સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રસ લેવા માટે અમારી પ્રશંસા થઈ

બાઇબલમાં રસ લેવા માટે અમારી પ્રશંસા થઈ

બાઇબલમાં રસ લેવા માટે અમારી પ્રશંસા થઈ

દક્ષિણ ઇટાલીની ૧૮ વર્ષની મરિના યહોવાહની એક સાક્ષી છે. તે હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં છે. આ સ્કૂલમાં યહોવાહના સાક્ષીઓના બીજા યુવાનો પણ છે.

મરિના લખે છે: “છેલ્લા અમુક વર્ષોથી અમે કેટલાક બાળકો રિસેસમાં દરરોજ શાસ્ત્રવચનો તપાસવાંમાંથી બાઇબલની કલમ વાંચતા હતા. અમે શિક્ષકોના સ્ટાફરૂમ પાસે આવેલી બહારની પરસાળમાં એ વાંચતા હતા. જોકે, એ જગ્યા કંઈ શાંત ન હતી. આવતા-જતા શિક્ષકો અમને જોતા હતા. અમુક શિક્ષકો તો ઊભા રહીને જોતા કે અમે શું કરીએ છીએ. એ કારણથી અમને તેઓના અમુક પ્રશ્નોના જવાબ આપવાની તક મળતી હતી. દરરોજ કોઈ એક શિક્ષક ત્યાં ઊભા રહીને અમારી સાથે વાત કરતા. અમુક શિક્ષકોએ તો અમારી બાઇબલ ચર્ચા પણ સાંભળી. અમને ધાર્મિક બાબતોમાં રસ છે એ જોઈને તેઓએ અમારા વખાણ પણ કર્યા છે. એક વાર, આસિસ્ટન્ટ પ્રિન્સિપાલે અમને સ્ટાફરૂમમાં બોલાવીને બાઇબલની ચર્ચા કરવાનું કહ્યું.

“મારા શિક્ષકે જોયું કે અમે રોજ બાઇબલની કલમ વાંચીને એની ચર્ચા કરીએ છીએ. તેથી, તેમણે પ્રિન્સિપાલને વિનંતી કરી કે અમને કોઈ એક ક્લાસરૂમમાં શાંત વાતાવરણમાં ચર્ચા કરવા દેવામાં આવે તો ઘણું સારું. તે પણ આ વાતે સહમત થયા. અમે સારો દાખલો બેસાડ્યો હોવાથી મારા શિક્ષકે ક્લાસમાં બધા આગળ અમારા વખાણ કર્યા. યહોવાહે અમને આ મોટો લહાવો આપ્યો હોવાથી અમે બહુ ખુશ છીએ.”