સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

સફાન્યાહ ૨:૩માં ‘કદાચ’ શબ્દ શું એમ બતાવે છે કે યહોવાહના સેવકોને અનંતજીવન મેળવવાની ચોક્કસ આશા નથી?

સફાન્યાહ ૨:૩ કહે છે: ‘હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહના હુકમોનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચ યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.’ શા માટે આ કલમમાં ‘કદાચ’ કહેવામાં આવ્યું છે?

આર્માગેદ્દોનમાં આ દુષ્ટ જગતનો વિનાશ થશે ત્યારે, યહોવાહ તેમના સેવકોનું શું કરશે? એ સમજવા આપણે પહેલા એ જાણવાની જરૂર છે કે યહોવાહના એ ન્યાયના દિવસ પહેલાં, જેઓ મરી ગયા છે તેઓનું ઈશ્વર શું કરશે. બાઇબલ સમજાવે છે કે તેઓમાંથી અમુકને સ્વર્ગમાં અમર જીવન મળે છે. જ્યારે બીજાઓને સુંદર પૃથ્વી પર સદા જીવવા માટે સજીવન કરવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯; ૧ કોરીંથી ૧૫:૫૩, ૫૪) જો યહોવાહ મરી ગયેલા તેમના વિશ્વાસુ સેવકોને સજીવન કરવાના હોય, તો આર્માગેદ્દોન વખતે પણ તે પોતાના સેવકોને જરૂર બચાવશે.

પ્રેષિત પીતર, યહોવાહની પ્રેરણાથી આપણને ઉત્તેજન આપે છે: ‘ઈશ્વરે ભ્રષ્ટ લોકોથી ભરપૂર દુનિયાનો જળપ્રલયથી નાશ કર્યો. ઈશ્વરનો ઉપદેશ પ્રગટ કરનાર નૂહ અને તેના કુટુંબનાં સાત માણસોને જ એ નાશમાંથી તેમણે બચાવ્યા. કેટલાક સમય બાદ, ઈશ્વરે સદોમ અને ગમોરા શહેરોને પણ બાળીને ભસ્મ કરી નાખ્યાં. પણ તે જ વખતે પ્રભુએ સદોમમાંથી લોતને બચાવ્યો, કેમ કે તે ન્યાયી હતો. આમ પ્રભુ આપણને આપણી આજુબાજુનાં પરીક્ષણોથી બચાવવા સમર્થ છે. વળી અંતિમ ન્યાયચુકાદાનો દિવસ આવે ત્યાં સુધી તે અધર્મી માણસોને શિક્ષા હેઠળ રાખી મૂકવાનું જાણે છે.’ (૨ પિતર ૨:૫-૯, IBSI) ખરું કે તે સમયે યહોવાહે પાપીઓનો નાશ કર્યો હતો. પરંતુ, નુહ અને લોત જેવા ઈશ્વર ભક્તોને તેમણે બચાવ્યા. એ બતાવે છે કે જ્યારે યહોવાહ આર્માગેદ્દોન લાવશે, ત્યારે તેમના સેવકોને પણ બચાવશે. આર્માગેદ્દોનમાંથી ભક્તોની “એક મોટી સભા” બચશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪.

સફાન્યાહ ૨:૩માં ‘કદાચ’ શબ્દનો એ અર્થ નથી કે યહોવાહ તેમના લોકોને બચાવશે કે કેમ એ ચોક્કસ નથી. ‘કદાચ’ એટલા માટે ઉપયોગ થયો છે કે અત્યારે તો આપણે નેકીનો માર્ગ શોધ્યો છે અને નમ્રતા શોધી છે. પરંતુ આપણે નેકીના માર્ગ પર હંમેશા ચાલતા રહીશું કે કેમ. નમ્રતા શોધતા રહીશું કે કેમ. આપણા બચાવનો આધાર એના ઉપર છે.—સફાન્યાહ ૨:૩.

[પાન ૩૧ પર ચિત્ર]

‘પ્રભુ આપણને પરીક્ષણોથી બચાવવા સમર્થ છે’