સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લાંબી મુસાફરીનો આશીર્વાદ

લાંબી મુસાફરીનો આશીર્વાદ

લાંબી મુસાફરીનો આશીર્વાદ

પશ્ચિમ કૉંગોની બે સગી બહેનોની આ વાત છે. તેઓ બાસાનકુસુ નામના શહેરમાં રહે છે. તેઓને દૂર લિસાલા શહેરમાં યોજાયેલા “યહોવાહ પરમેશ્વરને મહિમા આપો” સંમેલનમાં જવું હતું. પણ એ વિસ્તારમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી હતી. તોપણ તેઓએ ત્યાં જવાનું નક્કી કર્યું. તેઓ કેમ ત્યાં જવા આટલી ઉત્સાહી હતી? એક તો, ત્યાં પરમેશ્વર યહોવાહ પાસેથી આવતું માર્ગદર્શન સાંભળવા મળે. બીજું, ત્યાંના ઘણા ભાઈબહેનોની સંગત માણવા મળે. ખાસ તો, તેઓ કિનશાસા બ્રાંચ ઑફિસના ભાઈબહેનોને મળવા બહુ આતુર હતી. દેશમાં ચાલતી લડાઈને લીધે તેઓ આ ભાઈબહેનોને વર્ષોથી મળી ન હતી.

બંને બહેનો જાણતી હતી કે આ શહેરમાં જવા મુસાફરી કરવી કંઈ રમત વાત નથી. તેઓએ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે. તોપણ તેઓએ જંગલમાં થઈને, હોડકામાં બે નદીઓમાં ૩૦૦ કિલોમીટર મુસાફરી કરી. લિસાલા શહેર પહોંચતા તેઓને ત્રણ અઠવાડિયાં લાગ્યાં. આ બે બહેનો પૂરા સમયનું પ્રચાર કામ કરે છે. એક બહેન ૧૯ વર્ષથી ને બીજી ત્રણ વર્ષથી. આ મુસાફરીમાં પણ તેઓએ એ કામ ચાલુ રાખ્યું. જરાય સમય વેડફ્યો નહિ. ત્રણ અઠવાડિયાંમાં લગભગ ૧૧૦ કલાક પ્રચાર કર્યો. તેઓએ ૨૦૦ પત્રિકાઓ અને ૩૦ જેટલાં મૅગેઝિન લોકોને આપ્યા.

નદીમાં મુસાફરી કરતા તેઓને હિપોપોટેમસ (જળઘોડા) અને મગરોનો પણ ભેટો થતો. રાતે તેઓ કોઈ એક જગ્યાએ રોકાઈ જતી. આવી ખતરનાક નદીમાં કેવી રીતે રાતે મુસાફરી કરી શકે! વચ્ચે વચ્ચે ઘણાં સૈનિકો તપાસ માટે ઊભા હતા. એ અડચણો પણ પાર કરી.

એ મુસાફરી ઘણી લાંબી હતી. બંને બહેનો ખૂબ થાકી ગઈ હતી. તેમ છતાં તેઓ સંમેલનમાં જઈ શકી હોવાથી ખૂબ ખુશ હતી. યહોવાહનો બોધ સાંભળીને તેઓનું હૃદય ઉત્સાહથી ભરાઈ ગયું. સંમેલનમાં લગભગ ૭,૦૦૦ ભાઈબહેનોને મળીને તેઓનું દિલ ખુશીથી ઝૂમી ઊઠ્યું. સંમેલન પછી તેઓ પાછી એ જ કઠિન મુસાફરી કરીને ઘરે પહોંચી. ઘરે રાહ જોતા કુટુંબને સહીસલામત જોઈને તેઓને કેટલી ખુશી થઈ!