સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને એવું લાગે છે કે તમે નકામા છો?

શું તમને એવું લાગે છે કે તમે નકામા છો?

શું તમને એવું લાગે છે કે તમે નકામા છો?

ત્રીસેક વર્ષની લીના બાળપણને યાદ કરતા કહે છે: “હજુ તો હું કળી જ હતી ત્યાં મને મસળી નાખવામાં આવી. વર્ષો સુધી મારું જાતીય શોષણ થતું રહ્યું. મને લાગતું કે હું સાવ નકામી છું. કશાને લાયક નથી. હું એક જીવતી લાશ બની ગઈ હતી. મારામાં સ્વમાન જેવું કંઈ રહ્યું ન હતું.” સીમોન પણ પોતાના બચપણને યાદ કરતા કહે છે, “હું હંમેશા મનમાં ખાલીપો અનુભવતી. મને કદી એવું લાગતું નહિ કે હું સારી છું. કાયમ એવું જ થતું કે હું નકામી છું.” આજે ઘણાને એવું જ લાગે છે. એના લીધે, તેઓનું જીવન ઝેર બની ગયું છે. ઘણા તરૂણો ફોન પર બાળકોને સલાહ આપતી એક સંસ્થાને ફોન કરે છે. એ સંસ્થાના કહેવા મુજબ, એમાંથી આશરે ૫૦ ટકા કહેતા હોય છે કે “મારા જીવનનો કોઈ અર્થ જ નથી, મારી કોઈ કિંમત નથી.”

ઘણા ડૉક્ટરો કહે છે, ‘વ્યક્તિને જ્યારે અહેસાસ કરાવવામાં આવે કે તે કોઈ કામની નથી ત્યારે તેને કાયમ એવું જ લાગે છે કે પોતે નકામી છે.’ જો કોઈને નાની નાની વાતમાં ધમકાવવામાં આવે, હંમેશા ખરાબ ટીકા જ કરવામાં આવે, કે વારંવાર ઉતારી પાડવામાં આવે તો ધીમે ધીમે તે માનવા લાગશે કે પોતે નકામા છે. ગમે એ હોય, કોઈ પણ ખરાબ વ્યવહારથી વ્યક્તિની લાગણીને મોટી ઠેસ પહોંચે છે. તે લાગણીહીન બની જાય છે. એક સર્વેક્ષણમાં ડૉક્ટરોને જોવા મળ્યું કે, પોતાને નિરર્થક ગણનારા પોતા પર કે બીજાનો જરાય ભરોસો કરતા નથી. તેઓ કોઈની સાથે ગાઢ દોસ્તી રાખતા નથી. એ રિપોર્ટે આગળ એમ પણ જણાવ્યું કે ‘તેઓ જે સંજોગોથી ડરે છે, એ જ સંજોગો પોતા પર લાવે છે.’

પોતાને નકામા ગણનારા ઘણી વાર પોતાની ‘પુષ્કળ ચિંતાઓને’ લીધે એમ અનુભવે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) તેઓને કાયમ એવું થતું હોય છે કે પોતે જરાય સારા નથી. કોઈ પણ બાબતમાં કંઈક ખોટું થાય તો તેઓ તરત જ એનો દોષ પોતે ઓઢી લે છે. તેઓએ કંઈ સારું કર્યું હોય એ માટે તેઓના વખાણ કરવામાં આવે ત્યારે, તેઓને કાયમ એવું જ થતું હોય છે કે વહેલા-મોડા તેઓની પોલ ખુલ્લી પડી જશે. તેઓ એવું જ માને છે કે પોતે સુખી થવાને લાયક નથી. આવા વિચારોથી તેઓ લાચાર બની જાય છે જેનાથી તેઓને પોતાને જ નુકશાન થાય છે. આ લેખની શરૂઆતમાં આપણે લીના વિષે વાત કરી હતી. તે પોતાને તુચ્છ ગણતી હતી. તેથી તે બરાબર ખાતી પણ નહિ. તેને પોતા પ્રત્યે જરાય માન ન હતું. તે કહે છે: “મને લાગતું કે હું મારા જીવનમાં કોઈ જ ફેરફાર કરી શકીશ નહિ.”

જેઓ આવું અનુભવે છે તેઓ માટે શું રાહતનો કોઈ રસ્તો છે? શું તેઓએ કાયમ આ રીતે જ રિબાવું પડશે? એવી લાગણીઓ દૂર કરવા તેઓ શું કરી શકે? બાઇબલમાં આપેલી સલાહ આપણને એવી ખોટી લાગણીઓ દૂર કરવા મદદ કરી શકે. ઘણાએ એ સલાહ જીવનમાં લાગુ પાડી છે. એનાથી તેઓને ઘણો લાભ થયો છે. બાઇબલમાં એવી કઈ સલાહ છે? એ લાગુ પાડવાથી દુઃખી લોકોને કયા ફાયદાઓ થયા છે? હવે પછીનો લેખ એ સમજાવશે.