સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તેઓ તરત જ મુક્ત થઈ શક્યા હોત”

“તેઓ તરત જ મુક્ત થઈ શક્યા હોત”

“તેઓ તરત જ મુક્ત થઈ શક્યા હોત”

ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખ ચાર્લ્સ ડે ગુલેની ભત્રીજી, જેનેવીવ ડે ગુલે ઉપરના શબ્દો કહ્યા હતા. તે ઉત્તર જર્મની, રેવન્સબર્ક નાત્ઝી જુલમી છાવણીમાં યહોવાહના સાક્ષીઓને મળી હતી. તેઓ વિષે તેણે ઑગસ્ટ, ૧૯૪૫માં પોતાના પત્રમાં એમ લખ્યું હતું.

પોલૅન્ડ, ઍસ્ચટ્‍વીઝની જુલમી છાવણીમાંથી કેદીઓને જાન્યુઆરી ૨૭, ૧૯૪૫માં છૂટા કરવામાં આવ્યા. વર્ષ ૧૯૯૬થી જર્મનીમાં આ દિવસને હિટલરના નાત્ઝી રાજમાં ભોગ બનેલા લોકોની યાદગીરી તરીકે ઊજવવામાં આવે છે.

જાન્યુઆરી ૨૭, ૨૦૦૩માં બેડન વીટેમબર્ગ પાર્લામેન્ટના પ્રમુખ, પીટર સ્ટ્રાબે એ ભોગ બનેલાઓની યાદમાં આપેલા પોતાના ભાષણમાં કહ્યું: “જે લોકોએ પોતાના ધર્મ કે માન્યતાને લીધે સતાવણી સહન કરી અને હિટલરને આધીન રહેવાને બદલે મોતના મોંમાં ગયા તેઓ માટે અમને બહુ માન છે. એ વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો ખૂટી ગયા છે. ફક્ત યહોવાહના સાક્ષીઓએ જ હિટલરની સત્તાને આધીન રહેવાની ના પાડી. તેઓએ હિટલરને સલામી આપી નહિ. તેઓએ ‘હિટલર અને સરકારને’ વફાદાર રહેવાના કોઈ સોગંધ ખાધા નહિ. તેમ જ, લશ્કરમાં જોડાવાની કે યુદ્ધ સાથે જોડાયેલું કોઈ પણ કામ કરવાની ઘસીને ના પાડી. સાક્ષીઓના બાળકો પણ હિટલર યુવા આંદોલનમાં જોડાયા નહિ.”

ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને કહ્યું હતું: “જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહાન ૧૭:૧૬) યહોવાહના સાક્ષીઓએ પોતાના ધર્મને આધારે અડગ સ્થાન લીધું હતું. સ્ટ્રાબ આગળ કહે છે: “જુલમી છાવણીમાં યહોવાહના સાક્ષીઓ કપડાં પર જાંબુડિયા રંગનું ત્રિકોણ ખાસ ચિહ્‍ન તરીકે પહેરતાં હતાં. તેઓને મારી નાખવામાં આવ્યા. જો તેઓએ ફૉર્મમાં એવું ભરી આપ્યું હોત કે તેઓ ક્યારેય યહોવાહની ભક્તિ નહિ કરે તો, તેઓ જીવી શક્યા હોત.”

મોટા ભાગના યહોવાહના સાક્ષીઓ વિશ્વાસમાં એકદમ દૃઢ રહ્યા. એના લીધે તેઓમાંના લગભગ ૧,૨૦૦ નાત્ઝી રાજમાં માર્યા ગયા. વળી, ૨૭૦ જેટલાને તો મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ખરેખર, તેઓએ મરતા સુધી બાઇબલનો આ નિયમ પાળ્યો: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

ઉત્તર રીન-વેસ્ટપાલિઆની પાર્લામેન્ટના પ્રમુખ યુલરિક સ્કેમડિટના જણાવ્યા પ્રમાણે યહોવાહના સાક્ષીઓ કંઈ અપવાદરૂપ ન હતા. તેમણે લાંતાગ ઈનતર્ન નામની પુસ્તિકામાં કહ્યું કે “યહોવાહના સાક્ષીઓ બીજાઓ જેવા જ સામાન્ય લોકો હતા. તેઓ પોતાના અંતઃકરણ પ્રમાણે ચાલ્યા. એના લીધે તેઓએ પોતાના ધર્મની માન્યતાઓ પાળી. તેઓએ હિંમત અને ધીરજથી એ માન્યતાઓ પાળી. પરિણામે, તેઓ નાત્ઝી વિચારોથી દૂર રહ્યા.” આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે મુશ્કેલીના સમયમાં પણ યહોવાહને વફાદાર રહીએ છીએ ત્યારે તેમને ઘણી ખુશી થાય છે. નીતિવચનો ૨૭:૧૧માં આપણે વાંચીએ છીએ: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.”

[પાન ૩૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Courtesy of United States Holocaust Memorial Museum