુએ સાચું જ કહ્યું હતું કે “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) એના બદલે, બાઇબલ કહે છે કે ‘જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં અને ઘણી મૂર્ખ તથા નાશકારક મુશ્કેલીમાં પડે છે. એ માણસોને વિનાશમાં ડુબાવે છે. કેમ કે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને ઘણાં દુઃખોથી તેઓ પોતાને વીંધે છે.’—૧ તીમોથી ૬:૯, ૧૦.

તો પછી, આપણે કઈ રીતે મનની શાંતિ મેળવી શકીએ? કઈ રીતે સુખી થઈ શકીએ? શું જીવનમાં વારંવાર ઠોકર ખાઈને? એક પછી બીજી નવી નવી તરકીબો અજમાવીને? ના! એનાથી શાંતિ મળતી નથી. પરંતુ, આપણે મનની શાંતિ ચોક્કસ મેળવી શકીએ છીએ. આપણું જીવન હંમેશ માટે સુખી બની શકે છે. કઈ રીતે? એનો જવાબ તમને હવે પછીના લેખમાં મળશે.

[પાન ૩ પર ચિત્ર]

શું ધનદોલત, ઊંચી પદવી કે ભણતર મનની શાંતિ આપશે?